SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દિનિતા ] ऋषभपञ्चाशिका. અનાર્ય– ધર્મ અને અધર્મ, હેય અને ઉપાદેય, ભક્ષ્ય અને અભક્ષ્ય, પિય અને અપેય, ગમ્ય અને અગમ્ય ઈત્યાદિ વિવેકથી રહિત છ “અનાર્ય યાને “શ્લેચ્છ” કહેવાય છે. આથી વિપરીત લક્ષણવાળા જીવો “આર્ય કહેવાય છે એમ આ શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત વૃત્તિ ઉપરથી જોઈ શકાય છે. સૂત્રકૃતાંગવૃત્તિમાં અનાર્યનું લક્ષણ એ આપવામાં આવ્યું છે કે – "धम्मोत्ति अक्खराइं जेसु वि सुमणे न सुवंति" અર્થાતુ ધર્મ એ અક્ષર જે જીવોએ સ્વમમાં સાંભળ્યો નથી તે છો “અનાર્ય છે. શ્રીમલયગિરિસૂરિ પ્રજ્ઞાપના-સૂત્રના પ્રથમ પદના ૩૭મા સૂત્રની વૃત્તિમાં આ સંબંધમાં એ ઉલ્લેખ કરે છે કે ___ "आराद् हेयधर्मेभ्यो याताः-प्राप्ता उपादेयधमैरित्यार्याः, "पृषोदरादयः" इति रूपनिef, જી અધ્યાપામારા “સ્ટેસ્ટ ચાં વાતિ નાજૂ, માત્ર चोपलक्षणं, तेन शिष्टाऽसंमतसकलव्यवहारा म्लेच्छा इति प्रतिपत्तव्यम्" ' અર્થાત ત્યજવા યોગ્ય ધમાંથી વિમુખ અને ગ્રહણ કરવા યોગ્ય ધમાંથી યુક્ત તે “આર્ય કહેવાય છે, જ્યારે અવ્યક્ત ભાષા બોલનાર “પ્લેચ્છ” છે. અત્ર ભાષાનું ગ્રહણ ઉપલક્ષણથી કરેલું હોવાથી શિષ્ટ વ્યવહારથી રહિત તે “પ્લેચ્છ” છે એમ સમજવું. આ પ્લેચ્છોના અનેક પ્રકારો છે એ વાત પ્રજ્ઞાપના સૂત્ર (૫૦ ૧, સૂ. ૩૭)માં નીચે મુજબ દર્શાવી છે– "मिलिक्खू अणेगविहा पन्नत्ता, तं जहा-सगा जवणा चिलाया सबर बब्बर मुरंडोह भडग निण्णग पक्कणिया कुलक्ख गोंड सिहल पारस गोधा कोंच अंबडइ दमिल चिल्लल पुलिंद हारोस दोब वोक्काण गन्धा हारवा पहलिय अज्झल रोम पास पउसा मलया य बंधुया य सूयलि कोंकणग मेय पल्हव मालव मग्गर आभासिआ कणवीर ल्हसीय खसा खासिय णेदूर मोंढ डोंबिल गलओस पओस कक्केय अक्खाग हण रोमग हूण रोमग भरू मरुय चिलाय वियवासी य एवमाइ, सेत्तं मिलिक्खू." ૧ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચન-સારદ્વારમાં ૨૪મા દ્વારમાં અનાર્ય દેશનું સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે, ત્યાં નીચે મુજબની ૧૫૮૬ મી ગાથામાં આવો ઉલ્લેખ નજરે પડે છે "पावा य चंडकम्मा अणारिया निग्घिणा निरणुतावी। धम्मोत्ति अक्खराइं सुमिणेवि न नजए जाणं ॥" [पापाः च चण्डकर्माणः अनार्याः निघणाः निरनुतापिनः । धर्मेति अक्षराणि स्वमेऽपि न ज्ञायते येषाम् ॥] ૨ આ પંક્તિઓનો મોટો ભાગ પ્રવચન-સારદ્વારની શ્રીસિદ્ધસેનસૂરિકૃત ટીકા (પત્રાંક ૪૪૫)માં પણ દૃષ્ટિ–ગોચર થાય છે. ૩ આર્ય અને સ્વેચ્છના સંબંધમાં વાચવર્ય શ્રીઉમાસ્વાતિકૃતિ તવાથધિંગામસૂત્રના તૃતીય અધ્યાયન: પંદરમા સૂવ ઉપરના ભાષ્યમાં જે ઉલ્લેખ છે તે પણ મનન કરવા જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy