SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર ઋષભપંચાશિકા [ afterartes સુગુરૂનાં લક્ષણોની સ્થૂલ રૂપરેખા આલેખી સંતોષ માનવામાં આવે છે. આ સંબંધમાં શ્રીહેસચન્દ્રાચાર્યે કહ્યું છે કે— “મહાવ્રતધા થી, મૈક્ષમાત્રોપણીવિનઃ । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥" —યાગશાસ્ત્ર (સ૦ ૨, શ્લો૦ ૮) અર્થાત્ ( અહિંસાદિક ) મહાવ્રતોને ધારણ કરનારા, (અનુકૂળ તેમજ પ્રતિકુળ ઉપસોંને સહન કરવામાં) ધીર, (મધુકરી વૃત્તિથી 'સર્વસમ્પત્યુરી) ભિક્ષા કરી જીવન ગુજારનારા, સમભાવમાં રહેનારા તેમજ ધર્મોપદેશ આપનારા એવા (મહાત્માઓ)ને ગુરૂઓ માનેલા છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે બ્રહ્મચર્ય પાળનારા, પરિગ્રહથી વિમુખ, શત્રુ તેમજ મિત્ર તરફ સમાન દૃષ્ટિએ જોનારા, ધર્મોપદેશ આપવામાં પોતાનો સમય ગાળનારા એવા જનો ગુરૂપદને લાયક ગણાય છે. આ ગુણો જેનામાં સંપૂર્ણ રીતે ઝળહળી રહ્યા હોય તે મહાત્માને ‘જગદ્ગુરૂ’ કહેવામાં જરાએ વાંધો નથી. માકી લાડી, વાડી અને ગાડીમાં મશગૃળ, નાટકચેટક જોવામાં ભાગ લેનારા, દુશ્મનોનું નિકન્દન કાઢવામાં રસ લેનારા, દાંભિક વૃત્તિએ જીવન ગાળનારા, માર્મિક વચનો ઉચ્ચારનારા, પોતાના ભક્તોને પણ ધાર્મિક ઉપદેશ આપવામાં પાછી પાની કરનારા એવાને સુગુરૂ ન કહી શકાય, તો જગદ્ગુરૂ તો કેમજ કહેવાય ? ઉત્પ્રેક્ષા આ પદ્ય ‘ઉત્પ્રેક્ષા' અલંકારથી શોભી રહ્યું છે. ‘ઉત્પ્રેક્ષા' અલંકારનું લક્ષણ એ છે કે " कल्पना काचिदौचित्याद्, यत्रार्थस्य सतोऽन्यथा । द्योतितेवादिभिः शब्द-रुत्प्रेक्षा सा स्मृता यथा ॥" —વાગ્ભટાલંકાર (૫૦ ૪, શ્લો૦ ૯૦) અર્થાત્ વિદ્યમાન અર્થની યોગ્યતાથી અન્ય કોઈ ‘ઇવ' (જાણે) વગેરે શબ્દથી ઘોતિત કલ્પના તે ઉત્પ્રેક્ષા' છે. 法 法 ૧ ભિક્ષા ત્રણ પ્રકારની છે—(૧) સર્વસમ્પકરી, (ર) પૌરૂષન્ની અને (૩) વૃત્તિ-ભિક્ષા. આ વાતની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ભિક્ષાષ્ટકનો નિમ્નલિખિત પ્રથમ શ્લોક સાક્ષી પૂરે છે. કેમકે તેમાં કહ્યું છે કે— “સર્વસમ્પવારી ચૈન્ના, પૌપન્ની તથાડપરા । वृत्तिभिक्षा च तत्त्वज्ञै - रिति भिक्षा त्रिधोदिता ॥" એના દ્વિતીય શ્લોકમાં સર્વસમ્પર્કરી બિક્ષાનું સ્વરૂપ આલેખેલું હોવાથી તે અત્ર નીચે મુજબ આપવામાં આવે છે:— Jain Education International “यतिर्थ्यांनादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ॥” ૨ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ યોગશાસ્ત્રની વૃત્તિ તેમજ ગુરૂતત્ત્વવિનિશ્ચય, આ ઉપરાંત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, ધર્મસંગ્રહ, ધર્મખિન્દુ, ધર્મરતપ્રકરણ, પંચસૂત્ર, પંચવસ્તુ વિગેરે ગ્રન્થોમાં પણ આનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy