SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા. મનુષ્ય–ગતિની જેમ પુણ્ય કરવાથી દેવ–ગતિ પ્રાપ્ત થાય છે, છતાં સામાન્ય કથન તરીકે એમ કહી શકાય કે ત્યાં કોઈ જાતનાં વ્રત–નિયમોને માટે અવકાશ નહિ રહેલો હોવાથી અર્થાત કેવો અવિરત હોવાથી એ ગતિ મનુષ્ય-ગતિથી ઉતરતી છે. - અત્ર એવો સહજ પ્રશ્ન ઉદભવે છે કે દેવ-ગતિ પુણ્ય ઉપાર્જન કરવાથી પ્રાપ્ત થાય છે, તો પછી ત્યાં દુઃખ કેમ સંભવે? આને ઉત્તર એ છે કે જેમ પાપ એ લોઢાની શૃંખલા (બેડી) છે, તેમ પુણ્ય પણ જ્યારે સુવર્ણની શૃંખલાજ છે, તો પછી શૃંખલા-બદ્ધ જીવન એ સુખ કેમ કહી શકાય? વળી એ પણ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે દેવ-ગતિમાં દેવોનો જન્મ પપાતિક હોવાથી તેમને ગર્ભ અને જન્મ પરત્વેનાં દુઃખો સહન કરવા પડતાં નથી, વળી તેઓનું આયુષ્ય અનાવર્તનીય હોવાથી વિષ, શસ્ત્ર, અગ્નિ ઈત્યાદિ વડે જાન જતો રહેવાને ૧ સામાન્ય કથન કહેવાનું કારણ એ છે કે નવ રૈવેયક સુધીની દેવગતિ તો અભત્રને પણ પ્રાપ્ય છે. પરંતુ આ વેયકની ઉપલા ભાગમાં રહેલા પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો દેવ ત્રણથી ભવ જેમના બાકી રહ્યા હોય એવા માનવાદિકથી શ્રેષ્ઠ છે. કેમકે આવો દેવ તત્ત્વોથોધિગમસૂત્રના ચતુર્થ અધ્યાયના કરિયાપુ રિમા” એ ર૭ મા સૂત્ર પ્રમાણે દ્વિચરમ છે એટલે કે “વિજયાદિક અનુત્તર વિમાનમાંથી આવીને તે દેવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ ફરી અનુત્તર વિમાનનો અધિકારી બની મનુષ્ય થઈ તેજ ભવમાં મુક્તિ-મહિલાને મંદિરે પધારે છે. “સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ તે વળી આનાથી પણ શ્રેષ્ઠ છે, કેમકે આની પૂર્વેના મનુષ્ય ભવમાં ફક્ત સાત પ્રાણ જેટલું આયુષ્ય વધારે હોત તો તેજ ભવમાં મોક્ષે જાત, પરંતુ એટલું ઓછું આયુષ્ય હોવાથી લગભગ સિદ્ધિ-સુખના જેવું સુખ તે આ વિમાનમાં ૩૩ સાગરોપમ સુધી અનુભવી મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ સિદ્ધિ-સુન્દરીને વરે છે. આ દેવો કરતાં ઉતરતા દરજજાના પરંતુ આધિપત્ય ભોગવનારા એવા ૬૪ ઇન્દ્રો સમ્યકત્વધારી હોઈ કરીને અપસંસારી છે. એથી કરીને તેમને પણ સામાન્ય મનુષ્ય કરતાં ઉચ્ચ કોટિના ગણી શકાય. ૨ સંમૂર્ખન, ગર્ભ અને ઉપપાત એમ જન્મના ત્રણ પ્રકારો પડે છે. જે સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય તે સ્થાનના પુદગલોને શરીરરૂપ બનાવે તે જીવનો જન્મ સંમૂડ્ઝન છે. માતા-પિતાના સંયોગથી ઉત્પન્ન થતા જીવો ગર્ભજ છે, કેમકે શુક્ર અને શોણિતના મિલનના આધારરૂપ ગર્ભ છે. માતા-પિતાના સંયોગ વિનાના જન્મના જેકે સંપૂર્ઝન અને ઉપપાત એમ બે ભેદે છે, તો પણ તેમાં નરકમાં રહેલ કુંભી કે ગોખલામાં ઉત્પન્ન થતા નારકીઓનો તેમજ દેવ-શધ્યામાં ઉત્પન્ન થતા દેવોનો જન્મ ઔપપાતિક કહેવાય આમાં પ્રતિવિશિષ્ટ ક્ષેત્રની પ્રાપ્તિ એ નિમિત્ત છે. અર્થાત દેવોના ઔપપાતિક જન્મમાં શુક્રાદિક પુદગલનું ગ્રહણ નથી તેમજ તેમાં પ્રચ્છેદ-પટ (ચાર) કે દેવદૂષ્યના પુદ્ગલોને શરીરરૂપે પરિણાવવામાં આવતા નથી; કિન્તુ દેવશય્યાના પ્રચ્છેદ-પટની ઉપર અને દેવદુષ્યની નીચે રહેલા પુલને વૈક્રિય શરીરરૂપે ગ્રહણ કરવામાં આવે છે. જુઓ શ્રીવાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિત ટીકા (પૃ. ૧૮૯-૧૯). ૩ આયુષ્યકર્મના જે પુદગલો છે તે બદ્રવ્ય-આયુષ્ય છે. આની સહાયતાથી જીવ જે અમુક કાળ સુધી જીવી શકે તે “કાલ-આયુષ્ય યાને સ્થિતિ-આયુષ્ય છે. દ્રવ્ય-આયુષ્ય પૂરું કર્યા વિના આયુષ્યના જેટલા યુગલો પૂર્વ ભવમાં જીવે ગ્રહણ કર્યા હતા તેને ક્ષય કર્યા વિના કોઈ જીવ કદાપિ મરતો નથી; પરંતુ કાળ-આયુષ્ય અપૂર્ણ રહ્યા છતાં પણ જીવ મરી શકે છે. આ આયુષ્યને લક્ષ્યમાં લઈને શાસ્ત્રકારોએ અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ પાડ્યા છે. કોડિયામાં જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. આમાં દીવાની જે પ્રમાણે વાટ નાની મોટી રાખવામાં આવે તે પ્રમાણે દીવ ઓછા વત્તા કાળ સુધી મળે, એવી જ રીતે પ્રસ્તુતમાં ઘટાવી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy