________________
શ્રી સંભવ તીર્થકરનું ચરિત્ર
૧૭
ઈન્દ્ર મહારાજાએ પ્રભુને જન્માભિષેક કરીને કુંડલયુગલ પહેરાવ્યું. પછી માતાને અર્પણ કર્યા. નિદ્રા ઊડી ગઈ એટલે માતા જન્મેલા બાળકને આભૂષણાદિકથી અલંકૃત જોઈ હર્ષ પામી તેમના રૂપ અલંકારથી વિસ્મય પામી તેનું રૂપ પતિને પણ કહેવા લાગી. સમગ્ર સુરાસુરે, મનુષ્ય અને વિદ્યાધરોનાં રૂપ કરતાં પણ મને હર રૂપને દેખીને પ્રભુના પિતા અત્યંત સંતોષ પામ્યા.
ત્યાર પછી પ્રશસ્ત તિથિ, નક્ષત્ર, લગ્ન સમયે ભગવંતનું ગુણથી ઉત્પન્ન થયેલ નામ પાડ્યું. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે નિધાનાદિ ઘણું ઉત્પન્ન થયાં, જમ્યા ત્યારે આખા રાજ્યમાં સુખ થયું એ કારણે “સંભવ” એવું ભગવંતનું નામ પાડ્યું. વ્યવહાર ઉચિત દરેક પ્રસંગે ઉજવ્યા. પાંચ ધાવમાતાએથી લાલન-પાલન કરાતા ભગવંત વૃદ્ધિ પામવા લાગ્યા. ત્રણ જ્ઞાનવાળા ભગવંત જગત-સ્થિતિને અને સર્વ પદાર્થોને જાણવા છતાં “લેકસ્થિતિનું ઉલંઘન ન કરવું જોઈએ એમ જાણીને કલાચાર્ય પ્રત્યે બહુમાન કરતા હતા. રૂપ-કુલયુક્ત કન્યા સાથે પિતાએ પ્રભુને પરણાવ્યા. અજિતનાથ પછી ત્રીશલાખ કરોડ સાગરોપમ ગયા પછી સંભવનાથ ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય સાઠલાખ પૂર્વનું હતું. તેઓ જ્યારે પંદર લાખ પૂર્વ કુમારાવસ્થામાં હતા, ત્યારે પિતાએ તેમને રાજ્ય આપીને પોતાના આત્માનું કાર્ય સાવ્યું હતું. ત્યાર પછી ભગવતે લેકરિથતિનું પાલન કરતાં ચોરાશી લાખ પૂર્વ ચતુરંગ સેનાવાળા રાજ્યનું પાલન કર્યું હતું. તીર્થંકરનામકર્મ ઉદયમાં આવેલું હોવાથી, લેકાંતિક દેથી લેકહિત માટે પ્રતિબધાયેલા, તેઓ સંવત્સરી મહાદાન દઈને, માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રને યોગ થયો ત્યારે સમગ્ર સુરાસુર-નરેન્દ્રોની સમક્ષ છઠ્ઠભક્તના પચ્ચકખાણ કરી એક હજાર રાજાઓ સહિત સહસ્ત્રાભ્રવણ નામના ઉદ્યાનમાં પાછલી પિરિસીએ કર્મ પર્વતને ભેદવા માટે વજાશનિ-સમાન પ્રત્રજ્યા-દીક્ષા અંગીકાર કરી.
ત્યાર પછી મૌનવ્રત ધારણ કરી, ચૌદ વર્ષ ગામાનુગામ વિચરતાં કાતિક વદિ પંચમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો રોગ થયે ત્યારે, સરળ શાલવૃક્ષની નીચે તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે કેવું છે? જે જ્ઞાનમાં માત્ર એક જ ભેદની કલ્પના છે, તે આવ્યા પછી ચાલ્યું ન જાય તેવું, સર્વજ્ઞપણની પ્રગટ નિશાની, સર્વ પ્રકારના અજ્ઞાન–અંધકારને નાશ કરનાર, તથા લેકે માટે નેત્ર સમાન, જન્મેલા કે ઉત્પન્ન થતા પદાર્થોને દેખે. વિવિધ પ્રકારના ઉત્પાદ, સ્થિતિ અને નાશ પરિણામ પામતા પદાર્થોને તથા વિપુલ પ્રમાણમાં દ્રવ્યને નિરંતર જાણી શકે એવું કેવલજ્ઞાન ભગવંતને ઉત્પન્ન થયું. તરત જ સુધર્માધિપતિનું સિંહાસન ચલાયમાન થયું. ક્ષેભ પામેલા ઈન્દ્રમહારાજાએ અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો, તેથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં સંભવ જિનેન્દ્રને દિવ્યજ્ઞાન પ્રગટ થયું. ઘંટાના પ્રયોગથી દેને ખબર આપ્યા, સર્વ સાથે ઈન્દ્રમહારાજા ભગવંતની પાસે આવ્યા. સમવસરણની રચના કરી. કેવી રીતે ?
સમવસરણની રચના
વાયુકુમાર દેએ એક જન ભૂમિ-પ્રદેશમાંથી તણખલાં, કાંકરા કરે દૂર ક્યાં. વળી મેધકુમારે એ સુગંધી જળને છંટકાવ કર્યો, જેથી ઉડતી રજ બેસી ગઈ. ડીટાં નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ લિા બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org