SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા. [ શ્રીધનપટ્ટ પધાર્થ પ્રભુની આશીર્વાદરૂપ સ્તુતિ “હે ફોધરૂપી અગ્નિને શાંત કરવામાં) મેઘ (સમાન)! હે ઉત્તમ (અપ્રતિપાતી) જ્ઞાન અને દશનની [અથવા જ્ઞાન અને દર્શનરૂપી ] લક્ષ્મીઓના (આનન્દ માટે) પિતૃ–ગૃહ (તુલ્ય). હે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને (અંત આણવામાં) સૂર્ય (સમાન)! હે (તપ, પ્રશમ ઈત્યાદ્રિ) ગુણોના સમુદાયરૂપ નાગરિકોના [અથવા અનેક ગુણેના સમુદાયના] ( નિવાસ માટે) નગર (તુલ્ય)! તું સર્વોત્કૃષ્ટ વર્ત.”—૨ સ્પષ્ટીકરણ સંબોધનની સાર્થકતા– ક્રોધને અગ્નિની ઉપમા આપવી તે વ્યાજબી છે, કેમકે ફોધ અનેક ગુણરૂપી ગ્રામ અને આરામને બાળી નાખે છે તેમજ તે તેના જન્મદાતાને તેમજ અન્ય જનોને પણ સંતાપકારક છે. આવા ક્રોધને શાન્ત કરવામાં પ્રભુ મેઘ સમાન છે એ વાત પણ વાસ્તવિક છે, કેમકે પ્રભુ જ્યાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં સવાસ યોજન સુધીમાં વસતા પ્રાણીઓના લાંબા સમયના વૈર અને મત્સર નાશ પામે છે અને સમવસરણમાં બેઠેલા પ્રાણીઓનો તો સ્વાભાવિક વૈર-ભાવ પણ શાંત થઈ જાય છે. ' ભગવાન સર્વોત્તમ જ્ઞાન અને દર્શનરૂપી લક્ષમીના પિતૃ-ગૃહ છે એમ કહેવાની મતલબ એ છે કે જેમ બાળકો અને ખાસ કરીને લલનાઓ પિતૃ-ગૃહ (પિયર)માં નિઃશંકપણે લહેર કરે છે–આનંદપૂર્વક રહે છે, તેમ કેવલજ્ઞાનરૂપી અને કેવલદર્શનરૂપી લહમીઓ પ્રભુરૂપ આનન્દગૃહમાં લહેર ઉડાવે છે. આ પદ્યમાં પ્રથમ જ્ઞાનને અને ત્યાર બાદ દર્શનને નિર્દેશ કરવામાં આવ્યો છે એથી પ્રભુ કેવલજ્ઞાની છે એમ સૂચવવામાં આવ્યું છે, કેમકે સામાન્ય જીવોને તો પ્રથમ સામાન્ય ઉપયોગ યાને દર્શન હોય છે અને ત્યાર પછી વિશિષ્ટ ઉપયોગ યાને જ્ઞાન હોય છે. અજ્ઞાનને અંધકાર સાથે સરખાવવો અને પ્રભુને સૂર્ય સાથે સરખાવવા તે વાત ન્યાઓ છે; કેમકે સૂર્ય જેમ પદ્ધોનો વિકાસ કરે છે, તેમ પ્રભુ ભવ્ય જનોના જ્ઞાનનો વિકાસ કરે છે. વળી જેમ સૂર્ય ચન્દ્ર-કમલોનો સંકોચ કરે છે, તેમ પ્રભુ શ્રેષી જનોનો પરિહાર કરે છે. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે છે, તેમ પ્રભુ અજ્ઞાનનો નાશ કરે છે. સૂર્યનાં કિરણોથી ભેદાયેલું અંધારું જેમ ગિરિ-ગુફાદિનો આશ્રય લે છે, તેમ પ્રભુએ મારી હઠાવેલ અને જ્ઞાન-મિથ્યાત્વ મિથ્યાત્વીઓને-દુર્ભવ્યોને–અભવ્યોને શરણે જાય છે અને તેઓ તેનો આદર કરે છે. આ ઉપરાંત ઘુવડના ઉપર પ્રકાશ નહિ પાડવા છતાં જેમ સૂર્ય અસમર્થ ગણતો નથી, તેમ પ્રભુ પણ અભવ્યને પ્રતિબોધ ન પમાડતા હોવા છતાં તેઓ અસમર્થ ગણાતા નથી. ૧ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૬૧) તથા વીર-ભક્તામર (૫૦ ૩૨-૩૩). ૨ આ સંબંધમાં જુઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૧-૨૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy