SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ऋषभपश्चाशिका. सप्रतिमान् नवनवति, बन्धुस्तूपांस्तथाऽर्हतः स्तूपम् । यत्रारचयच्चक्री, स० ॥ ११ ॥ જ્યાં પ્રતિમા સહિત ૯૯ બાંધવોના ૯૯ સ્તુપ તથા (પોતાના પિતાશ્રી ઋષભદેવ) તીર્થકરનો સૂપ (ભારત) ચકીએ નિર્માણ કર્યો, તે અષ્ટાપદ”—૧૧ 'भरते'न मोहसिंह, हन्तुमिवाष्टापदः कृताष्टपदः । शुशुभेऽष्टयोजनो यः, स० ॥ १२ ॥ મેહરૂપ સિંહને હણવાને માટે (જાણે સાક્ષાત્ ) 'અષ્ટાપદ જેવો અને એક એક યોજને એકેક પગથિયાવાળે એમ) આઠ પગથિયાવાળો એવો જેને ભરતે કરાવ્યો અને (એથી કરીને તો) જે આડ યોજના (ઊંચો) શોભી રહ્યો, તે અષ્ટાપદ ”—૧૨ यस्मिन्ननेककोट्यो, महर्षयो 'भरत'चक्रवाद्याः । सिद्धिं साधितवन्तः, स० ॥ १३ ॥ જ્યાં ભરત ચક્રવતી પ્રમુખ અનેક કોટી યોગીશ્વરોએ સિદ્ધિને સાધી, તે અષ્ટાપદ -૧૩ રા'ગુતા – શિવતા મરતવંરા/નાયત્ર “પુદ્ધિથય7, a૦ પાછા જ્યાં સુબુદ્ધિ (મંત્રીએ) સગર (ચક્રવર્તી)ના પુત્રોની આગળ “સર્વાર્થ( સિદ્ધ) નામના વિમાનમાં ( ઉત્પન્ન થયેલા) તેમજ ક્ષે ગયેલા ભરતના વંશના (અનેક) રાજર્ષિઓની વાત કહી, તે અષ્ટાપદ ”—૧૪ परिखासागरमकरन् , 'सागराः' सागराशया यत्र । परितो रक्षितिकृतये, स० ॥ १५ ॥ (આનું માહાતમ્ય સાંભળીને) સમુદ્રના જેવા ( ગંભીર) આશયવાળા સગરના પુત્રોએ જેની ચારે બાજુએ રક્ષણ કરવાને માટે ખાઇરૂપ સમુદ્ર (અર્થાત્ સમુદ્રના જેવી ૧૦૦૦ ચોજન ઊંડી ખાઈ) બનાવી, તે અષ્ટાપદ”—૧૫ क्षालयितुमिव स्वैनो, जैनो यो गङ्गया श्रितः परितः । सन्ततमुल्लोलकरैः, स० ॥ १६ ॥ “નિરન્તર ઊંચા ઉછળતા ચપળ (તરંગરૂપી) હસ્ત વડે જાણે પોતાના પાપનું પ્રક્ષાલન કરવાને માટે (ઈચ્છા રાખતી) હોય તેમ ગંગા નદી)એ જે જિન–સંબંધી ગિરિરાજને ચારે બાજુથી આશ્રય લીધો, તે અષ્ટપદ—૧૬ यत्र जिनतिलकदानाद्, 'दमयन्त्या'ऽऽपे कृतानुरूपफलम् । भालस्वभावतिलकं, स० ॥१७॥ જ્યાં (ચોવીસે) જિનેશ્વરોને (મણિમય) તિલક અર્પણ કરવાથી (ચડાવવાથી) દમયતી તે કાર્યના યથાર્થ ફળ તરીકે પોતાનાજ લલાટમાં સ્વાભાવિક તિલકને પામી, તે અષ્ટાપદ ”-૧૭ यमकूपारे कोपात् , क्षिपन्नलं 'वालिग्नांऽह्रिणाऽऽक्रम्य । आरावि 'रावणो'ऽरं, स० ॥१८॥ “જે ગિરિરાજને કોધથી સમુદ્રમાં ફેંકવા તૈયાર થયેલા રાવણને વાલિ (મુનીશ્વરે) ચરણ વડે (પર્વતને) દબાવીને અતિશય બૂમ પડાવી, તે અષ્ટાપદ”—૧૮ भुजतन्त्र्या जिनमहक-लकेन्द्रोऽवाप यत्र 'धरणे'न्द्रात् । विजयामोघां शक्तिं, स० ॥१९॥ “હાથરૂપી વીણા વડે (અર્થાત્ વિણાને તાર તૂટી જતાં તે સ્થળે પોતાના હાથની નસ ૧ સિંહને પણ હણનારું આઠ પગવાળું જાનવર. २ अकूपारोदध्यर्णवाः (अभि० का० ४, श्लो० १३९)। ઋષભ૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy