SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ treat ] ऋषभपञ्चाशिका. જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ અહિરંગે રે અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે-ષટ્કપ 'જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભુજના રે સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજના રે”—ષ ્ટ્–È અર્થાત્—જો તીર્થંકરની આકૃતિમાં છ અંગોને વિષે છ દર્શનની સ્થાપના સાધવામાં આવે, તો છએ દર્શનોને તીર્થંકરનાં અંગો કહેવાં. એકવીસમા તીર્થંકર શ્રીનમિનાથના ચરણની સેવા કરનારા (ખરા જૈનો) આ છ દર્શનને આરાધો.”-૧ સાંખ્ય અને યોગ એ એ ભેદપૂર્વક જિનરૂપ કલ્પવૃક્ષના પાય (મૂળીઆં રૂપે એ પગ) વખાણું, કેમકે આ બંને દર્શનો આત્મ-સત્તા સ્વીકારે છે. કવિરાજ પોતાની મતાંતરસહિષ્ણુતા દર્શાવે છે એટલુંજ નહિ, પરંતુ પાઠક-વર્ગને પણ ભલામણ કરે છે કે આ હકીકત ખેદ કર્યા વિના માનો.—ર ભેદવાદી અને અભેદવાદી અથવા ભગવાન સુગત (મુદ્ધ પ્રણીત બૌદ્ધ દર્શન અને જૈમિનિ મુનિવરકૃત પૂર્વમીમાંસા તથા વ્યાસ મુનિરાજપ્રણીત ઉત્તરમીમાંસા (વેદાન્ત) એ સંપૂર્ણ મીમાંસા દર્શન-જિનેશ્વરના બે મોટા હાથ છે. ગુરૂગમથી નિશ્ચય કરીને લોકાલોક અવલંબનને ભજીએ.—૩ (જગત્નો કર્યાં ઈશ્વર નથી, જગમાં વસ્તુ-સ્વભાવાનુસાર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સંભવે છે એ ) અંશ ધ્યાનમાં લેવામાં આવે તો ચાર્વાક દર્શનને જિનેશ્વરની કૃખ તરીકે ઓળ ખાવી શકાય. તત્ત્વના વિચારરૂપ અમૃતરસની ધારાનું પાન ગુરૂગમ વિતા કેમ થાય?——૪ અંદરથી તેમજ બહારથી જૈન દર્શન એ જિનેશ્વરના ઉત્તમાંગ યાને મસ્તકરૂપ છે. અક્ષય સિદ્ધાન્ત (સ્યાદ્વાદ)ની સ્થાપનારૂપ ધરાની આરાધના કરનાર સંગ ધારણ કરી તેને આરાધે. પ જિનદર્શનમાં સમગ્ર દર્શનો છે, પરંતુ અન્ય દર્શનમાં જૈન દર્શનની ભજના છે. જેમકે સમુદ્રમાં સમસ્ત સરિતાએ છે ખરી, પરંતુ સરિતામાં સાગરની ભજના છે.——૬ અન્તમાં હું એટલુંજ ઉમેરીશ કે આવી રીતે અન્યાન્ય દર્શનોનો સમન્વય કરનારા ગ્રન્થો વિસ્તૃત વિવેચન પૂર્વક રચાય તો જગત્માંથી ફ્લેશ ઓછો થાય અને તુલનાત્મક દૃષ્ટિએ દર્શનોનો અભ્યાસ કરનારાને અહુ લાભ થાય. હવે પછી આવું કાર્ય કરનારા મહાનુભાવોને અંગે તો ભૂતકાળમાં ભવિષ્ય કાળના ઉપચાર પૂર્વકનો નિશ્ન-લિખિત શ્લોક નિવેદન કરવા લલચાઉં છું. પ્રાણિત નનાનાં ફૈ-મૈતે સર્વનયાશ્રિતમ્ । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमो नमः ॥" —જ્ઞાનસાર અ૦ ૩૨, શ્લો ક્રુ ૧ ઉત્તમ અંગ રંગ અહિરંગે રે. ૨ સરખાવો શ્રસિદ્ધસેન દિવાકરષ્કૃત ચતુર્થે દ્વાત્રિંશિકાનો નિગ્ન-લિખિત વૈતાલીય છં માં રચાયેલો પંદરમો શ્લોકઃ— Jain Education International "उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥” ૧૩૩ ૩ ભરત-ભૂમિમાં તત્ત્વજ્ઞાન બુદ્ધિના વિનોદાર્થે કે કુતૂહલની તૃપ્તિને માટે નથી કિન્તુ તેનું અન્વેષણ અને સેવન મુક્તિરૂપ સર્વોત્તમ સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુરૂપ છે. આથી કરીને અન્યાન્ય દર્શનોનો સમન્વય કરનારાં સૂક્તો નજરે પડે તો તેમાં આશ્ચર્ય નથી. આવી એક સૂક્તિ નીચે મુજબ ટ્ટગોચર થાય છેઃ— “શ્રોતન્યઃ સૌળતો ધર્મ, તેથ્યઃ પુનરા{તઃ । નૈતિકો વ તો, થાતથ્યઃ મઃ શિવઃ ॥ ૧ ॥” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy