SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૬૩ આ પ્રમાણેની હકીકત સાંભળીને અમે પણ પ્રભુ પાસે પૃથ્વીનો ભાગ યાચીશું, એમ કહી નમિ અને વિનમિ પ્રભુના ચરણ સમીપે આવી પહોંચ્યા. ત્યાં જઇને પ્રભુને વન્દન કરીને તેમણે પોતાની ઇચ્છા પ્રર્શિત કરી. પ્રભુ તો મૌન ધારણ કરી રહ્યા, તોપણુ આપજ અમારી ગતિ છો એમ નિશ્ચય કરી તેઓ તેમની પ્રતિદિન સેવા કરવા લાગ્યા. પ્રભુ જ્યાં પ્રતિમા ધારીને રહ્યા હતા, તે સ્થળમાંથી તેઓ ઘાસ, કાંટા વિગેરે દૂર કરી તે સ્થળને સાફ બનાવવા લાગ્યા. વિશેષમાં તેમના સમીપ ભાગમાંની રજને શાંત કરવા જલાશયમાંથી કમલ-પત્રમાં જળ લાવી ત્યાં છાંટવા લાગ્યા. વળી તેઓ ત્યાં સુગંધથી મદોન્મત અનેલા મધુકરોથી યુક્ત એવાં પંચવ પુષ્પો વેરવાં લાગ્યા. વિશેષમાં જેમ સૂર્ય અને ચન્દ્ર મેરૂ પર્વતની સેવામાં પ્રતિદિન હાજર રહે છે, તેમ પ્રભુના પાર્શ્વ ભાગમાં તે બંને ખડ્ગ ખેંચીને સેવા કરવા લાગ્યા અને અહોરાત્ર ત્રિકાલ અંજલિ જોડી તેઓ પ્રભુ પાસે હું નાથ! અમને રાજ્ય આપો એમ યાચના કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ અનન્ય ભાવથી દરરોજ પ્રભુની ભક્તિ કરતા હતા. એવામાં એક દિવસ પ્રભુને વન્દન કરવા માટે ત્યાં નાગકુમારોનો અધિપતિ ધરણેન્દ્ર આવી પહોંચ્યો. તે આ એને રાય—લક્ષ્મીની યાચના કરતાં અને પ્રભુની સેવા કરવામાં તદ્દીન રહેલા જોઇને આશ્ચર્ય પામી ગયો. તેણે તેમને કહ્યું કે તમારો આ શો આગ્રહ છે? પ્રભુ તો નિઃસંગી, નિષ્પરિગ્રહી, નિષ્કામ છે, તો પછી તેમની પાસે રાજ્યની માંગણી કરવાથી શું? વળી પ્રભુએ એક વર્ષ પર્યંત ચચેષ્ટ દાન દીધું, ત્યારે તમે કેમ માંગણી કરી નહિ? તેના પ્રત્યુત્તરમાં તેઓએ કહ્યું કે પ્રભુના આદેશથી અમે દૂર દેશાંતર ગયા હતા. વળી જોકે તેમણે સમસ્ત રાજ્ય ભરતાદિકને આપી દીધું છે, છતાં પણ તેઓ અમને રાજ્ય આપશે એવી અમારી ખાત્રી છે. તેમની પાસે તે છે કે નહિ તેની સેવકે શા સારૂ ચિન્તા કરવી? સેવકે તો સેવાજ કરવી જોઈએ. આ સાંભળીને ધરણેન્દ્રે તેમને કહ્યું કે ભરત રાજેશ્વર પાસે જઈને યાચના કરો; તે પ્રભુનો પુત્ર હોવાથી પ્રભુના સમાન છે. આના પ્રત્યુત્તરમાં નમિ અને વિનમિ ખોલ્યા કે સમસ્ત બ્રહ્માણ્ડના સ્વામીને પ્રાપ્ત કર્યા બાદ અન્ય સ્વામીનું અમારે શું કામ છે? કલ્પવૃક્ષને મૂકીને કેવડાના વૃક્ષનો આધાર કોણ લે? વાસ્તે અમને રાજ્ય મળનાર હશે તો અમારા આજ સ્વામી પાસેથી મળશે, વાસ્તે એ સંબંધમાં તમારે ચિન્તા કરવી નહિ. આ પ્રમાણેની તેમની દૃઢતા જોઇને ધરણેન્દ્ર ખુશી થયો અને તેણે તેમને કહ્યું કે હું પણુ આ પ્રભુનો દાસ છું અને તમે પણ તેમનાજ કિંકર છો, વાસ્તે હું તમને તેમની સેવાના ફળ ૧ આ પ્રસંગને અનુસરીને મહાકવિ ધનપાલ કહે છે કે— Jain Education International " दिशतु विरतिलाभानन्तरं पार्श्वसर्पन्नमिविनमिकृपाणोत्सङ्गदृश्याङ्गलक्ष्मीः । त्रिजगदपगतापत् कर्तुमात्तान्यरूपद्वय इव भगवान् वः सम्पदं नाभिसूनुः ॥ " —તિલકમંજરી શ્લો૦ ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy