SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રાષભપંચાશિકા, [ શીખનN“જે “અષ્ટાપદને વિષે અષ્ટાપદ પ્રમુખ લાખ દોષોને દૂર કરનાર તેમજ સુવર્ણ સમાન (કાન્તિવાળા) 8ષભ(દેવ) (નિવૃત્ત) થયા, તે “અષ્ટાપદ ગિરિરાજ જ્યવંત વર્તે છે.”—૨ 'ऋषभ'सुता नवनवति-'र्बाहुबलि'प्रभृतयः प्रवरयतयः । यस्मिन्नभजन्नमृतं, स० ॥३॥ મુનિઓને વિષે ઉત્તમ એવા ગષભ(દેવ)ના બાહુબલિ પ્રમુખ ૯ પુત્રો જ્યાં અમૃત (પદને પામ્યા, તે અષ્ટાપદ”–૩ अयुजुर्निवृतियोग, वियोगभीरव इव प्रभोः समकम् । यत्रर्षिदशसहस्राः, सः ॥ ४ ॥ જાણે પ્રભુના વિયોગથી ભયભીત બન્યા હોય તેમ પ્રભુની સાથેજ દશ હજાર મુનિઓ જ્યાં નિર્વાણ-યોગથી યુક્ત થયા (અર્થાત્ મોક્ષપદને પામ્યા), તે અષ્ટાપદ– यत्राष्ट पुत्रपुत्रा, युगपद् 'वृषभेण नवनवतिपुत्राः । समयैकेन शिवमगुः, स० ॥ ५ ॥ જ્યાં વૃષભ(દેવ)ની સાથે તેમના ૯ પુત્રો તેમજ આઠ પત્રો સમકાલે એકજ સમયમાં મોક્ષે ગયા, તે અષ્ટાપદ –૫ रत्नत्रयमिव मूर्त, स्तूपत्रितयं चितित्रयस्थाने । यत्रास्थापयदिन्द्रः, स० ॥ ६ ॥ “(ઋષભ દેવન, ગણધરની અને અન્ય મુનીશ્વરોની એમ) ત્રણ ચિતાના સ્થાનમાં જાણે મૂર્તિમતી રત્નત્રયી હોય તેવા ત્રણ સ્તૂપો જ્યાં ઈન્દ્ર સ્થાપન કર્યા (રચ્યા), તે અષ્ટાપદ”— सिद्धायतनप्रतिमं, 'सिंहनिषद्येति यत्र सुचतुर्दाः । 'भरतो'ऽरचयञ्चैत्यं, स० ॥ ७ ॥ - “સિદ્ધાયતન (શાશ્વત જિન-મંદિર) જેવું તથા સુન્દર ચાર દ્વારવાળું એવું “સિંહનિષવા એ (નામનું) ચૈત્ય જ્યાં (ઋષભનાથના પુત્ર) ભરતે રચાવ્યું, તે અષ્ટાપદ”—૭ यत्र विराजति चैत्यं, योजनदीर्घ तदर्धपृथुमानम् । क्रोशत्रयोच्चमुच्चैः, स० ॥ ८ ॥ જ્યાં એક યોજન લાંબું અને તેનાથી અડધા પહોળા માપવાળું (અર્થાત્ અડધો યોજના પહોળું) તેમજ ત્રણ કોશ ઊંચું એવું ચૈત્ય ઉચ્ચ પ્રકારે શોભે છે, તે અષ્ટાપદ–૮ यत्र भ्रातृप्रतिमा, व्यधाच्चतुर्विशतिं जिनप्रतिमाः । 'भरतः सात्मप्रतिमाः, स० ॥९॥ જ્યાં ભારતે પોતાની પ્રતિમાની સાથે સાથે પોતાના (૯) બંધુઓની પ્રતિમાઓ તેમજ (આ અવસર્પિણના) ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ રચાવી, તે અષ્ટાપદ”—૯ स्वस्वाकृतिमितिवर्णा-कवर्णितान् वर्तमानजिनबिम्बान् । 'भरतो' वर्णितवानिह, स०॥१०॥ પોતપોતાનાં આકાર, (દેહનું) પ્રમાણ, વર્ણ અને લાંછનથી વર્ણન (યુક્ત) એવી વર્તમાન તીર્થકરોની પ્રતિમાઓને જ્યાં ભારતે સ્થાપન કરી સ્તુતિ કરી, તે અષ્ટાપદ”—૧૦ ૧ જોકે શબ્દ-ચિન્તામણિ કોશમાં “અષ્ટાપદને અર્થ શેતરંજ વિગેરેનો પટ એમ કરવામાં આવ્યો છે, પરંતુ અત્ર અષ્ટાપદને અર્થ વૃત કરવો. કેમકે દશવૈકાલિકની હારિભદ્રીય વૃત્તિના ૧૧૭મા પત્રાંકમાં અervહું ચૂત એવો સ્પષ્ટ ઉલ્લેખ છે એટલે આ અર્થ કરવામાં વાંધો જણાતો નથી. - ૨ પ્રથમ તીર્થંકર નાભિનન્દનનાં વૃષભ અને વૃષભ એમ બે નામો છે. એ વાતની અભિધાનચિન્તામણિના પ્રથમ કાર્ડને ર૯ શ્લોક સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “મો વૃઘમ શ્રેયાન્, ચાતરતનિરરતઃ | सुविधिस्तु पुष्पदन्तो, मुनिसुव्रतसुव्रतौ तुल्यौ ॥" ૩ સમકાલે ૧૦૮ જીવો મોક્ષે ગયા એ જૈન શાસ્ત્રમાં ગણાવેલાં દશ આશ્ચર્યો પૈકી એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy