________________
વિવિતા ]
ऋषभपञ्चाशिका.
પદ્યાર્થ પ્રભુની રાજ્ય-રીતિ
છે જેમણે (શબ્દ-વિઘા, લેખન, ગણિત, ગીત ઇત્યાદિ ) વિદ્યાઓ અને (કુંભારાદિકના) શિલ્પો દેખાડ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુપાલન, વાણિજય, લગ્ન ઈત્યાદિ ) સમસ્ત (પ્રકારનો ) લક-વ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યું છે, એવા આપ જે પ્રજાઓના રવાસી થયા છો, તે પ્રજા કૃતાર્થે છે.”—૧૦
સ્પષ્ટીકરણ વિદ્યાઓ
વિદ્યાઓમાં લેખન, ગણિત ઈત્યાદિનો સમાવેશ થાય છે એ વાત આપણે ટીકા ઉપરથી જોઈ શકીએ છીએ. તો તે સંબંધમાં થોડું વિવેચન કરવું અનુચિત નહિ ગણાય. પ્રથમ તીર્થંકર શ્રીહષભદેવે પોતાના છ પુત્ર ભરતને બહોતેર (૭૨) કળાઓ શીખવી અને ભરતે પણ પોતાના ભાઈઓને તેમજ પુત્રને એ કળાને અભ્યાસ કરાવ્યો. પ્રભુએ પોતાના બીજા પુત્ર બાહુબલિને હાથી, ઘોડા તેમજ સ્ત્રી અને પુરૂષનાં અનેક લક્ષણો બતાવ્યાં. વળી તેમણે પોતાની એક પુત્રી બ્રાહ્મીને જમણે હાથ વડે અઢાર લિપિઓ બતાવી અને બીજી પુત્રી સુન્દરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. આ ઉપરાંત પ્રભુએ વસ્તુઓનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાને પણ બતાવ્યાં. વિશેષમાં તેમણે મણિ વિગેરે પરોવવાની કળા પણ પ્રવર્તાવી. શિલ્પ
શિલ્પના પાંચ મુખ્ય ભેદો છે અને વળી તે પ્રત્યેકના વીસ અવાન્તર ભેદો છે. આ વાતના સમર્થનમાં નીચેની ગાથા રજુ કરવામાં આવે છે.
"पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ । इक्विकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ॥
–આવશ્યક–નિર્યુક્તિ, ગાથાંક ૨૦૭. આ ઉપરથી જોઈ શકાય છે તેમ કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત (જામ)ના એમ પાંચ શિલ્પો મુખ્ય છે. પ્રત્યેકના અવાન્તર ભેદોનું સ્વરૂપ કોઈ સ્થળે મારા જોવામાં આવ્યું નથી, એટલે એ વાત ન છૂટકે પડતી મૂકવામાં આવે છે.
૧ અઢાર લિપિના સંક્ષિપ્ત વર્ણન માટે જુઓ સરસ્વતી-ભક્તામર (પૃ. ૫-૭). ૨ હાથ
पञ्चैव च शिल्पानि घटलोहचित्रवस्त्रकाश्यपानि ।
एकैकस्य च इतो विंशतिविशतिर्भवन्ति भेदाः॥ ૩ કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ આવું કાર્ય કર્યું હતું એમ કહેવામાં આવે છે). પ્રસંગ એમ બન્યો હતો કે કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લોકો કંદ-મૂળ અને ફલાદિક ખાતા હતા અને ઘઉં, ચોખા ઈત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું હતું નહિ. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org