SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઋષભપંચાશિકા. [ શ્રીધનપાણ પણ મુક્તિ–રમણીને વરવાના છે, તેમાંથી પણ કેટલાક દીર્ધસંસારી તો હુંથી પાછા હેઠે છે. વળી કેટલાક અભવ્ય જીવોને આ સામાન્ય યથાપ્રવ્રુત્તિકરણ પ્રાપ્ત થતાં 'ચાર સામાયિકો પૈકી શ્રુતસામાયિકનો લાભ થાય છે, પરંતુ તેમને બાકીના ત્રણ સામાયિકોનો લાભ સંભવતો નથી. આ વાતને આવશ્યક-ટીકાનું નીચે મુજખનું વાક્ય ટેકો આપે છેઃ— " अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाद्यार्हदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति, न शेषलाभः ।" સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ (ભલે પછી તે ભવ્ય હોય કે અભવ્ય હોય) તેના તેજ પરિણામમાં સંખ્યાત અથવા અસંખ્યાત કાલ સુધી રહી શકે છે. તેટલો કાલ વીત્યા ખાદ ભન્ય જીવ ક્યાં તો ચડતા પરિણામવાળો અને છે એટલે કે અપૂર્વકરણાદિ વડે સમ્યગ્-દર્શન પ્રાપ્ત કરે છે કે ક્યાં તો તેના પરિણામ મલિન થતા જાય છે. અભવ્યને માટે ચડિયાતા પરિણામનો સંભવ નહિ હોવાથી તે તદનંતર પતિત થાય એ દેખીતી વાત છે. યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ (ગાંઠ)ની સમીપ આવેલ છે, એટલે કે તે ગ્રન્થિ-દેશમાં રહેલો છે એમ શાસ્ત્રકારો કહે છે. આ ગ્રન્થિ દેશમાં રહેલો અભવ્ય જીવ પણ ઉત્તમ સાધુઓનો સત્કાર થતો જોઇને કે તીર્થંકરની સમૃદ્ધિ જોઈને દ્રવ્ય–ચારિત્ર અંગીકાર કરી ક્રિયાના મળથી નવમા ત્રૈવેયકમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. વળી એવો અભવ્ય જીવ (વધારેમાં વધારે) નવમા પૂર્વ સુધી સૂત્ર-પાઠ જાણી શકે છે. પરંતુ તે વાસ્તવિક અર્થ જાણતો નથી. આ પ્રમાણે તે દ્રવ્ય શ્રુત મેળવે છે. કોઈ મિથ્યાત્વી ભવ્ય જીવ તો ગ્રન્થિવદેશમાં રહીને દશ પૂર્વમાં કંઈક ન્યૂન એટલું દ્રવ્ય– શ્રુત પ્રાપ્ત કરી શકે છે. કંઈક ન્યૂન કહેવાનો હેતુ એ છે કે જેણે પૂરેપૂરા દશ પૂર્વનું ધ્યયન કર્યું હોય, તે તો સમ્યક્ત્વથી અલંકૃત હોય છેજ. એથી ઓછા જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. એ વાતની કલ્પ-ભાષ્યનો નીચે મુજબનો ઉલ્લેખ સાક્ષી પૂરે છેઃ— "उदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा" ૧ સામાયિકના ચાર પ્રકારો છે—(૧) સમ્યક્ત્વ-સામાયિક, (૨) શ્રુત-સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક અને (૪) સર્વવિરતિ-સામાયિક. તેમાં સામાયિક'થી મોહના ક્ષયોપશમાદિથી પ્રકટ થતો ગુણ સમજવો, સમ્યક્ત્વ-સામાયિક કહો કે સમ્યક્ત્વ કહો તે એકજ છે. વળી શિક્ષાવ્રત પૈકી જે સામાયિક વ્રત છે, તે દેશ-વિરતિ સામાયિકનો અંશ છે. આનો શો અર્થ છે, એનો ઉત્તર તો શ્રીહેમચન્દ્રે રચેલા ચેાગશાસ્ત્રના નીચેના શ્લોક ઉપરથી જોઇ શકાય છે. “ચાતરૌદ્રધ્યાનસ્ય, ચલાવવમૅળઃ । મુદૂર્ત સમતા ચા તાં, વિતુ: સામાયિવવ્રતમ્ ॥’ —પ્ર૦૩, શ્લો૦ ૮૨. અર્થાત્ ( ચાર ધ્યાનોમાંના એ અશુભ ) આર્ત અને રૌદ્રધ્યાનોનો ત્યાગ કરીને તેમજ પાપમય આચરણને જલાંજલિ આપીને એક મુર્ત પર્યંત સમભાવમાં રહેવું તે સામાયિક છે. એટલે કે એ ઘડી સુધી રાગ-દ્વેષ રહિત શાન્ત સ્થિતિમાં રહેવું તે ‘સામાયિક' છે. २ छाया ચતુર્વંશનું દાપુ વા અમિન્નેપુ (સઘૂમૈથુ) નિયમાત્ સચવવું, રોવે (તતોડીને શ્રુતે) મનના ( લક્ષ્યન હતું સાવું ન વ ) । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy