SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ પ્રસ્તાવના દ્વારા શ્રીગડષભ-પંચાશિાદિ હૃદયંગમ કાવ્ય રચનારા કવીશ્વર ધનપાલના જીવનવૃત્તાન્ત પરત્વે તેમજ તેમની અન્યાન્ય કૃતિઓના સંબંધમાં સાધન અનુસાર યથામતિ ઉલ્લેખ કરવા પ્રવૃત્ત થાઉં છું. તેમાં પ્રથમ કવિરાજના ચરિત્ર ઉપર પ્રકાશ પાડનારાં સાધનેને નીચે મુજબ નિર્દેશ કરૂં છું. રચના-સમય (૧) પાઈએલચ્છીનામમાલા વિ. સં. ૧૦૨૯ (૨) તિલકમંજરીની અવતરણિકા (લે. પ૧-૫૩) ૧૧ મી શતાબ્દી શ્રાવક વિધિ (૪) શ્રીધનપાલકૃત શોભન-સ્તુતિની ટીકા (૫) શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવકચરિત્રગત શ્રી મહેન્દ્ર-પ્રબંધ વિ. સં. ૧૩૩૪ (૬) શ્રીમેરૂતુંગસૂરિકૃત પ્રબન્ધચિન્તામણિ વિ. સં. ૧૩૬૧ (૭) શ્રીજિનકુશલસૂરિકૃત ચૈત્યવંદનકુલકવૃત્તિ (પત્રાંક ૯૩-૯૭) વિ. સં. ૧૩૮૩ (૮) શ્રીસંઘતિલકસૂરિકૃત સમ્યકત્વસતિટીકા વિ. સં. ૧૪૨૨ (૮) શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબન્ધ વિ. સં. ૧૪૯ર. ૧) શ્રીરામન્દિરગાણિકત ભેજપ્રબંધ (લિ. ૩૬ થી ૪. અધિ. ૫) વિ. સં. ૧૫૧૭ (૧૧) શ્રી ઈન્દ્રીંસમાણિકૃત ઉપદેશ-કલ્પવલ્લી (પૃ. ૧૬-૧૭૫) વિ. સં. ૧પપપ (૧૨) શ્રીહેમવિજ્યગણિકૃત કથારભાકર (ત ૫ ક. ૩૭) વિ. સં. ૧૬૫૭ (૧૩) શ્રીજિનલાભસૂરિરચિત આત્મપ્રબંધ (પ્ર- ૧) વિ. સં. ૧૮૦૪ (૧) શ્રીવિજ્યલક્ષ્મી સૂરિવિરચિત ઉપદેશપ્રાસાદ (ભા. ૧, વ્યા. ૨૩) વિ. સં. ૧૮૪૩ ઉપર્યુક્ત 'સાધને પૈકી જેટલાં હસ્તગત થયાં હતાં તે મુજબ કવિવર્ય ધનપાલના જીવનની રૂપરેખા પ્રસંગવશાત શ્રીશાસન મુનીશ્વરનો જીવનવૃત્તાંત આલેખતી વેળા રજુ કરી છે. આથી એ સંબંધમાં વિશેષતારૂપે એક બે હકીકતનો અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. ધનપાલને સત્તાસમય તિલકમંજરીના ૪૩ માથી ૪૮ મા સુધીના પદ્યમાં ધનપાલે પિતાના આશ્રયદાતા ભેજ નેરેશ્વરના પ્રભાવનું વર્ણન કર્યું છે. એ ભજન સત્તાસમય ઈ. સ. ૧૦૧૮ થી ઈ. સ. ૧૦૬૦ ને મોટે ભાગે મનાય છે. આ ઉપરથી પણ ધનપાલ વિકમની અગ્યારમી શતાબ્દીમાં થઈ ગયા એ હકીકતને પુષ્ટિ મળે છે. વિશેષમાં પ્રભાવકચરિત્રમાં સૂચવાયું છે તેમ વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ તિલકમંજરીનું સંશોધન કરેલું છે? ૧ શાહ હીરાચંદ કાલભાઈ તરફથી “ચમત્કારિ સાવચૂરિ સ્તોત્રસંગ્રહ તથા વંકચૂલિયા સૂત્ર-સારાંશ” નામે જે પુસ્તક વિ. સં. ૧૯૭૯ માં પ્રસિદ્ધ થયેલ છે તેમાં વિદ્વાનગાણી પૃ. ૧૨-૧૪ માં આપેલ છે. એમાં ધનપાલના મુખે “જે ન વિદ્યા” વાળું પદ્ય બોલાયાનો ઉલ્લેખ કરાયો છે. મુંબઈ ઇલાકાના સરકારી કેળવણી ખાતા તરફથી તૈયાર કરાવાયેલ “ગુજરાતી ત્રીજી ચોપડી”માં પશઓના પંચમાં વાદવિવાદ’ નામની જે કવિતા છે તેની સાથે એ વિદ્વદુષ્ટીની સંતુલના કરી શકાય તેમ છે. ૨ વિચારો નિયલિખિત પદ્ય – બાપા નૂર્વાયોરિશિરોમણિકા वादिवेतालविशदं श्रीशान्त्यावार्थमाह्वयत् ॥ २०१॥ अशोधयादिमांचासाबुत्सूत्राणां प्रारूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥२०२॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy