SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગષભપંચાશિકા [ શ્રીધનધર્મને વિષે રૂચિમાત્ર કરે, શ્રીચિનોક્ત ધર્મ પ્રમાણે ક્રિયા કરવાની ઈચ્છા રાખે, પરંતુ ભારે કમી હોવાથી તેવાં અનુષ્ઠાન કરી ન શકે, તેને “રોચક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું જાણવું. અર્થાત્ યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારૂં સમ્યત્વ રોચક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. શ્રેણિક નૃપતિને આવું સભ્યત્વ હતું. પોતે મિથ્યાદિષ્ટિ અભવ્ય કે દુર્ભવ્ય હોવા છતાં પણ અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવંત કરે અન્ય જીવો ઉપર તવન યથાર્થ પ્રકાશ પાડે તે જીવનું સમ્યકત્વ “દીપક સમ્યકત્વ છે. દીપક સમ્યક્ત્વધારીને અંતરંગ શ્રદ્ધા હોય નહિ; તે તો દાંભિક વૃત્તિએ કાર્ય કરે, પરંતુ તેમ છતાં પણ તે બીજાઓ ઉપર તત્વને યથાર્થ પ્રકાશ પાડે, એ તેની ખુબી છે. મિથ્યાત્વથી વાસિત હદયવાળો હોઈ કરીને પણ અન્ય જીવોને યથાર્થ માર્ગ ઉપર એ પ્રીતિવાન બનાવે છે, વાસ્તે આવા જીવને દીપક સભ્યત્વવાળે કહેવામાં આવે છે. આવો જીવ અન્ય જીવની સમ્યકત્વ-પ્રાપ્તિનો હેતુ હોવાથી, તેને સમ્યત્વધારી કહેવામાં આવે છે. આ કારણમાં કાર્યના ઉપચારનું દૃષ્ટાન્ત છે. વિશેષમાં આ દીપક સભ્યત્વથી યુક્ત પ્રાણીને “મસાલચીની ઉપમા આપી શકાય તેમ છે; કેમકે જેમ મસાલચીના પોતાના હાથમાં બળતી–પ્રકાશક “મસાલ” હોવા છતાં તે પોતે તો અંધારામાં જ રહે છે, અર્થાત્ તે મસાલથી તે અન્ય જીવો ઉપરજ, નહિ કે પોતાના ઉપર પ્રકાશ પાડી શકે છે, તેવી રીતે આ પ્રાણી જિનપ્રરૂપિત તત્ત્વોને વિષે અંતરંગ શ્રદ્ધાન રહિત હોઈ કરીને પણ અન્ય જીવોના ઘટમાં પ્રકાશ પાડે છે એટલે કે તેમને આ તો તરફ રૂચિ-શ્રદ્ધાન ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે શાસનન્નતિનું કાર્ય કરતા હોવાથી, તે પ્રાણને ઉપચારથી સમ્યકત્વયુક્ત કહેવામાં આવે છે. આવું સભ્યત્વ અંગારમર્દૂકાચાર્યને હતું. બીજી રીતે સમ્યત્વના પડતા ત્રણ વિભાગો પરત્વે આપણે ઉલ્લેખ કરી ગયા હોવાથી, અત્ર તે સંબંધમાં કંઈ વિચારવાનું બાકી રહેતું નથી છતાં પણ અત્ર એટલું કહેવું વધારે પડતું નહિ ગણાય કે ક્ષાયિકાદિક ત્રણ પ્રકારનું સમ્યત્વ તેનાં આવરણરૂપ કર્મને ક્ષયાદિકથી થાય છે. અર્થાત્ યથાર્થ દર્શન આવૃત કરનારા દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓનો તેમજ ચાર અનન્તાનુબન્ધી કષાયોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યત્વ “ક્ષાયિક કહેવાય છે. આ સાતે પ્રકતિઓનાજ ઉપશમથી ઉદ્દભવતું સમ્યકત્વ “પશર્મિક કહેવાય છે; જ્યારે એના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યત્વ “ક્ષાયોપથમિક કહેવાય છે. સમ્યકત્વના ચાર પ્રકારે ક્ષાપશમિક, ઔપથમિક અને ક્ષાયિક એ ત્રણ સભ્યત્વમાં “સાસ્વાદન સમ્યકત્વ ઉમેરતાં સમ્યત્વના ચાર ભેદો થાય છે. ઉપશમ-સમ્યકત્વમાંથી પતિત થઈને મિથ્યાષ્ટિરૂપ પ્રથમ ગુણસ્થાનક પર જતાં આ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ પુરૂષને ગોળ ખાધા પછી વમન થાય તો પણ તેને કંઈ ગળચટો પરંતુ અનિચ્છિત સ્વાદ લાગે તેમ ઉપશમ-સમ્યકત્વથી પડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy