SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિા ! ऋषभपश्चाशिका. રહે તે તેનો “ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ” અને ઓછામાં ઓછો જેટલો વખત રહે તે તેનો “જઘન્ય સ્થિતિ-કાલ જાણવો. તેમાં વેદનીય, નામ અને ગોત્ર એ સિવાયનાં બાકીનાં કમનો જઘન્ય સ્થિતિ-કાલ અંતર્મુહુર્તનો છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર પ્રમાણે વેદનીયનો જઘન્ય સ્થિતિ-કાલ બાર મુહર્ત (એક મુહૂર્ત બે ઘડી=૪૮ મિનિટ)નો છે, જ્યારે ઉત્તરાધ્યાયનસૂત્રના ૩૩મા અધ્યયન પ્રમાણે તો તે કાળ અંતર્મુહૂર્તનો છે; નામ તેમજ ગોત્ર એ બંને કમનો જઘન્ય સ્થિતિ-કાલ તો આઠ મુહૂર્તનો છે.] જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય એ ચાર કમેનો ઉત્કૃષ્ટ સ્થિતિ–કાલ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે, નામ અને ગોત્ર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ વિસ કોડાકોડી સાગરોપમ છે, જ્યારે મોહનીય અને આયુષ્ય કમેને ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ અનુક્રમે સિત્તેર (સૌથી વધારે) કોડાકોડી સાગરોપમ અને તેત્રીસ સાગરોપમ છે. હવે આપણે પાછા પ્રસ્તુત વિષય ઉપર આવી જઈએ. તેમાં આપણે આગળ ઉપર જોઈ ગયા તેમ સંસાર–સમુદ્રમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં અગ્ર ભાગ ભજવનારા સમ્યગદર્શનને પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન તો કમોંની સ્થિતિ બળનો ઘટાડો થવો જોઈએ એ છે, તો હવે ક્યા કર્મનો કેટલો ઘટાડો થવો જોઈએ અને તે પણ શાથી થાય છે તે વિચારવું બાકી રહે છે. આના સમાધાનમાં સમજવું કે– આયુષ્ય-કર્મ સિવાયનાં બાકીનાં સાતે કમોંની સ્થિતિ કિંચિત્ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી રહેવી જોઈએ. આમાં આત્માનો પરિણામ-વિશેષ કે જેને “યથાપ્રવૃત્તિકરણના નામથી ઓળખાવવામાં આવે છે તે કારણભૂત છે. અન્ય શબ્દમાં કહીએ તો ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં એવાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કમોની સ્થિતિ ઘટીને છેવટે એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે તેમજ વીસ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ અને ગોત્ર કર્મની સ્થિતિ પણ આખરે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે અર્થાત્ જ્ઞાનાવરણાદિક કર્મને જેટલી જ રહે અને સીત્તેર કોડાકોડી સાગરો૫મની સ્થિતિવાળા મોહનીય કર્મની સ્થિતિ પણ અંતે એટલીજ બાકી રહે એટલે કે આયુષ્ય ૧ એક કરોડને એક કરોડે ગુણવાથી જે સંખ્યા આવે છે, તેને (૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અર્થાત એકડા પર ચૌદ મીડાં ચડાવીએ ત્યારે એટલે કે એક “શંકુને) “કોડાકોડી' કહેવામાં આવે છે. ૨ સાગરોપમ કાળનું માપ દર્શાવનાર પારિભાષિક શબ્દ છે. સાગરોપમના (૧) ઉદ્ધાર–સાગરોપમ, (૨) અદ્ધા-સાગરોપમ અને (૩) ક્ષેત્ર-સાગરોપમ એવા ત્રણ ભેદો છે અને આ દરેક પ્રકારના સાગરોપમના વળી સૂક્ષ્મ અને બાદર એમ બબ્બે અવાંતર ભેદો પડે છે. અહીં કંઈ આ બધા ભેદો સંબંધી વિશેષ માહિતીની જરૂર નથી. એથી પ્રસ્તુતમાં સૂમ-અદ્ધા-સાગરોપમને વિચાર કરીશું. ધારો કે એક યોજન (ચાર ગાઉ) લાંબો, એક યોજન પહોળો તેમજ તેટલો જ ઊંડો એક કુવો છે. હવે આ કવાને તરતના જન્મેલ મનુષ્યના વધારેમાં વધારે સાત દિવસ સુધીમાં ઉગેલા વાળ વડે એવો દબાવીને ઠાંસી ઠાંસીને ભરવો કે જેથી અગ્નિ યા જળ વડે પણ એમાંના એક પણ વાળને આંચ લાગે નહિ. આવા પ્રત્યેક વાળના અસંખ્ય ખંડો (ટુકડા) કલ્પવા અને તેમાંથી સો સો વર્ષે એક એક ખંડને તે કુવામાંથી કાઢવો. એમ કરતાં કરતાં જે કાળે આ કુવો તદ્દન ખાલી થઈ જા, તેટલા કાળને “સૂક્ષ્મ–અદ્ધા– પલ્યોપમ” (પલ્યોપમના પણ સાગરોપમની જેમ એટલાજ ભેદો પડે છે) જાણ. આવા દશ કોડાકોડી પલ્યોપમનો એક “સૂમ-અદ્દા-સાગરોપમ” થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy