________________
–અમદાવાદની શ્રીનેમિસૂરિજીના સંગ્રહની સંવત ૧૩૨૬ની તાડપત્રીય પોથીને મુખ્ય રાખી જેસલમેર કિલ્લાના બડાભંડારની સંવત ૧૨૨૭ની મહારાજા કુમારપાલના રાજ્ય-સમયમાં લખાયેલી પ્રાચીન તાડપત્રીય પોથીની નકલને ગૌણ રાખીને પ્રાકૃત ટેકસ સેસાયટી (પ્રાકૃત ગ્રન્ય પરિષ૬) વારાણસીના ગ્રન્થાંક (૩) રૂપે આ મૂળ બાર હજાર કપ્રમાણુ પ્રાકૃત “ચઉપન્ન મહાપુરિસ-ચરિય” વિક્રમ સંવત્ ૨૦૧૭માં અમદાવાદથી પ્રકાશિત થયું છે. તેના સંશોધક-સંપાદક પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે, આગમ-ભાકર વિદ્વદવર્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મ. અને પં. દલસુખભાઈ ? વગેરેના સહકારથી વિદ્વતાભર્યું સંપાદન કર્યું છે. ત્યાં પાઠાન્તરે સાથે અંગ્રેજી, હિન્દી પ્રસ્તાવનામાં અને ૮ પરિશિષ્ટમાં ઘણી ઉપયોગી સામગ્રી રજુ કરી છે. તે સગત રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રપ્રસાદજીને સાદર સમર્પિત કર્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે વાંચવું વિચારવું.
ઉપર્યુક્ત ઉપયોગી પ્રાકૃત ગદ્ય-પદ્યાત્મક ગ્રન્યરત્નને ગૂજરાતી અનુવાદ, વિદ્યાવ્યાસંગી સરલ પ્રકૃતિ આચાર્ય શ્રીહેમસાગરસૂરિજી દ્વારા તેમના યોગશાસ્ત્રના ગૂર્જરાનુવાદ પછી વાચકોને બહુ જલ્દી મળે છે-એ ખુશી થવા જેવું છે. વિવિધ વર્ણને, વિવિધ વિજ્ઞાન તથા શબ્દાલંકાર અને અર્થાલંકારોથી ભરપૂર આ વિશિષ્ટ પ્રાકૃત પ્રાચીન કાવ્યગ્રન્થનું યથાર્થ ભાષાન્તર કરી યથાયોગ્ય સ્વરૂપમાં મૂકવું–એ ઘણું ફિલષ્ટ અસાધારણ કાર્ય છે. વિદ્રજજનના પરિશ્રમને વિદ્વાન જ જાણી શકે છે-આવું કાર્ય કરનારા જ સમજી શકે છે. એથી એમને અભિનન્દન ઘટે છે. આવા કાર્યમાં જાણતાંઅજાણતાં ખલના થવી એ સંભવિત છે. મહારી અલ્પમતિ પ્રમાણે સાવધાનતાથી મેં સહસંપાદન કાર્ય બનાવ્યું છે, તેમ છતાં કોઈ પણ ખલન થઈ ગઈ હોય, કે રહી ગઈ હોય, તે માટે ક્ષમાર્યાચના કરું છું. વિશેષજ્ઞ સુ સુધારીને વાંચે અને અમને સૂચવે-તેવી નમ્ર વિજ્ઞપ્તિ છે.
આવા મહત્વના ગ્રન્થને પ્રકાશમાં મૂકાવીને શેઠ દે. લા. જૈન પુ. ફંડના વ્યવસ્થાપકોએ ઘણું ઉપયોગી યશસ્વિ કાર્ય બજાવ્યું છે. સુજ્ઞ વાચક મહાપુરુષોનાં પવિત્ર ચરિતે વાંચી-વિચારી પોતાના જીવનને નિપાપ-નિર્દોષ બનાવે-પાવન બનાવે. પ્રાતે ઉત્તમોત્તમ પરમાનન્દમય સિદ્ધિ મેળવવા શક્તિશાલી થાય-એવી શુભ ભાવના સાથે વિરમું છું. વિક્રમ સંવત ૨૦૨૫ શરત-પૂર્ણિમા
વિદ્વદનુચર– વડીવાડી, રાવપુરા, વડોદરા
લાલચંદ્ર ભગવાન ગાંધી (નિવૃત્ત જેનપંડિત વડોદરારાજય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org