SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૧૪૩ ટિપ્પણ )–મલિન આશયવાળો હોવાથી તેને તેવું ભયંકર ફળ મળે છે. આથી કરીને તો અધ્યાત્મપદ્મ (અ૦ ૯, શ્લો૦ ૩) માં કહ્યું પણ છે કે— "स्वर्गापवर्गौ नरकं तथाऽन्तर्मुहूर्तमात्रेण वशावशं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्, वशं तदन्तःकरणं कुरुष्व ॥” અર્થાત્ વશ રાખેલું અને વશ નહિ રાખેલું મન અન્તર્મુહૂર્તમાં સ્વર્ગ અને મોક્ષ તેમજ નરક અનુક્રમે આપે છે, વાસ્તે (હે ભવ્ય જીવ!) તું પ્રયાસ કરીને તે મનને-અંતઃકરણને સર્વદા વશ કર. મત-ભેદ શ્રીપ્રભાનન્દસૂરિએ ટીકામાં તન્નુલ-મત્સ્યનું આયુષ્ય મુહૂર્તનું તેમજ અન્તર્મુહૂર્તનું એમ પ્રકારનું સૂચવ્યું છે, પરંતુ ઉપદેશ–રભાકરના અત્રે (પૃ૦ ૧૩૯–૧૪૦) સૂચવેલ ઉલ્લેખમાં તેમજ શ્રીહેમચન્દ્રગણિકૃત ટીકામાં પણ અન્તર્મુહૂર્તના આયુષ્યનોજ ઉલ્લેખ છે. વળી શ્રીવિજયદાનસૂરિ મને લખી જણાવે છે તેમ જીવાજીવાલિંગમસ્ત્રની (સ્૦ ૫૯, સૂ૦ ૨૨૩) શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ (૭૮ મા તેમજ ૪૦૭ મા પત્રાંક)માં તેમજ શ્રીહારિભદ્રીય ધર્મબિન્દુની સાતમા અધ્યાયના વાદ્યોપમવ્યવિપુ તથા શ્રુતેિિત (૩૩)ની શ્રીમુનિચન્દ્રસૂરિષ્કૃત ટીકામાં પણ અન્તર્મુહૂર્તનોજ ઉલ્લેખ છે. એ ત્રણ પાઠો અનુક્રમે નીચે મુજબ છે: "सप्तमनरकपृथिव्या उद्धृत्य तन्दुलमत्स्यादिभवेष्वन्तर्मुहूर्त स्थित्वा भूयः सप्तमनरकपृथ्वीगमनस्य श्रवणात्” "नरकादुद्धृत्य तिर्यग्भवे गर्भव्युत्क्रान्तिकतन्दुलमत्स्यत्वेन उत्पद्य महारौद्रध्यानोपगतोऽन्तर्मुहूर्त्त जीवित्वा भूयोऽपि नरकेषु जायते " “तन्दुलमत्स्यस्तु बाह्योपमर्दाभावेऽपि निर्निमित्तमेवापूरितातितीव्ररौद्रध्यानोऽन्तर्मुहूर्त्तमायुरनुपालय सप्तमनरकपृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायुर्नारक उत्पद्यते ।" અપ્રતિષ્ઠાન— જૈન શાસ્ત્રમાં વર્ણવેલી સાત નરક–ભૂમિઓ પૈકી અંતિમ તમસ્તમઃપ્રભા નામની ભૂમિમાં આવલિકા-પ્રવિષ્ટ એવાજ નરકાવાસો છે, કિન્તુ બીજી નરકોની જેમ આવલિકા-ખાદ્ય નથી. આ ભૂમિમાં પાંચ આવલિકા-પ્રવિષ્ટ નરકાવાસ છે. તેની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો ગોળ નરકા ૧ આ મલિનતાને લઈને તોઆ તન્દુલ મત્સ્યની નીચ જાતિને લઈને તેમજ તેના નીચ કર્મ-પ્રવૃત્તિના મનોરથને લીધે તેને અત્યંત નીચો ગણવામાં આવે છે. એ વાતની ઉપદેશરભાકર (અં૦ ૩, ત॰ ૫)ની નિગ્ન-લિખિત દ્વિતીય ગાથા સાક્ષી પૂરે છેઃ~~~ "उच्च नीचा चउहा, हुंति जिभा उच्चनीअछंदेहिं । कुमर १ दहवयण २ बलमिग ३ तंदुलमच्छो ४ भ दिता ॥” ૨ આ બદલ હું તેમનો આભારી છું. ૩ રત્નપ્રભાદિ છ ભૂમિઓ પૈકી પ્રત્યેકને વિષે તેની અવગાહનામાંથી એક હજાર યોજન જેટલો ઊંચેનો ભાગ અને એક હજાર યોજન જેટલો નીચેનો ભાગ અને સાતમી ભૂમિ ઉદ્દેશીને સાડીબાવન હજાર યોજનપ્રમાણ ઊંચેનો ભાગ અને એટલો નીચેનો ભાગ આદ કરતાં જેટલી અવગાહના માકી રહે તેટલા ભાગમાં ‘નરકાવાસ' છે. અર્થાત્ ત્યાં ત્યાં નરકના જીવો-નરકનામ કર્મવાળા પ્રાણીઓ વસે છે. આ રત્નપ્રભાદિ સાત ભૂમિઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy