SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ યુગ્મરૂપ છે. પ્રથમ સ્તુતિના પાંચમાંથી એકવીસમા પદ્ય ઉપરથી જાણી શકાય છે તેમ પ્રથમ સ્તુતિ આધ તીર્થંકર શ્રીષભનાથને ઉદ્દેશીને રચવામાં આવી છે, જ્યારે આ દ્વિતીય સ્તુતિનાં પહેલા, ત્રીજા અને છઠ્ઠા પદ્યના નિરીક્ષણથી સમજી શકાય છે તેમ આ અન્તિમ જિનેશ્વર શ્રીમહાવીરસ્વામીને લક્ષ્મીને રચવામાં આવી છે. પરંતુ એ વિશેષતા છે કે જેટલે અંશે ષભસ્વામીના જીવનવૃત્તાન્ત ઉપર પ્રથમ સ્તુતિ પ્રકાશ પાડે છે તેટલે અંશે વીર પ્રભુના જીવન પરત્વે દ્વિતીય સ્તતિ પ્રકાશ પાડતી નથી. આમાંથી તે માત્ર તેઓ “જ્ઞાત કુળના હતા અને સાત હાથની કાયાવાળા હતા એટલું જાણી શકાય છે. સ્તુતિકાર– શ્રીષભ-પંચાશિકા તેમજ શ્રીવીર-સ્તુતિ એ બંનેના અતિમ પદ્યનું અવલોકન કરતાં ધનપાલ એવું કર્તાનું નામ નજરે પડે છે. પરંતુ આ બન્ને એક જ વ્યક્તિની કૃતિ છે એ સિદ્ધ કરવું બાકી રહે છે, કેમકે ધનપાલ” નામના એક કરતાં વધારે કવિઓ થઈ ગયા છે. શ્રી પ્રભાચસૂરિપ્રણીત પ્રભાવક ચરિત્રમાંના શ્રી મહેન્દ્રસૂરિપ્રબન્ધમાં તિલકમંજરીના પ્રણેતા શ્રીધનપાલને ઉદ્દેશીને નિમ્નલિખિત પધો છે – "पश्चिमां दिशमाश्रित्य, परिस्पन्दं विनाऽचलत् । प्राप 'सत्यपुरं' नाम, पुरं पौरजनोत्तरम् ॥ २२४ ॥ तत्र श्रीमन्महावीर-चैत्ये नित्ये पदे इव । दृष्टे स परमानन्द-माससाद विदांवरः ॥ २२५ ॥ नमस्कृत्य स्तुति तत्र, विरोधाभाससंस्कृताम् । રચાર મારતા રેવ () “નિમેન્ટે સાત્તિ ૨ | ૨૨૬ ” આ ઉપરથી સત્યપુરમાં શ્રીમહાવીરના દર્શન કરી હર્ષિત થયેલા કવિવરે નિમ્પલ' થી શરૂ થતી વિરોધાભાસથી મંડિત એવી શ્રીવીરસ્તુતિ પ્રાકૃત ભાષામાં રચી એમ જાણી શકાય છે, પરંતુ ષભપંચાશિકા તેમજ વીરસ્વતિના કર્તા એકજ છે એ વાત નિર્વિવાદ ઠરાવવામાં કેટલેક અંશે શંકા ઉપસ્થિત થાય છે, કેમકે અહીં તે દેવ નિમરથી શરૂ થતી વરસ્તુતિને ઉલ્લેખ છે, જ્યારે પ્રસ્તુતમાં નિર્મથી શરૂ થતી સ્તુતિ છે. શ્રીધનપાલ કવીશ્વરને કૃતિ-કલાપ (૧) પાઈએલચછીનામમાલા (પ્રાકૃત) તિલકમંજરી (પ્રા) (૩) સાવયવિહિપયરણ (શ્રાવક-વિધિપ્રકરણું) (પ્રા) () શ્રીશેભન-સ્તુતિની વૃત્તિ (સંસ્કૃત) (૫) શ્રીવીરસ્તુતિ (વિરુદ્ધવચનીય) (પ્રા.) ઋષભ-પંચાશિક યાને ધનપાલપંચાશિકા (પ્રા) (૭) સત્યપુરીય મહાવી–ઉત્સાહ (અપભ્રંશ) (૮) વીરસ્તુતિ (સંસ્કૃત-પ્રાકૃતમય) (૯) નામમાલા (સં.) આ પકી નામમાલા કેઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી, પરંતુ તેના અસ્તિત્વના સંબંધમાં પુરાતત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy