SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દ્દેશ્ય શબ્દા— પંચમ પદ્યગત ‘હદુત્તળ' શબ્દનું હĐત્વ એવું સંસ્કૃતમાં રૂપ થઇ શકે કે નહિ એ સંદેહાત્મક હકીકત જણાય છે. આ ગ્રન્થમાં મુદ્રિત સમસ્ત ટીકા, વિવરણ, વસૂરિ અને અવર્ણમાં તે આવું રૂપ સૂચવામાં આવ્યું છે, પરંતુ અભિધાન-ચન્તામણિ કે અમરકોષમાં તો છુ કે ધૃત્વ શબ્દ નજરે પડતા નથી. વિશેષમાં પં. હુરગાવિન્દ્રદાસે રચેલા પાઇઅ-સદ્-મહુણવા (પૃ૦૮૬૬)માં રૃને દેશીય શબ્દ તરીકે ઓળખાવ્યો છે. ૧૫ છઠ્ઠા પદ્યમાંના દિસ્થા શબ્દ દેશ્ય હોવાનું ચિરંતન મુનિરન્કૃત અવાણું (પૃ૦ ૧૭૦ )માં સૂચનવામાં આવ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોય એમ લાગતું નથી. દશમા પદ્યગત વજ્ઞરિત્ર શબ્દ દેશ્ય છે કે નહિ એ સંદેહાત્મક છે. એનું રૂપાન્તર યાત સમુચિત છે કે થિત એ વિચારણીય છે. શ્રી પ્રભાચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિ (પૃ॰ પર )માં તેમજ પૂર્વમુનિવર્યસૂત્રિત અવસૂરિ ( પૃ૦ ૧૭૩)માં પ્રથમ રૂપાન્તર સૂચવેલ છે, જ્યારે અન્યત્ર દ્વિતીય રૂપાન્તરના નિર્દેશ છે. વિશેષમાં ઉપર્યુક્ત વૃત્તિ અને અવસૂરિ તેમજ શ્રીધર્મશેખરગણિકૃત અવસૂરિ સિવાયની અન્ય ટીકાદિમાં યજ્ઞરિત્રને દેશ્ય શબ્દ તરીકે ઓળખાવેલ છે. અન્ય અર્થો ૧૮ મા પદ્યની શ્રીધર્મશેખરગણિકૃત અવસૂરિ (પૃ. ૧૭૮ ) જોતાં ત્યાં ‘કૈવલ' શબ્દનો અર્થ માત્ર' ન કરતાં કેવલજ્ઞાન કરવામાં આવ્યા છે, પરંતુ તે અર્થ ચિન્હ જાય છે, કેમકે કેવલજ્ઞાન વડે શું એકજ વિદિશા પ્રકાશિત થાય છે? અથવા તે શું અન્ય વિદિશાઓને ઉપલક્ષણથી ઘટાવી લેવાની છે એમ માની અર્થની સંગતિ કરવાની છે? લિંગ-પરિવર્તન— એવા કોઇ અકાટ્ય નિયમ નથી કે સંસ્કૃત શબ્દોનાં જે લિંગ હોય તેનાં તેજ તેના પ્રાકૃત રૂપાન્તરનાં હાવાંજ જોઇએ. આના સમર્થનાથે થોડાંક ઉદાહરણા રજુ કરાય છે. જેમકે દૈવય (પૃ૦ ૭૩) પુસ્લિંગ છે, જ્યારે તેનું સંસ્કૃત વૈવત નપુંસકલિંગ છે. એવી રીતે મળ (પૃ. ૮૧) પ્રાકૃતમાં પુસ્પ્રિંગ છે, જ્યારે તેનું સંસ્કૃત મનઃરૂપ નપુંસકલિંગ છે. ૧૩૪ મા પૃષ્ટગત વયળ પુલિંગમાં છે, જોકે સંસ્કૃતમાં તે તે નપુંસકલિંગ છે. શ્રીવીર–સ્તુતિ બાહ્ય કલેવર શ્રીવીર-સ્તુતિ ઋષભ-પંચાશિકાનાં પઘની સંખ્યાની અપેક્ષાએ લઘુ છે, પરંતુ અર્થ-ગૌરવની ષ્ટિએ એનાથી ઉતરે તેમ તો નથી જ. એના ત્રીસ પદ્દો પૈકી અન્તિમ પદ્ય સિવાયનાં સર્વ પદ્દો વિરોધાલંકારથી અલંકૃત છે. અન્તિમ પદ્ય ઉપસંહારરૂપ હોવાથી તેમાં વિરોધાલંકારરૂપ વિષણુની ખાસ આવશ્યતા નહિ જણાયાથી કવિવરે એને અલંકૃત નહી કર્યું હોય. પ્રથમ પદ્ય દ્વારા વિરોધાલંકારમય સ્તુતિ કરવાની કવિરાજે જે પ્રતિજ્ઞા કરી હતી તેના આવી સુંદર રીતે તેમણે નિર્વાહ કર્યો છે એ જોઇ કયા કાવિદ આનન્દિત નહિ થાય ? Jain Education International આ વીર-સ્તુતિમાં પણ ઋષભ-પંચાશિયાની જેમ દેશીય શબ્દો દષ્ટિગોચર થાય છે. જેમકે ૨૦મા પદ્યમાં 'રિંછેલિ', ૨૧ મામાં તત્તિ' અને ૨૯ મામાં પચૂહ'. ઉપાન્ય પદ્યગત મન્થ શબ્દથી અને અન્ય પદ્યમાં બ્ર શબ્દના પ્રારંભથી શોભતી ઋષભપંચાશિકા તેમજ એ બંને શબ્દોથી વિભૂષિત અન્ય પદ્યવાળી વીરસ્તુતિ પણ કમળ છતાં ગંભીર એવી પ્રાકૃત ગિરામાં ગુંથાયેલી છે. ઋષભપંચાશિકામાં પ્રત્યેક પદ્ય અર્થ-દૃષ્ટિએ સ્વતંત્ર છે, જ્યારે અત્ર તે ૨૭ મા અને ૨૮ મા એ બે ૧ આ શબ્દ શ્રીશ્રીપ્રભસૂરિપ્રણીત શ્રીધર્મવિધિપ્રકરણના ૨૫મા પદ્યમાં પણ નજરે પડે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy