SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના એ આચાર્યને અસ્તકાળ ત્યાં શ્રી શાન્તિસૂરિપ્રબન્ધમાં વિ. સં. ૧૦૯૬ ને દર્શાવાય છે. આથી પણ ઉપર્યુક્ત ઉલ્લેખનું વિશેષ સમર્થન થાય છે. ઋષભપંચાશિકા અને પ્રાકૃત ભાષાની વિશિષ્ટતાઓ– કવીશ્વર ધનપાલન શ્રીકૃષભ-પંચાશિકા પ્રાકૃત ભાષામાં રચાયેલી હોવાથી એ ભાષાની કેટલીક વિશિષ્ટતાઓ આ સ્તુતિ-કાવ્યમાં નજરે પડે તે સ્વાભાવિક છે. પ્રાકૃતના અભ્યાસીઓને સુવિદિત છે તેમ પ્રાકૃતમાં સંસ્કૃતની જેમ દ્વિવચનને માટે સ્થાન નથી. એથી કરીને તે દ્વિવચનને બદલે બહુવચનનો પ્રયોગ કરવામાં આવે છે. આ વાતને સૂચવવા માટે સાતમા પૃષ્ઠમાં “વહુવ એ નિર્દેશ કરવામાં આવ્યું છે. આ પંક્તિ શ્રી શાંતિસૂરિકૃત એઇયવંદણમહાભાસના નિમ્નલિખિત ર૮૮ મા પદ્યના પ્રથમ પદ (ચરણ)રૂપે નજરે પડે છે "बहुवयणे दुवयणं, छट्ठिविभत्तीइ भन्नइ चउत्थी । जह हत्था तह पाया, नमुत्थु देवाहिदेवाणं ॥ २९८ ॥" વિશેષમાં આ પદ્ય નવતત્ત્વપ્રકરણની નિમ્નલિખિત– "सा उच्चगोअमणुदुगसुरदुगपंचिंदियजाइपणदेहा । आइतितणूणुवंगा आइमसंघयणसंठाणा ॥" –ગાથાની શ્રીદેવેન્દ્રસૂરિકૃત વૃત્તિમાં અવતરણરૂપે નજરે પડે છે ( જુઓ નવતત્વસાહિત્યસંગ્રહનું ૧૭ મું પૂછ). નવતત્વપ્રકરણના ભાષ્યની પ૫ મી ગાથાના શ્રીયદેવ ઉપાધ્યાયકૃત વિવરણમાં “દુવાળા તુવ ” એ ઉલ્લેખ છે. દ્વિવચનને બદલે બહુવચન( દ્વિતીય પદ્યમાંના બરનાવારિસરી’ એમાં દ્વિવચનને સ્થાને બહુવચનને પ્રયોગ છે, જોકે એમ માન્યા વિના પણ ચલાવી શકાય તેમ છે, એ વાત શ્રી હેમચન્દ્રગણિકૃત વિવરણ (પૃ. ૭) ઉપરથી જોઈ શકાય છે. આઠમા પગત ‘બાવા સીમેઢા” એ પદમાં તે દ્વિવચનને બદલે બહુવચનને જ પ્રગ છે એ વાતની ના પાડી શકાય તેમ નથી. ૨૫ મા પદ્ય (પૃ. ૮૨)માં “દરિદાર' એ પણુ આ પ્રગ છે. ર૭ મા પદ્યગત વિશ્વમાં પણ આવા પ્રગનું ઉદાહરણ પૂરાં પાડે છે. ૨૮ મા પદ્યમાં ચા વગેરેથી પણ આવા પ્રયોગના અસ્તિત્વનું સમર્થન થાય છે. ૪૬ મા પદ્યમાં દિન અને રોગશાંતાવા એ રૂપે પણ પ્રાકૃતમાં દ્વિવચનને બદલે બહુવચનને પ્રવેગ કરાય છે એ હકીક્તની પુષ્ટિ કરે છે. પાંચમી વિભક્તિને બદલે છઠ્ઠી ચતુર્થ પદ્યમાં “મવિરમદામાં પાંચમી વિભક્તિને બદલે છઠ્ઠીને પ્રવેગ કરવામાં આવ્યા છે. પ્રાકૃત ભાષામાં બહુશ્રીહ સમાસમાં અને જો પ્રત્યય આવતું નથી એ વાત અગ્યારમા પધગત ચંપુરિવહુ ઉપરથી જોઈ શકાય છે. "श्रीविक्रमसंवत्सरतो वर्षसहस्र गते सपण्णवतौ । शुचिशितनवमीकुजकृत्तिकासु शान्तिप्रभोरभूदस्तम् ॥ १३०॥" ૨ કલિકાલસર્વજ્ઞ શ્રેહેમચન્દ્રસૂરિવર સિદ્ધહેમ નામના શબ્દાનુશાસન (વ્યાકરણ)ના આઠમા અધ્યાયના તૃતીય પાદના ૧૩૦ મા સૂત્ર દ્વારા કથે છે કે “દિવાન વહૃવત્તન” અર્થાત પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને મહવચન વપરાય છે. આ હકીકત વૈદિક સંસ્કૃતમાં પણ જોવાય છે. એવી અન્ય સમાનતાઓ માટે જુઓ “ગંગા-પુરાતત્ત્વાંક” (પૃ. ૨૭૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy