SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કષભપંચાશિકા, [ શીષમાણઆ સંબંધમાં અધ્યાત્મક૫મના વિવરણમાં કહેવામાં આવ્યું છે કે મગરમચ્છ વિચિત્ર રીતે આહાર લે છે. જે પાણીમાં અનેક માછલાં હોય તે પાણીનો મોટો જથ્થો પોતાના મોંઢામાં એ ભરી લે છે. પછી માછલાંઓને રોકી મોંઢામાં રહેલી જાળી (દાંતની બેવડ)માંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પરંતુ તેમ થતાં મોટા મો મોંઢામાં રહી જાય છે (જેનો તે આહાર કરે છે.), જ્યારે કેટલાંએ નાનાં નાનાં માછલાંઓ જાળનાં છિદ્રો મોટાં હોવાથી-દાંતની વચ્ચે બખોલ (અંતર) હોવાથી જળની સાથે સાથે બહાર નીકળી જાય છે ('ઉપદેશરભાકરમાં તો એવો ઉલ્લેખ છે કે તદુલ મત્સ્ય સૂતેલા મહામસ્યના વિકસ્વર મુખમાં જલ-કલ્લોલોને લીધે અનેક માછલાને દાખલ થતા તેમજ નીકળી જતા જુએ છે). આથી તે એવો દુષ્ટ વિચાર કરે છે કે જે હું આવા મોટા શરીરવાળો હોઉં, તો એકે મત્સ્યને જીવતો નીકળી જવા ન દઉં, પરંતુ એ બધાને ખાઈ જાઉં. આ પ્રમાણેની ભાવહિંસાથી કલુષિત થયેલો મત્સ્ય નરકે સિધાવે છે એ ઉપરથી "मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः" એ સૂત્ર ચરિતાર્થ થતું જોવાય છે. કેમકે આ મર્યો કોઈ માછલાને મારી નાખવાથી અર્થાત દ્રવ્ય-હિંસા કરીને નરકે જતો નથી, પરંતુ ભાવ-હિંસાને લઈને (જુઓ પૃ૦ ૧૩૯ નું અંતિમ कथं मिलतीति प्रश्नः । अत्रोत्तरम्-महामत्स्यभ्रूत्पन्नमत्स्यस्य गर्भस्थितिरायुःस्थितिश्चैकस्मिन्नेवान्तर्मुहूर्ते भवति, परं गर्भस्थितेरन्तर्मुहूर्तस्य लघुत्वान्न किमप्यनुपपन्नं, किञ्च नवसमयादारभ्य घटिकाद्वयं यावदन्तर्मुहूर्त तस्यासद्धयेयमेaggવમિતિ . ૧૫૦ ” તત્ત્વતઃ શ્રીહરિભદ્રસૂરિપ્રણીત સ્વપજ્ઞ હિંસાષ્ટકની પ્રથમ ગાથાની વૃત્તિમાંના નિમ્ર-લિખિત ઉલ્લેખ ઉપરથી મતાંતર જણાય છે – ___"अकृत्वाऽपि द्रव्यहिंसा-प्राणादित्यागरूपां हिंसाफलं-नरकादिकं तस्य भाजनं भवति तन्दुलमत्स्यवत् । सोऽपि नव मासान् गर्भ स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहूर्त्तायुरिति वृद्धसम्प्रदायः, सर्वे गर्भजतिर्यञ्चो गर्भजमनुष्यवदिति वचनात् , महामत्स्य मुखे गतप्रत्यागतं कुर्वाणान् मध्यमत्स्यान् दृष्ट्रा स्वमनसि यद्यहमेषो द्रव्यमहाकायः स्यां तदा सर्वानभक्षयमिति विचारणया कठोरहृदयप्रादुर्भूतरौद्रध्यानसहचारिणी भावहिंसा नरकफलयतीति तृतीयभङ्गः।" । - ઈ. સ. ૧૯૨૪માં ઇન્દરમાં મુદ્રિત પુસ્તકમાં આ પ્રમાણે પાઠ છે, જ્યારે શ્રીવિર્યદાનસૂરિ લખી જણાવે છે તે પાઠમાં તો અત્તર્મુહૂર્ત ને બદલે મુહૂર્ત છે. ૧ ઉપદેશરવાકર (અંક ૩)ને પંચમ તરંગની વ્યાખ્યાના અંતમાં આ હકીકત નીચે મુજબ આપવામાં આવી છે – ___ "तन्दुलमत्स्यः प्रसुप्तमहामत्स्यविकस्वरवदने जलोमिवशात् प्रविशतो निर्यतश्च बहून् मत्स्यान् वीक्ष्य तद्ग्रासाध्यवसायभूदिति" ૨ આ વાતને ઉદ્દેશીને આતર પ્રત્યાખ્યાનમાં નિગ્ન-લિખિત ૫૧ માં પદ્યમાં-- "आहारनिमित्तेणं मच्छा गच्छंति सत्तमि पुढविं।" [ આદાનિમિત્તે મરી જાતિ સામf gવી ] એવો ઉલ્લેખ કર્યો જણાય છે. ૩ હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા એમ બે પ્રકારો છે. કોઈ પણ પ્રાણીને તેના દેહથી પૃથફ કરવો તે “દ્રવ્ય-હિંસા છે, જ્યારે પ્રમાદ, અભિનિવેશ, દુષ્ટ અધ્યવસાયથી તેવો અનિષ્ટ વિચાર કરવો તે ભાવ-હિંસા છે. અન્ય શબ્દોમાં કહીએ તો કોઇનું ખૂન કરવું તે “દ્રવ્ય-હિંસા છે, જ્યારે તેમ કરવાનો વિચાર કરવો તે “ભાવ-હિંસા” છે. આમાં અનેક પ્રકાર છે. તેનું સુન્દર સ્વરૂપ શ્રીહરિભદ્રસૂરિકૃત હિંસાપ્રકમાં દ્રષ્ટિગોચર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy