SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિજિત] भाभपश्चाशिका તેમને અપાશે ભય નથી, તથા પૈકિય લબ્ધિથી યુક્ત હોવાથી તેઓ મનગમતાં રૂ વિમુવી શકે છે, અનેક પ્રકારના ભોગ ભોગવી શકે છે, તથા વળી તેઓને આપણી માફક કાવલિક આહાર નહિ હોવાથી તેઓ ઉદર-નિર્વાહની ચિન્તાથી મુક્ત છે ઈત્યાદિ સુખો દેવોને પુણ્યકર્મના ઉદયરૂપે મળે છે ખરાં, પરંતુ ત્યાં પણ વૈર, પરતત્રતા, ઈર્ષ્યા ઈત્યાદિ દુર્ગુણરૂપ દુમનેની છાવણી હોવાથી કેટલાક દેવો પોતાથી અધિક પુણ્યશાળી દેવની વિશેષ સંપત્તિ જોઈને મનમાં ને મનમાં ઈર્ષ્યાગ્નિથી બન્યા કરે છે, કેટલાક દેવોને પોતાના ઉપરી અધિકારીની સેવામાં સમય ગાળવો પડે છે, જ્યારે કિબિષક તરીકે ઉત્પન્ન થયેલા દેવને પોતાની અધમતાનો ખ્યાલ દુઃખના માથે ઝાડ ઊગ્યાં હોય તેવું કષ્ટકારી જીવન વ્યતીત કરાવે છે. આ પ્રકારના સુખ-દુખો ઉપરાંત પ્રાયઃ દરેક દેવને ચ્યવન-કાળને છ માસ બાકી રહેતાં આખી જીંદગીમાં ન પ્રાપ્ત થયેલી વૃદ્ધાવસ્થા ઘેરી લે છે એટલું જ નહિ, પરંતુ પોતે અવધિજ્ઞાન જીવે પૂર્વ ભવમાં આયુષ્યની સ્થિતિ એવી શિથિલ (ઢીલી) બાંધી હોય કે શસ્ત્રાદિકના આઘાત વગેરે પ્રાપ્ત થતાં કાલ-આયુષ્ય પૂર્ણ કર્યા વિના જીવ મરણ પામે. આ શિથિલ આયુષ્યને “અપવર્તનીય કહેવામાં આવે છે; આથી વિપરીત આયુષ્ય તે “અનાવર્તનીય છે. અર્થાત જીવે પૂર્વ ભવમાં આયુષ્યની સ્થિતિ એવી તીવ્ર (ઘન) બાંધી હોય કે શસ્ત્રાદિના આઘાત વગેરે થવા છતાં પણ કાલ-આયુષ્ય પૂર્ણ કર્યા વિના તે નજ મરે; આ આયુષ્ય તે “અનાવર્તનીય છે. શસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી જે આયુષ્યને ક્ષય થાય તે “સોપક્રમ” કહેવાય છે. આ લક્ષણ અપવર્તનીય આયુષ્ય પરત્વે છે. આયુષ્યના પરિસમાપ્તિના અવસરે જેને આવું નિમિત્ત વિદ્યમાન હોય તે આયુષ્ય પણ સોપક્રમ' કહેવાય છે. આ અનાવર્તનીય આયુષ્ય સંબંધી હકીકત છે. કહેવાની મતલબ એ છે કે અપવર્તનીય આયુષ્ય તો સોપક્રમજ છે, જ્યારે અનપવર્તનીયના સોપક્રમ અને નિરૂપમ એવા બે ભેદ છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે સ્થિતિ-આયુષ્યમાં જેમ ઘટાડો કરી શકાય છે, તેમાં વધારો કરી શકાતું નથી. ઈન્દ્ર, ચન્દ્ર કે તીર્થંકર પણ તેમ કરી શકે તેમ નથી. ૧ જુઓ પૃ૦ ૩. ૨ દેવોના ભવનપતિ, ચતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા ચાર પ્રકારો છે. આમાં પ્રથમ અને અન્તિમ જાતના દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાટ્યશ, પાર્ષદ, આત્મરક્ષક, લોપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિબિષક એવા દશ ભેદો છે. આ ભેદેમાંથી ત્રાયશ્ચિશ અને લોકપાલ સિવાયના આઠ ભેદો તો વ્યન્તર અને જ્યોતિના પણ પડે છે. અર્થાત કિબિષક દેવ તો ચારે જાતને દેવોમાં છે. આ દેવને મનુષ્યો પૈકી અંત્યજની ઉપમા આપવામાં આવે છે. - ૩ આના સમર્થના શ્રીઆચારાંગસૂત્રના પ્રથમ શ્રતસ્કંધના “શીતય” નામના તૃતીય અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના ચતુર્થ સૂત્ર (પત્રાંક ૧૫૪)માંના બારામgવોવાળg જે સાણં મૂકે ઘમં મગા” એ પાઠની ટીકા કરતાં શ્રીશીલાંકાચાર્ય ઉર્ફે કેટ્યાચાર્ય કથે છે કે "तत् संसारे स्थानमेव नास्ति यत्र जरामृत्यू न स्तः, देवानां जराऽभाव इति चेत्, न, तत्राप्युपान्तकाले लेश्यावलसुखप्रभुत्ववर्णहान्युपपत्तेः अस्त्येव च तेषामपि जरासद्भावः" આગળ જતાં (૧૫૫ માં પત્રાંકમાં) તેઓ સર્વ દેવોની ચ્યવનસ્થિતિ વર્ણવતાં કથે છે કે “નાચારઃ સદાવ્રુક્ષ, શીદીના વાસણ રોજના વૈચં ત જામrs#મ, દિજાતિવૈજપુત્રાતિશ ” અર્થાત પુષ્પની માળાનું કરમાઈ જવું, કલ્પવૃક્ષનું હાલવું, લક્ષ્મી અને લજજાને નાશ, વસ્ત્રોનો વર્ણ, દીનતા, તન્દ્રા, કામ-રાગ અને અંગમાં ભંગ, દૃષ્ટિની ભ્રાન્તિ, ધુજારી અને અરતિ એટલાને અવનકાળે દેવોને અનુભવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy