SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. અને નાભિ એમ સાત કુલકરો થયા છે. આ બધાએ કુલકરો યુગલિક ધર્મને અનુસરનારા, વઋષભનારાંચ નામના સર્વોત્તમ સંહનનવાળા તેમજ સમચતુસ્ર નામના ઉત્તમ સંસ્થાનવાળા હતા. અલ્પ રાગ-દ્વેષવાળા હોઇ પ્રાયઃ યુગલિકો દેવગતિગામી હોવાથી તે સર્વે મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. પ્રથમ કુલકરના શરીરની ઊંચાઇ ૯૦૦ ધનુષ્ય જેટલી હતી. બીજાની એથી ઓછી, ત્રીજાની એથી પણ ઓછી હતી, જ્યારે સાતમા કુલકર નાભિ રાજાના શરીરની ઊંચાઇ તો પરપ ધનુષ્ય જેટલી હતી. એ પ્રમાણે આયુષ્ય પણ એક કુલકરનું તેની પહેલાના કુલકર કરતાં ઓછું હતું. પ્રથમ કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગે હતું, જ્યારે સાતમા કુલકરનું આયુષ્ય તો સંખ્યાત પૂર્વનું હતું. જેટલું આયુષ્ય કુલકરનું હોય છે તેટલુંજ આયુષ્ય તેમની પત્નીનું પણ હોય છે એ નિયમ પ્રમાણે સાતમા કુળકરની પત્ની મરૂદેવીનું આયુષ્ય પણ સંખ્યાત પૂર્વનું હતું. તેમનાં સંહનન, સંસ્થાન અને ઊંચાઇ પણ પ્રાયઃ નાભિ રાજાના જેટલાં હતાં. પ્રથમના છ કુલકરોની પત્નીએ નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇ, ત્યારે સાતમા કુલકરના પત્ની અને તીર્થંકર શ્રીૠષભદેવના જનની મરૂદેવી તે આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ ખંડ–નીતિઓ પૈકી પ્રથમ નીતિનો ઉપયોગ પ્રથમના એ કુલકરોના સમયમાં, પહેલી અને બીજીનો ત્રીજા અને ચોથાના સમયમાં અને ત્રણેનો ઉપયોગ પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં કરવામાં આવ્યો હતો. આયુષ્યના સમયના દેશ ભાગો કલ્પવામાં આવે તો તેમાંના પ્રથમ અને અન્તિમ ભાગ સિવાયના મધ્યના આઠ ભાગ જેટલો સમય કુલકર પદવી ભોગવનારા નાભિ કુલકરને ઋષભદેવ નામના પુત્ર અને (તેમની સાથે ઉત્પન્ન થયેલી ) સુમંગલા નામની પુત્રી એમ બે સંતાન હતા. સર્વાર્થસિદ્ધ જૈન શાસ્ત્રમાં ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ જે ચાર પ્રકારના દેવોના ભેદો પાડવામાં આવ્યા છે તેમાં વૈમાનિક દેવો શ્રેષ્ઠ છે. આ દેવોમાર દેવલોક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં રહે છે. આ સ્થાનો એક એકથી શ્રેષ્ઠ છે. ‘સવાર્થસિદ્ધ' એ વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ નામનાં પાંચ અનુત્તર વિમાનો પૈકી એક છે. આ સર્વોત્તમ વિમાન છે. એ સર્વ દેવસ્થાનોમાં શ્રેષ્ઠ છે. એ વિમાનમાં વસનારા દેવ પણ સર્વાર્થસિદ્ધના નામથી ઓળખાય છે અને તેના વ્યુત્પત્તિ-અર્થ ઉપરથી જોઇ શકાય છે તેમ ૧ આની સ્થુલ રૂપરેખા સ્તુતિ-ચાવંશતિકા ( પૃ૦૮)માંથી મળશે. ૨ સંહનન એટલે શરીરનો બાંધો. ૩૯ ૩ આની માહિતી માટે જુઓ વીર-ભક્તાઅર (પૃ૦૮૭–૮૮). ૪ જુઓ આવશ્યક–નિયુક્તિની ૧૫૭ મી ગાથા. ૫ પલ્યોપમના સ્વરૂપ માટે જુઓ ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લેાકપ્રકાશનો પ્રથમ સ. ૬ ભવનપતિના દશ ભેદા પૈકી એક. છુ આ દંડ–નીતિઓની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦૮)માં આલેખવામાં આવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy