SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિરતિ ] ऋषभपश्चाशिका. પરના ઉપદેશની નિરપેક્ષતાને નિસર્ગ કહેવામાં આવે છે, જ્યારે પરના ઉપદેશની અપેક્ષા તે અધિગમ કહેવાય છે. “નિસર્ગ શબ્દનો અર્થ “સ્વભાવ થાય છે. તેથી નિસર્ગ-સમ્યકત્વનો અર્થ સ્વાભાવિક સમ્યકત્વ અર્થાત્ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ સભ્યત્વે એમ થાય છે. આથી કોઈને શંકા ઉત્પન્ન થાય કે સ્વાભાવિક રીતે વળી સમ્યકત્વ મળે ખરું કે? આના સમાધાનાર્થે ત્રણ દૃષ્ટાંતો વિચારીએ. ધારો કે કોઈ વટેમાર્ગ ભૂલો પડ્યો છે તો એ બનવા જોગ છે કે ભમતાં ભમતાં પણ અર્થાત્ કોઈને પણ માર્ગ પૂછળ્યા વિના પણ તે ખરા માર્ગ ઉપર આવી જાય. કોઈકની બાબતમાં એમ પણ બને કે તે ગમે તેટલો પોતે પ્રયત્ન કરે તો પણ ખરો રસ્તો તેને જડેજ નહિ. જ્યારે ખરા માર્ગનો જાણકાર કોઈ મળી આવે અને તે દ્વારા તેને યથાર્થ માર્ગનું ભાન થાય, ત્યારે તેનું કાર્ય સરે. આ પ્રમાણે જવરથી પીડિત હોય એવા કોઈ પુરૂષનો જવર ઔષધિના સેવન વિના પણ જતો રહે અને કોઈક વખતે એમ પણ બને કે ઔષધિનું પાન કર્યાથીજ તેને તે જ્વર જાય. એવી રીતે એમ પણ બનવા જોગ છે કે કોદ્રવ નામનું ધાન્ય ઘણુ કાલે સ્વયમેવ નિર્મદન (મયણ રહિત) બની જાય અથવા તો છાણ વિગેરેના પ્રયોગથી તે તેવું બને. આ દૃષ્ટાંતો ઉપરથી જોઈ શકાય છે કે પરની અપેક્ષા વિના પણ કાર્યસિદ્ધિ થઈ શકે છે. આ પ્રમાણે સમ્યવત્ની પ્રાપ્તિ (૧) સ્વાભાવિક રીતે–અરે ખુદ તીર્થંકરની પણ સહાય લીધા વિના અથવા તો (૨) સદ્ગુરૂના ઉપદેશથી પણ થઈ શકે છે. પ્રથમ પ્રકારથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વને “નિસર્ગ-સમ્યકત્વ અને દ્વિતીય પ્રકારથી મળેલ સમ્યકત્વને અધિગમસમ્યફત્વ સંબોધવામાં આવે છે. અર્થાત્ કોઈ શુકલપક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત, શરમાવર્તિ, ચરમકરણ એવો ભવ્ય જીવ સહેજે આપોઆપ ઉહાપોહ કરતાં જે સભ્યત્વ સંપાદન કરે તે ‘નિસર્ગ-સમ્યત્વ' છે, જ્યારે પૂર્વોત કાલાદિક યોગ્યતા હોવા છતાં પણ સલ્લુરૂના ઉપદેશનું શ્રવણ કર્યાથી જ જે જીવ અનાદિકાલની પોતાની ભૂલ મટાડી દેવ, ગુરૂ અને ધર્મના યથાર્થ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન્ બને, તેનું સમ્યત્વ “અધિગમ-સમ્યકત્વ” કહેવાય છે. સમ્યકત્વના ત્રણ પ્રકારે કારક, રોચક અને દીપક તેમજ ક્ષાપથમિક, પથમિક અને ક્ષાયિક એમ બન્ને પ્રકારે સભ્યત્વના ત્રણ ત્રણ ભેદો પડે છે. જિનેશ્વરે જેવા વિધિ-માર્ગ પ્રકાશ્યો છે તે વિધિમાર્ગને, જિનેશ્વરની આજ્ઞાના પરિપાલનપૂર્વક અમલમાં મૂકનારનું સમ્યકત્વ “કારક સમ્યત્વ કહેવાય છે. અર્થાત્ યથાર્થ તત્વ શ્રદ્ધાન પ્રમાણે આગમોક્ત શૈલીપૂર્વક દાન, પૂજા, વ્રત વિગેરે યોગ્ય આચરણ હોય તો તે “કારક સભ્યત્વ છે. આવું સભ્યત્વ વિશુદ્ધ ચારિત્રવાનને હોય છે. ૧ નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ એ બધા એકાઈક શબ્દો છે. ૨ જેને સંસારમાં અર્ધ પુગલ-પરાવર્તન કરતાં ઓછો કાળ પરિભ્રમણ કરવાનું બાકી રહેલું હોય તે જીવને “શુકલપક્ષી” કહેવામાં આવે છે, જ્યારે એથી વિપરીત પ્રકારના જીવને “કૃષ્ણપક્ષી” કહેવામાં આવે છે. શુક્લપક્ષીનું સ્થલ સ્વરૂપ વીર-ભક્તામર (પૃ૦ ૮૪-૮૫)માંથી મળી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy