SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] श्रीवीरस्तुतिः ૨૫૫ અંદરની દીવાલથી ૫૦ ધનુષ્યનો પ્રતર શરૂ થાય છે. તે પૂરો થતાં ત્રીજે ગઢ જવાની નીસમ રણી આવે છે. આનાં ૫૦૦૦ પગથિયાં છે. આથી બીજા ગઢની બહારની દીવાલથી ત્રીજા ગઢની બહારની દીવાલ વચ્ચે ૩૩ૐ થ+૫૦ ધ.૫૦૦૦ હાથ જેટલું એટલે ૧૩૩૩ૐ ધનુષ્ય જેટલું અંતર છે. ત્રીજા ગઢની અંદરની દીવાલથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે જે પીઠિકા ઉપર તીર્થંકરનું સિંહાસન રચાય છે તેનું મધ્ય-બિંદુ યાને સમગ્ર સમવસરણનું મધ્ય બિન્દુ આવેલું છે. આથી ગોળ સમવસરણની ત્રિજ્યા ૧૩૩૩+૧૩૩૩:+૩૩ ુ+૧૩૦૦ એટલે ૪૦૦૦ ધનુષ્યની યાને બે કોશની છે અને એનો વિષ્ફભ ચાર ક્રોશ યાને એક યોજનનો છે એમ સમજી શકાય છે. અત્ર એ નિવેદન કરવું આવશ્યક છે કે સ્તુતિચતુર્વિંશતિકાના ૨૯૩ મા પૃષ્ઠની સાતમી પંક્તિમાંનો તેમજ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે” એ ઉલ્લેખ ભ્રાન્તિમૂલક છે. એ પંક્તિ રદ કરીને વાંચવું જોઇએ. વિશેષમાં ૨૯૨મા પૃષ્ઠમાં પ્રાન્ત ભાગમાં સમભૂતલા પૃથ્વી એમ લખ્યું છે તેને બદલે સપાટ જમીન એમ કહેવું વધારે ઉચિત સમજાય છે. વળી ૨૯૩ મા પૃષ્ઠની પહેલી ટીપનો પણ લેાકપ્રકાશ (સ૦ ૩૦)નો સાક્ષીરૂપે આપેલ શ્લોક સિવાયનો ભાગ અસ્થાને છે. આ ઉપરાંત ર૩ મા પૃષ્ઠમાં એમ સૂચવાયું છે કે આ ગઢની કેટલી ઊંચાઈ છે તે મારા જાણવામાં આવ્યું નથી. પરંતુ બીજા બે ગઢોની જેમ ૫૦૦૦ હાથ જેટલી તો તેની ઊંચાઇ હશે એમ લાગે છે’. અત્ર ૨૦૦૦ ને બદલે ૫૦૦૦ ભૂલથી છપાયેલ છે અર્થાત્ દરેક ગઢની ૨૦૦૦ હાથ ચાને ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઈ છે. જુઓ સમવસરણ-પ્રકરણનું પાંચનું પદ્ય. સમવસરણના આત્યંતર ગઢમાં આવેલી મધ્ય-પીઠિકા જિનેશ્વરના દેહ જેટલી ઊંચી અને મસો ધનુષ્ય લાંબી-પહોળી હોય છે અને ધરણી-તલથી બહારના ગઢની નીસરણીના ઈંડા જે જમીન ઉપર છે તેનાથી અઢી ક્રોશ ઊંચી છે. દરેક ગઢને સર્વ રતમય ચાર ચાર દરવાજા છે તે પૂર્વાદિ દિશામાં આવેલા છે. વિશેષમાં ધજા, છત્ર, આઠ મંગલો, પાંચાલી, પુષ્પ-માલા, વેદિકા, પૂર્ણ કળશ, મણિમય ત્રણ તોરણ અને ધૂપઘટી એટલી વસ્તુઓ વાણવ્યંતરો દ્વારે દ્વારે રચીને દ્વારની શોભામાં વધારો કરે છે (જુઓ સમવસરણ પ્રકરણ શ્લો૦ ૧૨ તેમજ આવશ્યક-નિયુક્તિ ગા૦ ૫૫૦). વિશેષમાં હજાર યોજનના દંડવાળા અને નાની નાની ઘંટડીઓ વડે વિભૂષિત એવા ચાર ઘ્વજો સમવસરણની બહાર ચાર દિશાઓમાં હોય છે. આ ધ્વજોનાં ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ એવાં ચાર નામો છે. ચોરસ સમવસરણમાં એક ગઢથી ખીજે ગઢ જવા માટે કેટલાં પગથિયાં ચડવાં પડે છે તેમજ રૂપાના અને સોનાના એ એ ગઢોમાં પ્રતર હોય તો કેટલા ધનુષ્યનો છે એ સંબંધમાં એમ કહેવામાં આવે છે કે ચોરસ સમવસરણમાં ગોળ સમવસરણની પેઠે ૫૦ ધનુષ્યનું પ્રતર નથી. વિશેષમાં પહેલા ગઢથી બીજા ગઢ જવામાં ૬૦૦૦ પગથિયાં અને ૧ સ્તુતિચતુર્વિશતિકા (પૃ૦ ૨૯૪) માં ધર્મચક્રનો પણ ઉલ્લેખ કર્યો છે તે અસ્થાને જણાય છે. ચાર ધર્મચક્રો પૈકી એકેક પ્રત્યેક સિંહાસનની સમીપ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy