SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રીવીરસ્તુતિ [ શૌપનારુંપરંતુ તેમ થાય તો તે અનુચિત નથી. શું શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામરસ્તોત્રના પંચમ પદ્યના નિગ્ન-લિખિત-ચરણમાં એવો પ્રયોગ નથી? “ો તથાપિ તવ વિરામુનીરા !” આ સ્થળે પરોક્ષતાદ્યોતક સ સર્વનામ અને પ્રત્યક્ષતાસૂચક મર્દ સર્વનામનો એક સાથે પ્રયોગ કરી કર્તા પોતાની લઘુતા પ્રદર્શિત કરતા હોય એમ ભાસે છે. વિરેાધ-અલંકાર અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા જે બે મુખ્ય ભેદો છે, તે પૈકી અર્થલકારની કોટિમાં વિરોધ-અલંકારનો અંતર્ભાવ થાય છે. 'િ શબ્દથી એનું ઘતન થાય છે. શ્રીવાક્ષટકૃત વાક્ષટાલંકાર (પૃ. ૫૫)માં એનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – "आपाते हि विरुद्धत्वं, यत्र वाक्ये न तत्त्वतः। शब्दार्थकृतमाभाति, स विरोधः स्मृतो यथा ॥ १२१ ॥" અર્થાત જે વાક્યમાં આરમ્ભમાં શબ્દજન્ય કે અર્થજન્ય વિરોધ ભાસે છે, પરંતુ વાસ્તવિક રીતે જ્યાં વિરૂદ્ધતા નથી, તે “વિરોધ” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિરોધ જેવું જણાય, પરંતુ ખરી રીતે વિરોધ ન હોય તેનું નામ “વિરોધાલંકાર છે; બાકી વસ્તુતઃ પણ વિરોધ હોય તો કાવ્યત્વનો સંભવ ક્યાંથી રહે? આ ધનપાલીય સ્તુતિની જેમ વિરોધાલંકારમય અન્ય કોઈ પ્રાકૃત કૃતિ હોય તો તે મારા જેવા જાણવામાં નથી. એક એવી સંસ્કૃત કૃતિની પ્રતિ મને હાલમાં શ્રીવિચક્ષણવિજય તરફથી મળી છે. છૂટક છૂટક એવાં પડ્યો તો પ્રાયઃ દરેક મહાકાવ્યમાં મળી આવે છે. પ્રસ્તુતમાં ૧ આને માટે આ શ્રીવીર-સ્તુતિનું દ્વિતીય પદ્ય વિચારો. ૨ દાખલા તરીકે શ્રીદેવવિમલગણિકૃત હીરસૌભાગ્યના ચતુર્થ સર્ગગત નિમ્નલિખિત સાતમા અને આઠમા લોકોઃ – "बभूव मुख्यो वसुभूतिसूनु-स्तेषां गणीनामिह गौतमाहवः । यो वक्रभावं न बभार पृथ्वी-सुतोऽपि नो विष्णुपदावलम्बी॥ यत्पाणिपद्मः सपुनर्भवोऽपि, दत्ते नतानामपुनर्भवं यत् । शिष्यीकृता येन भवं विहाय, शिवं श्रयन्ते च तदन चित्रम् ॥" આનો અનુવાદ “શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગ (પૃ. ૨૪-૨૫)માં મેં આપ્યો છે એથી અત્ર ફરીથી આપવામાં આવતો નથી. અત્ર શ્રીજિનપ્રભસૂરિકૃત ગૌતમસ્તોત્રનું થોડે ઘણે અંશે ઉપર્યુક્ત ભાવસૂચક ૧મું પદ્ય ઉપસ્થિત કરું છું – "न रागवान् नो भजसेऽतिचारं, नालम्बसे वक्रगतिं कदाचित् । पुरस्कृतेनोऽपि घनाय नासि, तथापि पृथ्वीतनयोऽसि रूढः ॥" અર્થાત જોકે તું પૃથ્વીના પુત્રરૂપે રૂઢ છે (મંગળ પૃથ્વીને પુત્ર ગણાતો હોવાથી જેકે તું મંગળ ગ્રહ છે), છતાં તું રાતો (રાગી) નથી, તું અતિચાર સેવતો નથી, તારી ગતિ કદી વાંકી નથી (તું જડ સ્વભાવી નથી) તેમજ તે સૂર્ય (સ્વામી)ને આગળ કર્યો છે છતાં તું મેઘને માટે નથી. પ્રાકૃત ઉદાહરણ માટે આપણે શ્રીહરિભદ્રસૂરિકૃત સમરઇચકહા તરફ નજર કરશું તે પ્રારંભમાં જ નિગ્ન-લિખિત પદ્ય આ અલંકારથી વિભૂષિત જણાય છે. "परमसिरिवद्धमाणं पणट्ठमाणं विसुद्धवरनाणं । જયો નો ચંગુ વરદમ જ ” . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy