SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ભપંચાશિકા. [ આપનાવાસ છે, જ્યારે આની આસપાસ પૂર્વાદિક ચાર દિશાઓમાં એક એક ચુસ નરકાવાસ છે (જાઓ જીવાજીવાભિગમ ઉપાંગની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૧૦૫ મું પત્ર). આ અપ્રતિષ્ઠાનો આયામ-વિઝંભ એક લાખ યોજનાનો છે, જ્યારે બાકીના ચાર નરકાવાસને તે અસંખ્યય યોજના કોટાકોટિને છે (જુઓ પત્રાંક ૧૦૯). આ ચારે બાજુ અંધકારમય અને મૂત્ર, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થોથી લિપ્ત એવી નરક–ભૂમિ છે. આ ભૂમિમાંના નારક જીવો પીંછાં વિનાનાં પક્ષીના જેવા લાગે છે. આની આકૃતિ ફૂર, કરૂણ, બીભત્સ અને ભયાનક છે. એનું માપ પણ રાક્ષસીય છે. જેમકે પ્રથમ નરકના જીવના દેહનું માન ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ આંગળ છે, જ્યારે બાકીની નરકના જીવોનું અનુક્રમે બમણું બમણું છે; એટલે કે સાતમી નરકના જીવના દેહનું માપ તો પાંચસે ધનુષ્ય છે. આવા નરકના જીવોને સુખનું તો સ્વમું એ નથી. તેમને માટે તે દુઃખના ડુંગરો છે. ક્ષેત્રજન્ય વેદના અને પરસ્પર જનિત વેદના ઉપરાંત પ્રથમની ત્રણ નરકમાં તો પરમાધાર્મિકકૃત વેદના પણ અનુભવવી પડે છે. આનું આબેહુબ વર્ણન સૂત્રકૃતાંગમાં છે. આનું સ્થૂલ સ્વરૂપ મેં શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૧૧૯) માં આલેખ્યું છે. એના પ્રાચીન મુનિવર્યત પદ્યાત્મક વર્ણનની હસ્તલિખિત પ્રતિ મને શ્રીવિજયેન્દ્રસૂરિ તરફથી હાલમાં મળી આવી છે. આ વર્ણન કામાતુર જનેને-શૃંગારસ મુગ્ધ માનવોને શિક્ષારૂપ છે. આના પ્રત્યેક પદ્યના પૂર્વાર્ધમાં નરકના દુઃખને નિર્દેશ છે, જ્યારે ઉત્તરાર્ધમાં શૃંગારનું સ્મારણ છે. આથી તે અત્ર નીચે મુજબ ઉપસ્થિત કરૂં છું – __पूर्वाचार्यप्रणीतानि | નરવનવૃત્તાનિ | (ધરજીસ) श्वभ्रे स्वभ्रान्तिदोषात् क्रकचखरमुखैरानखाग्रं शिखाग्रा. ___ दत्राणं दार्यमाणं व्यपगतकरुणैरुणैर्दारुदारम् । किं त्वां सम्फुल्लमल्लीमुकुलपरिमलालोलरोलम्बमाला तत्र त्रस्तैणनेत्रा प्रवरकबरिका त्रासतस्त्रातुमीष्टे ? ॥ १ ॥ - નિર્દય તથા દારૂણ એવા (પરમાધાર્મિક) દ્વારા કરવાની કઠોર ધારથી શિખાગ્રથી માંડીને તે નખના અગ્ર ભાગ સુધી લાકડાને ચીરે તેમ અશરણપણે નરકને વિષે પોતાની બ્રાન્તિના દોષથી વહેરાતા એવા તને શું ત્યાં ત્રાસથી બચાવવાને ત્રાસ પામેલા હણના જેવા અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૨ અને ૧ એમ બધા મળીને ૪૯ પ્રતિરો છે (આ પૈકી સૌથી પ્રથમ પ્રતરનું નામ “સીમન્તક છે, જ્યારે અન્તિમનું નામ “અપ્રતિષ્ઠાન” છે); જ્યારે ૩૦ લાખ, ૨૫, લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, એક લાખમાં પાંચ ઓછા અને પાંચ એમ સર્વ મળીને ૮૪ લાખ નરકાવાસ છે. જુઓ તવાથધિંગામસૂત્ર (અ. ૩, સૂ૦ ૨)નું સ્વપજ્ઞ ભાષ્ય તથા તેની પ્રસિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૨૩૪-૨૩૬). ૧ પૂર્વદિશામાં કાળ, પશ્ચિમે મહાકાળ, દક્ષિણે રવ અને ઉત્તરે મહોરવ છે. ૨ ચોટલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy