SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] જમવારિકt. ૧૪૭ યથાર્થ તિર્થી ભવમાં કષ્ટ– “જ્ઞાનાવરણ (નામના કર્મ)થી અત્યંત આચ્છાદિત હોઈને પણ મેં તિચપણમાં શીત, તાપ અને વર્ષની ધારાના નિપાતનું અતિશય તીવ્ર દુઃખ અનુભવ્યું.”–૪૪ સ્પષ્ટીકરણ જ્ઞાનાવરણીય કર્મ કષાયથી કલુષિત જીવ આઠ પ્રકારના પુદ્ગલો પૈકી કામણ વણાના પગલો ગ્રહણ કરી તેને આત્મ–પ્રદેશની સાથે ક્ષીર–નીરની જેમ એકમેક કરી દે છે તે “બંધ કહેવાય છે. આ બંધના કાર્યના ભેદને લઈને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારો પડે છે. તેમાં વળી પ્રકૃતિબંધના જ્ઞાનાવરણયાદિક આઠ વિભાગો છે. આ આઠે વિભાગોના જે અવાંતર ભેદો પડે છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મના મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણય, મન:પર્યયજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય એમ પાંચ પ્રકારો છે. જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્તની છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે (જુઓ પૃ૦ ૧૩). આયુષ્ય કર્મ સિવાયનાં બાકીનાં કર્મોની જેમ આ કર્મ જે ભવમાં એનો બંધ થયો હોય તે જ ભવમાં અથવા તો ભવાંતરમાં પણ ઉદયમાં આવે છે (જ્યારે આયુષ્ય કર્મ તો અનંતર ભવાંતરમાંજ ઉદયમાં આવે છે). તિર્યંચ ગતિમાં અન્ય ગતિઓની જેમ આઠે કમોંનો સદભાવ હોવા છતાં આ પદ્યમાં જ્ઞાનાવરણ કર્મને ખાસ કરીને નિર્દેશ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે આ કર્મની તિર્યંચ ગતિમાં પ્રધાનતા–વિશેષતા છે. ૧ “પણ” શબ્દથી વિરોધ સૂચવવામાં આવ્યો છે, કેમકે જે વિવિધ જાતનાં આવરણોથી આચ્છાદિત હોય, તેને ઠંડી વગેરે કેમ લાગે? ૨-૫ આના અર્થ માટે વિચારો— "प्रकृतिस्तु स्वभावः स्यात्, स्थितिः कालावधारणम् । अनुभावो रसो ज्ञेयः, प्रदेशो दलसञ्चयः ॥ १॥" આનો ફુટ બોધ થાય તેટલા માટે આપણે અત્રે મોદક (લાડુ)નું દૃષ્ટાન્ત વિચારીશું. જેમ કોઈ વાયુને દૂર કરનાર સુંઠ વગેરે દ્રવ્યોથી બનાવેલો મોદક પ્રકૃતિથી-સ્વભાવથી વાયુને ટાળે, જ્યારે પિત્તાપહારી દ્રવ્યથી નિષ્પન્ન મોદક પિત્તને દૂર કરે અને કફનાશક દ્રવ્યથી નિર્મિત મેદક કફનો નાશ કરે તેમ કોઈ કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે, તો કોઈક દર્શનને ઇત્યાદિ. આને પ્રકૃતિ-બંધ જાણવો. કોઈક મોદક એકજ દિવસ અગદ્યા વિના રહી શકે તો કોઈક બે દિવસ તે કોઈક મહિના સુધી તેવી રીતે કોઈ કર્મ સત્તામાં ૨૦ કોડાકોડી સાગરોપમ તો કોઈ ૩૦ કડાકોડી સાગરોપમ કાળ સુધી રહે, ઈત્યાદિ. આને સ્થિતિ–બંધ સમજવો. કોઈ મોદકને સ્નિગ્ધ કે રૂક્ષ મધુર કે કટુ રસ એક ગુણો હોય તો કોઇકનો બે ગુણો હોય તેમ કર્મનો કોઈ વખત એક સ્થાનીય રસ બંધાય તો કોઈ વખત તીવ્ર કષાયને યોગે ક્રિસ્થાનીયાદિક બંધાય. આને રસ-બંધ અવબોધવો. કોઈ મોદકના પ્રદેશ-કણઆ પા શેર જેટલા હોય તો કોઈકના અડધો શેર જેટલા એટલે કે કોઈ કર્મના પ્રદેશ-દળિયાં થોડા લેય તો કોઈકનાં ઘણાં હેય. આને પ્રદેશ–બંધ તરીકે ઓળખવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy