SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષભપંચાશિક, [ષનgરાજે પરમેશ્વરને ઉદ્દેશીને વરઘો, જો એ વિશેષણોનો પ્રયોગ કરી તેનો એકવચનથી વ્યવહાર કર્યો છે, ત્યારે પોતાને માટે અને પ્રયોગ કરી બહુવચનનો વ્યવહાર કર્યો તે શું યોગ્ય ગણાય? - આનો ઉત્તર એ છે કે તુચ્છ પ્રકૃતિવાળો સ્વાથી મનુષ્યજ કૃપાળુ પ્રભુની પ્રાર્થના કરતી વેળાએ કેવળ પોતાના તરફ પ્રસન્ન થવા વિનતિ કરે છે, જ્યારે ઉદાર મનનો માનવ તો પોતાના જેવા અન્ય દુઃખી જનોના તરફથી પણ તેવી પ્રાર્થના કરે છે એટલે કે તે ફક્ત પોતાને જ ઉદ્દેશીને પ્રાર્થના કરતો નથી, પરંતુ દુઃખી આત્મા–બંધુઓને માટે પણ ઈશ્વરને પ્રસન્ન થવા વિજ્ઞપ્તિ કરે છે. આથી કરીને સમજી શકાય છે કે વિશ્વબંધુત્વની ઉમદા ભાવનાથી વાસિત હદયવાળા કવીશ્વરે અન્ય જનની તરફથી પણ પ્રાર્થના કરેલી હોવાથી લાળ” દ્વારા બહુવચનનો પ્રયોગ કર્યો છે તે ન્યાચ્ય છે. વિશેષતા તો એ છે કે કવિરાજે પોતાને માટે તો ઘેમિ પદ દ્વારા એકવચનનોજ પ્રયોગ કર્યો છે, પરંતુ પ્રત્યેનો એવો પ્રયોગ કર્યો નથી, તો પછી એમની ઉચિતતાનો અલ્પશે પણ ભંગ થયો છે એમ કહેવાય જ કેમ? પ્રાર્થનાનો હેતુ કવિરાજ ફરી ફરીને પ્રભુની પ્રાર્થના કરે છે એ વાસ્તવિક નથી એવી શંકા કોઈને ઉદ્દભવે તો તે અસ્થાને છે. કેમકે જે કે એક વાર પ્રભુના દર્શનનો પોતાને લાભ મળ્યો છે અને એ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ આ સમ્યકત્વ ક્ષાયિક ન હોય તે ભવાંતર મિથ્યાત્વના સપાટામાં આવી જવાનો પોતાને ભય રહે છે. આથી તેઓ કદાચ તેવી ભયંકર સ્થિતિમાં આવી પડે ત્યારે સુજ્ઞાનના અભાવે તેઓને પ્રભુને વિનતિ કરવાનું પણ વિસ્મરણ થાય એ બનવા જોગ છે. એમ હોઈ કરીને તેઓ પુનરપિ પુનઃ પ્રાર્થના કરે તેમાં કંઈજ ખોટું નથી. વળી કવિરાજને ક્ષાયિક સમ્યકત્વ મળી ગયું હોય તો પણ તેઓ વારંવાર વિશ્વેશ્વરને વિનતિ કરે તો તે અનુચિત નથી જ, કેમકે તે શુભ કાર્ય છે. આ આ જ इदानीं स्तुतिकृदाशंसारूपां भङ्गयन्तरेण स्वनामगर्दा चापश्चिमां परिसमाप्तिगाथा. મોહેં इअ झाणग्गिपलीविअकम्मिधण! बालबुद्धिणा वि मए । भत्तीइ थुओ भवभयसमुद्दबोहित्थ! बोहिफलो ॥ ५० ॥ [इति ध्यानाग्निप्रदीपितकर्मेन्धन ! बालबुद्धिनाऽपि मया । भक्त्या स्तुतो भवभयसमुद्रयानपात्र ! बोधिफलः ॥] ૧ “મવમવલકુ તિ પાકાતના ર આને બદલે બહિત્થ’ શબ્દ લખાય કે કેમ એ પ્રશ્ન છે, કેમકે અમરકોશાદિમાં એ શબ્દ નજરે પડતો નથી, જ્યારે શ્રીગુણાકરસૂરિએ ભક્તામરસ્તોત્ર ( ૪)ની ટીકા (પૃ. ૧૪ )માં બળ વોદિરથોડ_દિન ” ઉલ્લેખ દ્વારા તેમજ વળી ૧૦૯ માં પૃષ્ઠમાં પણ “વોથિમાઢ” એ દ્વારા અને શ્રીભાવવિજયગણિએ પોતે રચેલી ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિની પ્રશસ્તિના નિગ્નલિખિત "महोपाध्यायश्रीमुनि विमलपादाः समभवन् । भवोदन्वन्मजजननिवहबोहित्थसदृशाः॥" ૧૭ મા પદ્ય દ્વારા હિલ્થ” ને સંસ્કૃત શબ્દ તરીકે પ્રયોગ કર્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy