SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઋષભપચાશિકા, [ જીનપાણઆમાં જે અનાર્ય દેશોનાં નામો નજરે પડે છે તેનાથી કેટલાંક ભિન્ન નામ પ્રવચનસારવારના ર૭૪મા દ્વારમાં દષ્ટિ-ગોચર થાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે "सग जवण सबर बब्बर काय मुरंडोह गोण पकणया । भरबाग होण रोमय पारस खस खासिया चेव ॥ १५८३ ॥ दुंबलिय लउस बोकस भिलंध पुलिंद कुंच भमररुआ। कोवाय चीण चंचुय मालव दमिला कुलग्या या ॥ १५८४ ॥ केकय किराय हयमुह खरमुह गयतुरयमिंढयमुहा य । हयकन्ना गयकन्ना अन्नेवि अणारिया बहवे ॥ १५८५ ॥" અર્થાત્ શક, યવન, શબર, બર્ગર, કાય, મુરૂગ્ધ, ઉ, ગણ, પક્કણુગ, અરબાગ, હૂણ, મક, પારસ, ખસ, ખાસિક, ઠુમ્બલિક, લકુશ, બોકશ, ભિલ, અન્ન, પુલિન્દ્ર, કુંચ, જમેરરૂચ, કોર્ષક, ચીન, ચંચક, માલવ, દ્રાવિડ, કુલાઈ, કેય, કિરાત, યમુખ, ખરમુખ, ગજમુખ, તુરંગમુખ, મેમુખ, હયકર્ણ, ગજકર્ણ ઈત્યાદિ અનેક અનાર્ય દેશો છે. ( જે પ્રમાણે અનાર્ય દેશોનાં નામોન પ્રજ્ઞાપનાસૂત્ર વિગેરે ગ્રન્થોમાં નિર્દેશ કરવામાં આવ્યો છે, તેમ તેમાં આર્ય દેશોનાં નામો તેમજ તેની રાજધાનીઓનાં નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રન્થ-ગૌરવના ભયથી તે વિષે અત્ર વિચાર કરવામાં આવતો નથી. પરંતુ આર્યના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તેની સ્થૂલ રૂપરેખા નીચે મુજબ આલેખવામાં આવે છે આયના કદ્ધિ-પ્રાપ્ત–આર્ય અને અદ્ધિ-અપ્રાપ્ત-આર્ય એમ બે ભેદો છે. તેમાં અદ્ધિપ્રાપ્ત-આર્યના તીર્થકર, ચકવતી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર એમ છ અવાંતર ભેદો છે, જ્યારે અદ્ધિને નહિ પામેલા એવા આર્યોના ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુલ-આર્ય, કર્મઆર્ય, શિલ૫-આર્ય, ભાષા–આર્ય, જ્ઞાન–આર્ય, દર્શન–આર્ય અને ચારિત્ર–આર્ય એમ નવ ભેદો છે. વળી એ પ્રત્યેકના પાછા ઘણા ભેદો છે. આના જિજ્ઞાસુએ પ્રજ્ઞાપના-સૂત્રનું પ્રથમ પદ જેવું. 1 % % % % ૧ આ શક વિગેરે દેશોથી તેમજ સાડા પચવીસ આર્ય દેશોથી આધુનિક સમયમાં કયા કયા દેશો સમજવા એ પ્રશ્ન મનન કરવા જેવો છે, તો એના અભ્યાસીઓને આ દિશામાં વિશેષ પ્રયાસ કરવા હું વિજ્ઞપ્તિ કર્યું છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જે દેશો વિષે અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે દેશની સીમા નક્કી કરતી વેળાએ તેના આ પ્રમાણેના ઉલ્લેખ કર્યા પછી વ્યતીત થયેલા વર્ષોમાં થયેલા ભૌગોલિક પરિવર્તનો તરફ લક્ષ્ય રાખવું ખાસ આવશ્યક છે. ૨ જે અત્યારે માલવ દેશ તરીકે ઓળખાય છે તે જ દેશને અન્ન અનાર્ય દેશ તરીકે ઓળખાવ્યો હોય તો તે આ દેશ તરીકે ગણાવાને લાયક છે. પૂર્વ કાળમાં તેને એ પ્રમાણે કેમ ગણ્યો હશે એ પ્રશ્નનું કેટલેક અંશે સમાધાન પચાસ વર્ષ પૂર્વેની આ મુંબાઈની સીમા, ધન, પ્રજા ઈત્યાદિની પરિસ્થિતિ તેમજ તેની આધુનિક સ્થિતિ તરફ નજર કરવાથી થઈ શકે એમ સૂચવવું વધારે પડતું નહિ ગણાય. ૩ પ્રશ્નવ્યાકરણમાં તેમજ આવશ્યક-સૂત્રમાં પણ અનાર્ય દેશોનાં નામો સૂચવવામાં આવ્યાં છે. ૪-૫ આ બેનું સ્વરૂપ ટુંકમાં ધ્યાનમાં આવે તેટલા માટે ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લેકપ્રકાશના સાતમા સર્ગને નીચે મુજબનો સાડત્રીસમો શ્લોક રજુ કરવામાં આવે છે – “ર્યા વાઢિા સૌત્રિ-શ્રાવઃ વાર્ષીસિવડા शिल्पार्यास्तु तुन्नकारा-स्तन्तुवायादयोऽपि च ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy