SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા [ શ્રીધનાજી મનુષ્યગતિમાં, ત્યાંથી વળી મરણ પામીને વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચવીને આ ભારતવર્ષમાં ગંગાદ્વાર પુરના સ્વામી જિતશત્રુ રાજાના અસમ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને તે ભવમાં તીર્થંકરનામકર્મના વિપાકોદયનો અનુભવ કરી મોક્ષે સિધાવશે. સમ્યક્ત્વના પ્રકારો શાસ્ત્રમાં સમ્યક્ત્વના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે. જેમકે સમ્યક્ત્વ એક, બે, ત્રણ, ચાર અને પાંચ પ્રકારનું પણ સંભવે છે. જિનેશ્વરોએ પ્રરૂપિત કરેલાં તત્ત્વો પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમ્યક્ત્વ છે. અર્થાત્ ભગવતીસૂત્રમાં કહ્યું છે તેમ “ તમેવ સર્ચ નિશ્ચંદ્ર ન નિભેદિ વેચ ' એટલે કે સકલ દોષરહિત અને સમસ્ત ગુણ સંપન્ન એવા જિનેશ્વરોએ જે તત્વ પ્રકાશ્યું છે તે સહજ છે, એવી ચિરૂપ સમ્યક્ત્વ તે આ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના બે પ્રકારો ત્રણ રીતે પડે છેઃ—(૧) દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ; (૨) નિશ્ચય-સમ્યક્ત્વ અને વ્યવહાર-સમ્યક્ત્વ; અને (૩) નિસર્ગ-સમ્યક્ત્વ અને અધિગમ-સમ્યક્ત્વ. દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ--- ૩૦ જિનેશ્વરે પ્રરૂપેલાં તત્ત્વા સત્યજ છે એ વાતનો પરમાર્થ નહિ જાણવા છતાં પણ શ્રદ્ધા કરનારાના સમ્યક્ત્વને ‘દ્રવ્ય-સમ્યક્ત્વ’ સમજવું. પરંતુ પરમાર્થના જાણકારના સંબંધમાં તો આવું સમ્યક્ત્વ ‘ ભાવ-સમ્યક્ત્વ ” સમજવું; કેમકે આ ભાવ-સમ્યક્ત્વધારી પ્રાણી જીવાદિક સસ પદાર્થોને નય, નિક્ષેપ, સ્યાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને ત્યાર પછી તેને વિષે શ્રદ્ધા રાખે છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે ત્રણ પ્રકારનાં સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો દ્રશ્યસમ્યક્ત્વમાં સમાવેશ થાય છે જ્યારે ઔપમિક અને ક્ષાયિકનો ભાવ-સમ્યક્ત્વમાં અંતર્ભાવ થાય છે, કેમકે પ્રથમ સમ્યક્ત્વ તો પૌદ્ગલિક છે, જ્યારે બાકીનાં એ તો આત્મિક છે એમ માનવું ભૂલ ભરેલું છે, કેમકે ‘દ્રવ્ય ’ સમ્યક્ત્વમાંના ‘ દ્રવ્ય ’શબ્દથી અત્ર ‘પુદ્ગલ' અર્થ કરવાનો નથી. વળી આ દ્રવ્ય-સમ્યક્ત્વ અપ્રમત્ત નામના સાતમા ગુરુસ્થાનકમાં પણ સંભવે છે. નિશ્ચય-સમ્યક્ત્વ અને વ્યવહાર–સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્માના શુદ્ધ પરિણામને ‘નિશ્ચય-સમ્યક્ત્વ’ જાણવું. આત્મા અને તેના ગુણો કંઈ જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે; કેમકે અભેદ પરિણામે પરિજીત થયેલો આત્મા તે તદ્ગુણ રૂપજ કહી શકાય. જેવું જાણ્યું તેવોજ ત્યાગભાવ જેને હોય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હોય તેવા સ્વરૂપોપયોગી જીવનો આત્મા તેજ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદભાવે શરીરમાં રહ્યો છે, માટે રક્ષત્રયના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને ‘નિશ્ચય-સમ્યક્ત્વ' કહીએ. સાધુ-દર્શન, જિન-મહોત્સવ, તીર્થ યાત્રાદિક હેતુથી ઉત્પન્ન થતાં સમ્યક્ત્વને ‘વ્યવહાર–સમ્યક્ત્વ’ કહેવામાં આવે છે. ખાકી રહેલાં નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વનો વિચાર કરતાં પૂર્વે નિસર્ગ અને અધિગમના અર્થ વિચારી લઇએ. ૧ આચા— Jain Education International तदेव सत्यं निःशङ्कं यत् जिनैः प्रवेदितम् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy