SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૭ (પુ૦ ૨, ૦૪)માંના સંસ્કૃતાદિ ભાષાના વ્યાકરણ, કોષ, છંદ, કાવ્ય અને અલંકારવિષયક ગ્રંથોની એક ટુંકી ચાદી લેખ સાક્ષી પૂરે છે. આ સંબંધમાં એ લેખના યોજક મહાશયના શબ્દો રજી કરાય છેઃ કોષગ્રંથોમાં નં. ૬૪ માં નોંધેલી ધનપાલ પંડિતની નામમાહા (અને નં. ૬૫ માં નોંધેલી જાવવતીનામમાહા) ખાસ ધ્યાન ખેંચે છે. ધનપાલની રચેલી પાથષ્ઠી નામે પ્રાકૃત નામમાલા તે ઉપલબ્ધ છે પરંતુ તેની શ્લોકસંખ્યા જૂજ છે. જ્યારે આમાં નોંધેલી નામમાલાની શ્લોકસંખ્યા ૧૮૦૦ છે તેથી પ્રાકૃત કરતાં આ નામમાલા જૂદીજ હોવી જોઇએ; અને તે સંસ્કૃત નામમાલા હાય તેમ સંભવે છે. ધનપાલે સંસ્કૃતના શબ્દ-કોષ રચ્યો હતો તેના પુરાવા તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથા માંથીજ મળી આવે છે; કારણ કે તેમણે પોતાના અભિધાનચિંતામણિ નામે સંસ્કૃત કોષની ટીકાના પ્રારંભમાંજ વ્યુત્પત્તિધનપાહતઃ” એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. એવીજ રીતે દેશીનામમાલાની ટીકામાં પણ ધનપાલના નામોલ્લેખ કરેલો મળી આવે છે. આ કોષ હાલમાં કયાંએ પણ મળી આવતા નથી. (આવી જ રીતે લાવણ્યવતીનામમાલા પણ ક્યાંએ જોવા જાણવામાં નથી. લાવણ્યવતી એ સ્ત્રીવાચક વિશેષણના તાત્પર્ય શા હશે તે ખાસ જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે.)” તિલકમંજરીનું દિગ્દર્શન તિલકમંજરી એ સિદ્ધસારસ્વત મહાકવિ શ્રીધનપાલના કૃતિલાપરૂપ લલાટમાં તિલક સમાન છે. ગીર્વાણુ ગિરાના કાવ્યસાહિત્યના ગદ્યવિભાગને વિભૂષિત કરનારાં ગણ્યાં ગાંઠ્યાં કાવ્ય—રવામાં આ અદ્રિતીય સ્થાન ભોગવે છે. કવિરાજ ખાણની કાદમ્બરીનું આ સ્મરણ કરાવે છે. આને સંસ્કૃત સાહિત્યની અપૂર્વ નવલકથા તરીકે ઓળખાવવામાં આવે તે તે ખોટું નથી, કેમકે પાત્ર અને વસ્તુ એ બંને કવીશ્વરની કલ્પનાસૃષ્ટિનાં અંગો છે. આ કથા ભાજ (?) રાજાના વિનાદાર્થ રચાયેલી છે. આનું નામ કવીશ્વરે પેાતાની પુત્રીના નામ ઉપરથી પાડ્યાની હકીકત અસત્ય હોવાનું દક્ષિણવિહારી શ્રીઅમરવિજયના શિષ્ય શ્રીચતુરવિજય જણાવે છે. વિશેષમાં આ નામ તો કથાની નાયિકાના તિલકમંજરી નામને આભારી છે. એમ તે સૂચવે છે. મહાકવિ ધનપાલની વિદ્વત્તા— મહાકવિ ધનપાલની વિવિધ કૃતિઓના ગવેષકને એમની વિદ્વત્તાના થોડો ઘણા પરિચય જરૂર જ થયો હશે. અત્ર તેમની કૃતિઓમાંથી જે પાઠ સાક્ષીરૂપે અન્યાન્ય ગ્રન્થમાં દષ્ટિગોચર થાય છે તેની રૂપરેખા નીચે મુજબ આલેખું છું: ૧ સુમન્તુ કવિરાજની વાસવદત્તા, ઠંડીનું દશકુમાર ચરિત્ર, ત્રિવિક્રમ ભટ્ટની નલકથા, માણુની કાદમ્બરી અને હર્ષાખ્યાયિકા, કાયસ્થ કવિ સાહુલની ઉદ્દયસુંદરી ત્યાદિ કાવ્યરત્નો ગીર્વાણુ ગિરાના ગદ્યના ગૌરવને ટકાવી રહ્યાં છે. ગુણાઢયની નરવાહનદત્તકથા (બૃહત્કથા), શ્રીપાદલિપ્તસૂરિકૃત તરંગવતી (તરંગલાલા) તેમજ અન્યાન્ય વિષુધોએ રચેલી મલયવતી, મગધસેના, ચેટકવતી, શાકવતી વગેરે ઉચ્ચ કોટિની જૈન કથાએ આજે નામશેષ થયેલી જણાય છે. ( આ કેવો ખેદજનક પ્રસંગ !) २ " निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः ઋ. 8 Jain Education International श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ ५७ ॥" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy