SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઋષભપંચાશિકા. [ શ્રીધનવાન ઉદ્યોત (પ્રકાશ) થઈ રહે છે. આ પ્રમાણે પ્રથમ તીર્થંકરનો જન્મ અર્ધ કાલ-ચક્રરૂપ આ અવર્કાર્પણીના ત્રીજા આરામાં થતાં આ આરો કૃષ્ણ ચક્રના સુવર્ણમય આરાની જેમ દીપી રહ્યો, જ્યારે તેની પૂર્વેના એ અને છેવટના બે એમ ચાર આરાઓ તો નિસ્તેજ રહ્યા. અવસર્પિણીનું દિગ્દર્શન— જેમ હિંદુ શાસ્ત્રમાં કાળના નિમેષ, કાણ, કલા, મુહૂર્ત, દિવસ, માસ, વર્ષે, યુગ, બ્રહ્માનો દિવસ તેમજ તેનો અહોરાત્ર ઇત્યાદિ અનેક વિભાગો ૫વામાં આવ્યા છે, તેમ જૈન શાસ્ત્રમાં પણ તેના અનેક વિભાગો નજરે પડે છે. આ પૈકી કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને ‘સમય’ કહેવામાં આવે છે, જ્યારે તેના મોટામાં મોટા વિભાગને “પુદ્ગલપરાવર્ત’ કહેવામાં આવે છે. ખાકીના વિભાગોનાં આવલિ, મુહૂર્ત, પ્રહર, દિવસ, અહોરાત્ર, માસ, ઋતુ, અયન, વર્ષે, યુગ, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ નામો છે. દશ કોડાકોડી સાગરોપમ જેટલા કાલ–વિભાગને અર્ધ કાલ-ચક્ર' કહેવામાં આવે છે. આવા જે કાલ–વિભાગ દરમ્યાન રૂપ, રસ, ગંધ, શરીર, આસુષ્ય, મળ ઇત્યાદિમાં વધારો થતો જાય, તે કાલ–વિભાગને ‘ઉત્સર્પિણી’ કહેવામાં આવે છે, જ્યારે જે દરમ્યાન રૂપાદિકમાં ઘટાડો થતો જાય, તે અવર્ષિણી' કહેવાય છે. આ વાતની પ્રવચનસારેાદ્વારના ૧૬૦મા અને ૧૬૨મા દ્વારની વૃત્તિની નીચે મુજબની પંક્તિઓ સાક્ષી પૂરે છેઃ "अव सर्पति हीयमानारकतया अवसपर्यति वाऽऽयुष्कशरीरादिभावान् ह्रापयतीत्यवसर्पिणी', तथा उत्सर्पति-वर्धतेऽरकापेक्षया उत्सर्पयति वा भावानायुष्कादीन् वर्धयतीत्युत्सर्पिणी. " આ પ્રમાણે કાલ-ચક્રના ઉત્સર્પિણી અને અવાર્પણી એમ બે વિભાગો પડે છે અને કાળની અપેક્ષાએ આ દરેકનું માપ દશ કોડાકોડી સાગરોપમ છે. એક ઉત્સર્પિણી પૂર્ણ થાય કે તરતજ અવર્સાપણીનો પ્રારંભ થાય છે અને તે પૂર્ણ થતાં ઉત્સર્પિણીની શરૂઆત થાય છે. વળી આનો અન્ત આવતાં અવસર્પિણીની શરૂઆત થાય છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં અનન્ત ઉત્સ ૧ આપણાં ચાર અમજ અને બત્રીસ કરોડ વર્ષ જેટલો બ્રહ્માનો દિવસ છે. આને ‘કલ્પ’ પણ કહેવામાં આવે છે. આટલા કાળમાં દેવોના એક હજાર યુગ પૂરા થાય છે. દેવોના બાર હજાર વર્ષ તે દેવોનો એક યુગ કહેવાય છે, જ્યારે દેવોનું એક વર્ષ તે મનુષ્યનાં ૩૬૦ વર્ષોં ખરાબર છે. ૨ હિંદુ શાસ્ત્રમાં કાળના એક મોટા વિભાગને બ્રહ્માના અહોરાત્ર તરીકે ઓળખાવવામાં આવે છે તે પણ આની આગળ કશી ગણત્રીમાં નથી, કેમકે તેનું માપ તો આઠ અમજ ચોસેઠ કરોડ વર્ષ જેટલુંજ છે. આનું સ્થૂલ સ્વરૂપ શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગના ૮૪ મા તથા ૮૫ મા પૃષ્ઠમાં આપેલું છે. ૩ ત્રણ ઋતુ અથવા છ માસ જેટલા કાળને ‘અયન' કહેવામાં આવે છે. ૪ પાંચ વર્ષ જેટલા કાળને ‘યુગ' કહેવામાં આવે છે. તેમાં એ ૧૩ માસવાળાં યાને અભિધત વર્ષો આવે છે. ૫ આની સ્થલ રૂપરેખા ૧૩મા પૃષ્ઠમાં આલેખવામાં આવી છે. ૬ સાગરોપમના સૂક્ષ્મ અને આદર એવા એ પેટા વિભાગોવાળા જે ઉદ્દાર, અહ્વા અને ક્ષેત્ર એમ ત્રણ પ્રકારો પડે છે તે પૈકી પ્રસ્તુતમાં સાગરોપમથી ‘સૂક્ષ્મ-અદ્ધા-સાગરોપમ’ સમજવાનો છે. આ વાતનું તત્ત્વાર્થધિગમસૂત્ર (અ૦ ૪, સૂ૦ ૧૫)નું ભાષ્ય સમર્થન કરે છે. ૭ હિંદુ શાસ્ત્રમાં કાળના કૃત, શ્વેતા, દ્વાપર અને કલિ એમ અનુક્રમે ચાર વિભાગો પાડ્યા છે (આ પ્રત્યેક વિભાગને ‘યુગ’ કહેવામાં આવે છે). આ ચાર યુગો પૂર્ણ થતાં પુનઃ કૃતાદિકનો, નહિ કે કલિ પ્રમુખનો પ્રારંભ થાય છે એ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy