SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, [ષાપાન ज्वालामालाजटालान्तरनरकधरापाककुम्भीषु भीमै निक्षिप्तस्योर्ध्वपादं विधुरतरमधोमूर्ध(?) निर्धर्मधुर्यैः । प्रोत्तुङ्गापीनपाण्डुस्तनकलशलसत्तारहारालिमाला तत्र त्राणाय बाला न खलु तव सखे ! मूर्ख ! सम्भावयामि ॥ ५॥ (અગ્નિની) જવાળાની માળાથી જટાવાળા બનેલા મધ્ય ભાગવાળી નરક-ભૂમિની પાક ભીને વિષે ભયંકર તેમજ અધર્મીઓમાં મુખ્ય એવા (દૈત્યો) વડે પગ ઊંચા અને માથું નીચે એવી રીતે ત્યાં કાયરપણે ફેંકાયેલા તારા બચાવ માટે હે મિત્ર! હે મૂર્ખ! અત્યંત ઉન્નત સમસ્તતઃ પુષ્ટ, તથા શ્વેત એવા પયોધરરૂપ કલશને વિષે શોભતા મનહર હારની શ્રેણિની માળાવાળી મહિલા ખરેખર સમર્થ નથી એમ હું માનું છું, स्फाराङ्गारान्तरालेष्वलवधगधगत्सन्धिगर्भेष्वरे ते सोत्साहे देहदाहे निरयपुरतटीवज्रकुण्डेषु तेषु । सेयं शृङ्गारकुल्यालहरिपरिलसन्नीलरोमाङ्कराली नालं लीलावतीनां डमरभरभिदे नाभिवापी गभीरा ॥ ६ ॥ બહુ અંગારા જેવા મધ્ય ભાગવાળી તેમજ જેમાં સાંધાના ભાગે સર્વથા બળી રહ્યા છે એવી નરક-પુરીની તટીને વિષે (રહેલા) સુપ્રસિદ્ધ વકુડે (કુંભીપાકમાં) તારો દેહ જ્યારે ઉત્સાહ પૂર્વક દગ્ધ થઈ રહ્યું છે, ત્યારે વિલાસવતી (વનિતાઓ)ની શંગારરૂપ નદીની મોટા મોજાઓ રૂપ શોભતી શ્યામ રોમાંચની શ્રેણી કે પેલી ગંભીર નાભિરૂપ વાપી પ્રલયના સમૂહને ભેદવા માટે સમર્થ નથી.--૬ अङ्गारद्वालुकायां पुलिनभुवि गलत्पादपाणि प्रकामा___ कारुण्याद् वैतरुण्यं(रण्या) मृदुगति नरकस्वामिषु भ्रामयत्सु । स्पृष्टं स्पष्टं चर्ये(त्वये ?)ष्टं किमु भवति पुरा शोणमाणिक्यमाला प्रेढोलन्मेखलाई जघनमतिघनं तत् तरुण्याः शरण्यम् ? ॥ ७ ॥ અંગારાની જેવું આચરણ કરતી રેતીવાળી તથા જળવાળી ભૂમિવાળી વૈતરણી (નદી)માં પગની એડીઓ ગળી જાય—અંદર પેસી જાય એવી રીતે ધીરે ધીરે નરકના અધિપતિઓ જ્યારે અત્યંત નિર્દયપણે તને ભ્રમણ કરાવે છે, ત્યારે લાલ માણેકની માળા વડે હીંડોળા ખાતા કંદોરાથી લાંછિત તેમજ અત્યંત પુષ્ટ તથા તારા વડે સ્પષ્ટ રીતે સ્પર્શ કરાયેલા તેમજ તેને ઈષ્ટ એવા તે તરૂણીના અતિઘન જઘન શું તારે શરણરૂપ છે?— उन्मीलन्मूलशूलापटलजटिलतां शाल्मली जाल्म! लीढा झां नामालिङ्गतस्ते नरकपतिपरीहासवैवश्यभाजः। ૧ ઊંચા. ૨ બધી રીતે ભરાઉં. ૩ ઇંટીરૂપ વાવ. ૪ અવયવ-વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy