SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દિતિ] ऋषभपश्चाशिका. આવું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તો જે ગતિના આયુષ્ય સંબંધી બંધ થયો હોય, તે ગતિમાં જવું પડે અને તે પણ બીજી કોઈ ગતિ નહિ પણ ત્રણ નરક, વૈમાનિક દેવગતિ અને અસંખ્ય વર્ષાયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાંનીજ કોઈ પણ ગતિ સમજવી. અને જે પરભવનું આયુષ્ય ન બંધાયું હોય, તો તો ક્ષાયિક સમ્યકત્વધારી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપીને સર્વોત્કૃષ્ટ પંચમ ગતિને અર્થાત્ તેજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે. ક્ષાયિક સમ્યકત્વ કેટલા ભવમાં મોક્ષે જાય?— આપણે ઉપર જોઈ ગયા તેમ જે પરભવના આયુષ્યનો બંધ થયો ન હોય, તો તો તેજ ભવમાં ક્ષાયિક સમ્યકત્વધારી મોક્ષે જાય, નહિ તો જે ભવમાં આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે ભવથી ઘણું ખરું તો ત્રીજે ભવે કે ચોથે ભવે જરૂરજ મોક્ષે જાય અને કવચિત પાંચમે ભવે પણ જાય. પરંતુ આથી વિશેષ ભવો તો તેને નજ કરવા પડે એ નિઃસંદેહ વાત છે. છેક પાંચમે ભવે મુક્તિ-રમણને વરનારા તરીકે શાસ્ત્રમાં શ્રીકૃષ્ણ વાસુદેવ અને દુષ્પસહસૂરિજીનાં બે ઉદાહરણ મોજુદ છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એ કર્મપ્રકૃતિની ૩૨ મી ગાથાના વિવરણમાં બન્ને ઉદાહરણો વિષે ઉલ્લેખ કર્યો છે, તેમજ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં (આઠમા પર્વના અગ્યારમા સર્ગના ૫૧-૫ર શ્લોકોમાં) કૃષ્ણ વાસુદેવ સંબંધી એ વાતનો નિર્દેશ કર્યો છે. વિશેષમાં આ બાબત ઉપર વસુદેવહિચ્છી પણ પ્રકાશ પાડે છે. શ્રીદુપ્રસહસૂરિના પાંચ ભવો એ તો જાણીતી વાત છે કે પ્રસહસૂરિ પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વયુક્ત આ વર્તમાન પંચમ આરાના અંતમાં દેવલોકમાંથી ઍવીને અત્ર ઉત્પન્ન થનારા છે અને અહિંથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં અને ત્યાંથી પાછા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ મોક્ષે જનાર છે. વિશેષમાં આપણે જોઈ ગયા તેમ મનુષ્યભવમાંજ આ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ સંભવે છે, તો દેવલોકમાંથી ચ્યવને દૂષ્પસહસૂરિ તરીકે જન્મ લેનારા તે આચાર્ય, દેવલોકમાં ક્ષાયિક સભ્યત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેનાજ ભવમાં ઉપાર્જન કરેલું હોવું જોઈએ અર્થાત (૧) આ મનુષ્ય તરીકેને ભવ, ત્યાર બાદ (૨) દેવ તરીકેનો, ત્યાર પછી (૩) મનુષ્યને, (૪) પછીથી દેવને અને અંતમાં (૫) મનુષ્યનો એમ તેમના પાંચ ભવો છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચ ભ– કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ વાસુદેવ તરીકેના ભાવથી પાંચમે ભવે મોક્ષે જશે, એ વાત પણ સમજી શકાય તેમ છે. જેમકે કૃષ્ણ વાસુદેવ એના એ ભવમાંથી ત્રીજી નરકમાં અને ત્યાંથી ૧ ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યા પૂર્વે જો દેવ કે નરક ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ ત્રીજે ભવે મોક્ષે જાય. અને જે જીવે અસંખ્યય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા બાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તે જીવ ચોથે ભવે મોક્ષે જાય, કેમકે યુગલકો મરણ પામીને પ્રાયઃ દેવગતિજ પામે અને ત્યાંથી અવી મનુષ્ય થઈ મોક્ષે જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy