SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન ૧૧ તેમણે તે સ્વીકારી. મને નિવેદન કરતાં આનંદ થાય છે કે લગભગ આ સંપૂર્ણ ગ્રંથ છપાયે ત્યાં સુધી મુક તપાસી મેકલવામાં તેમજ પ્રાસંગિક સૂચનાઓ કરવામાં તેમણે પરિશ્રમ સેવ્યો છે. વિશેષમાં ૧૬૬ માં પૃષ્ઠમાં જે અવચૂણિનો પ્રારંભ કરવામાં આવ્યું છે તે પોતાની પ્રતિને આધારે લખી મોકલાવવાનું શુભ કાર્ય આ મુનિવરે કર્યું હતું. આ પૃષ્ઠમાં ‘પૂર્વમુનિવર્યસૂત્રિતા અવચૂરિ એ શીર્ષક દ્વારા જે અવસૂરિ આપવામાં આવી છે તે બીજી કઈ નહિ, પણ જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડેલી ધનપાલપંચાશિકામાં છપાયેલી અવસૂરિ છે. આની એક પ્રતિ બર્લિન (Berlin)માં હેવાનું મને માલૂમ પડતાં પ્ર. નોબેલ સાથે મેં એ સંબંધમાં પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ પ્રતિની નકલ ઉતરાવી લેવા જેટલી અનુકુળતા પ્રાપ્ત થઈ શકી હતી નહિ. આ ઉપરાંત સંધનાર્થે પ્રકાશક તરફથી અમદાવાદના ડહેલાના ભંડારની પાંચ પત્રની અને આથી પ્રાચીન જણાતી એક પ્રતિ મને પૂરી પાડવામાં આવી હતી. એ વિશેષ શુદ્ધ હવાથી પ્રથમ પ્રતિ ઉપરથી તૈયાર કરેલી મુદ્રણાલય-પુસ્તિકામાંના સંદિગ્ધ સ્થળનું નિરસન કરવામાં એ ઉપયેગી થઈ પડી હતી. વિ. સં. ૧૫રર માં રચાયેલી એક અવચૂરિની પ્રતિ મને પ્રવર્તક કાંતિવિજ્યજી તરફથી જેવા મળી હતી. અત્ર છપાયેલી અવસૂરિ કે અવચૂર્ણિ પૈકી કઈ પણ સાથે એનું સર્વથા સામ્ય નથી એ વિશેષતા છે. આ ઉપરાંત એક બીજી પણ અવચૂરિની પ્રતિ પ્રવર્તકજીના ભંડારમાં છે, પરંતુ તે પણ છપાયેલી કેઇ પણ અવચૂરિ સાથે સર્વોગે મળતી આવતી નથી. આથી આવી છૂટીછવાયી અનેક અવચૂરિઓ શિષ્યના અભ્યાસાર્થે તેમના ગુરુવર્યને હાથે રચાયાનું અનુમાન કરાય છે. શ્રીવીર-સ્તુતિની સામગ્રી આ ગ્રન્થમાં મુદ્રિત શ્રીવીર-સ્તુતિની સામગ્રી મને કેમ પ્રાપ્ત થઈ તેનું પણ દિગ્દર્શન કરાવવું અસ્થાને નહિ ગણાય. આગમેદ્ધારક વિદ્વદર શ્રી આનન્દસાગરસૂરિએ શ્રીભન-સ્તુતિને મારે ઉપઘાત તપાસતી વેળા આ સ્તુતિ સંબંધી નિર્દેશ કર્યો. આ સ્તુતિ પણ શ્રીશાભને મુનીશ્વરના વડીલ બંધુ શ્રીધનપાલની છે કે અન્ય કે ધનપાલની કૃતિ છે તે વાત મેં પ્રભાવચરિત્ર (પૃ૦ ૨૩૮) ઉપરથી વિચારી લીધી. એની હસ્તલિખિત પ્રતિ મેળવવા માટે પ્રથમ મેં સૂરિજીને એ વિષે પૂછાવ્યું તે તેમણે જૈનાનન્દ પુસ્તકાલય (સુરત)માં તે હેવાનું મને જણાવ્યું. ત્યાંના કાર્યવાહકે એ મને જે પ્રતિ મેકલવા કૃપા કરી તે અવચૂરિ સહિત હતી. એને અત્ર પણ સંજ્ઞા આપવામાં આવી છે. એની બીજી પ્રતિ મેળવી આપવા માટે મેં પ્રકાશક મહદયને સૂચના કરી. તેમણે અન્યાન્ય ભંડારોના કાર્યવાહકે ઉપર પત્ર લખ્યું, પરંત ફક્ત અમદાવાદના પહેલાના ભંડારમાંથી તેની એક પ્રતિ માત્ર મળી શકી. એ પ્રતિ પ્રાચીન હતી એટલું જ નહિ, પરંતુ એમાં જે અવચૂરિ આપેલી હતી તેમાં પાઠ-ભિન્નતાને સ્થાને પાઠ-અધિકતા મારા જોવામાં આવી. એટલે કે પ્રથમ પ્રતિગત સમગ્ર અવચૂરિને એમાં અન્તર્ભાવ થતા મેં જોયે. પાઠઆધિકય મોટે ભાગે પર્યાયવાચી શબ્દની અધિકતાને આભારી જણાયું. આ અધિકતા { } આવા કસે દ્વારા મેં સૂચન કરી છે. એ પ્રતિની સંજ્ઞા જ રાખવામાં આવી છે. આ સ્તુતિની મૂળ તેમજ અવચૂરિ સહિતની પ્રેસ-કૉપી પ્રથમ પ્રતિના આધારે તૈયાર કરી મેં સાક્ષર-રલ આચાર્યવર્ય શ્રી આનન્દસાગરસૂરિ ઉપર મેકલાવી. તેમણે મારી વિજ્ઞપ્તિ અનુસાર મૂળ ગાથાઓની છાયા લખી મોકલાવી. તે પાછી મળી તે અરસામાં મને અમદાવાદથી ઉપર સૂચવાયેલી એક પ્રતિ મળી. આટલી સામગ્રી પ્રાપ્ત થતાં મેં ઋષભપંચાશિકાદિની જેમ આ શ્રીવીરસ્તુતિ માટે શબ્દાર્થ પદાર્થ અને સ્પષ્ટીકરણ તૈયાર કરવા માંડ્યાં. નિર્ણયસાગર મુદ્રણાલયમાં તે છપાવાની તૈયારી હતી તેવામાં રૉયલ એશિયાટિક સોસાયટી (મુંબઈ)ના પુસ્તકાલયમાં આ સ્તુતિની સાવચૂરિક પ્રતિ મારા જેવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy