SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ऋषभपञ्चाशिका. ૧૯ હવે જે જીવને અપૂર્વકરણ પ્રાપ્ત થયું હોય તેને જરૂરજ અનિવૃત્તિકરણ થાય એ વાત ઉપર આવીએ તે પૂર્વે એક એવો પ્રશ્ન ઊઠે છે કે જેમ (એકજ જીવ આશ્રીને ) યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર પણ થઈ શકે તેમ છે, તેવી રીતે આ અપૂર્વકરણ કે જે ભવ્ય જીવોનેજ થઈ શકે તેમ છે, તેની પ્રાપ્તિના સંબંધમાં પણ એમજ સમજવું કે કેમ? અર્થાત્ આ અપૂર્વકરણ ભવ્ય જીવને એકજ વાર પ્રાપ્ત થાય કે તેથી વધારે વાર પણ થઈ શકે ? અને જો તે અપૂર્વકરણ એકથી વધારે વાર પ્રાપ્ત થઈ શકતું હોય, તો પછી અપૂર્વકરણશબ્દથી સૂચિત થતો અર્થ કેવી રીતે ઘટી શકશે વારૂ? આના સંબંધમાં સમજવું કે કેટલાક ભવ્ય જીવને એક કરતાં વધારે વાર પણ અપૂર્વકરશુની પ્રાપ્તિ સંભવી શકે છે. કેમકે અપૂર્વકરણ પ્રાપ્ત કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરવા પૂર્વક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે કદી પણ ગુમાવી નજ બેસાય તેવું નથી, પરંતુ જેને એક વખત અપૂર્વકરણ પ્રાપ્ત થયું એટલે તે મોક્ષે તો જરૂરજ જવાનો અર્થાત્ એક વખત સમ્યક્ત્વ ગુમાવી બેસે તો પણ તેને સમ્યક્ત્વ ફરીથી મળવાનુંજ. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, તો હવે બીજી, ત્રીજી વારના અપૂર્વકરણને અપૂર્વકરણ કહેવું યોગ્ય છે કે કેમ તે પ્રશ્નનો ઉત્તર વિચારવામાં આવે છે. આ અપૂર્વકરણ ‘અપૂર્વવત્' હોવાથી ‘અપૂર્વ’ સમજવું, કારણ કે સંસાર–પરિભ્રમણ દરમ્યાન જીવને અપૂર્વકરણ કંઈ બહુ વાર મળતું નથી. અર્થાત્ આવું કરણ ક્વચિત્ જ મળે છે, વાસ્તે આને અપૂર્વકરણ કહેવું યથાર્થ છે. યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણમાં રહેલી ભિન્નતા— આપણે જોઈ ગયા તેમ અંતિમ યથાપ્રવૃત્તિકરણ સિવાયના અન્ય યથાપ્રવૃત્તિકરણો તો અંક વિનાના મીડાં જેવાં છે, કેમકે આત્મોન્નતિ કરવામાં તે અસમર્થ છે; જ્યારે અંતિમ યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ (પ્રથમ હો કે અંતિમ હો) એ બન્ને તો આત્માને ઉન્નતિના શિખર ઉપર લઈ જવાને સમર્થ છે. તેમાં પણ અપૂર્વકરણ અંતિમ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. કારણ કે યથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિ-ઘાત, રસ-ઘાત કે ગુણશ્રેણિનું પ્રવર્તન નથી તેમજ વળી આ કરણને પ્રાપ્ત થયેલો જીવ જે અશુભ કર્મો બાંધે છે, તે અશુભ કર્મના ચતુઃસ્થાનક અનુભાગને ન માંધતાં દ્વિસ્થાનક અનુભાગને બાંધે છે અને જે શુભ કર્મ ખાંધે છે, તેના દ્વિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને આંધે છે ( આ યથાપ્રવૃત્તિકરણની પૂર્વ અવસ્થા કરતાં મહત્તા સૂચવે છે ). વળી સ્થિતિ બંધ પણ પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યેય કે સંખ્યેય ભાગે ન્યૂન એવો અન્ય સ્થિતિબંધ બાંધે છે. અપૂર્વકરણના સંબંધમાં તો તે કરણમાં પ્રવેશ કરતાંની સાથેજ અર્થાત્ તે કરણના પ્રથમ સમયમાંજ જીવ સ્થિતિ-ઘાત, રસ–ઘાત, ગુણ-શ્રેણિ, અને અન્ય ( અપૂર્વ ) સ્થિતિબંધનો સમકાલે પ્રારંભ કરે છે. અનિવૃત્તિ-કરણ—— અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તમાં તેનાથી અધિક અંશે શુદ્ધ એવો અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ અધિક શુદ્ધતાને લઈને તો અપૂર્વકરણથી અનિવૃત્તિકરણને ભિન્ન ગણવામાં આવે છે. કહેવાની મતલખ એ છે કે યથાપ્રવૃત્તિકરણરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy