SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 12 અત્ર જ્ઞ તરીકે નિર્દેશેલ એ પ્રતિ સાથે મુદ્રણાલય-પુસ્તિકા મેળવતાં મને આલૂમ પડ્યું કે લગભગ અક્ષરશઃ એ સુરતની પ્રતિ સાથે મળતી આવે છે. લ, ૪ અને આ પ્રતિ ઉપાંત મને મુદ્રણ-સમયે જૈનાચાર્ય શ્રીવિજયવાસસૂરિના વિનયન શ્રીવિચક્ષણવિજય તરફથી એક પત્રની પ્રાચીન પ્રતિ પણ મળી હતી. અને મેં અત્ર ત્ર તરીકે ઓળખાવી છે. એમાં કવચિત્ {} માં દર્શાવેલ અધિક પાઠ નજરે પડે છે. એનાથી પ્રાચીન પ્રતિ ભાગ જોવામાં આવી નથી. આ શ્રીવીરસ્તુતિનું પહેલી વારનું પ્રુફ હું તપાસી રહ્યો હતા તેવામાં “જૈન સાહિત્ય સંશોધક” (અં. ૩, ખં. ૩) ત્રૈમાસિક મારા વાંચવામાં આવ્યું. આમાં મૂળ કૃતિ ઉપરાંત વ્યાકરણતીર્થ પં. બેચરદાસ તરફથી તૈયાર કરાયેલું વિવેચન પણ મારા જોવામાં આવ્યું. ૨ અને અ તથા ન અને ન એના વિનિમય ઉપરાંત અનુસ્વારની ન્યૂનાધિકતા તરફ મારી દૃષ્ટિ ગઇ, પરંતુ પાટાન્તર તરીકે તેના નિર્દેશ ભાગ્યે જ કરતાં વસ્તુતઃ પાઠ-ભિન્નતા તરફ મૈં ધ્યાન આપ્યું, કેમકે પ્રાકૃત ભાષામાં ઉપર્યુક્ત વિશિષ્ટતા સુપ્રસિદ્ધ છે. ખાસ કરીને ૧૫ માથી ૧૭ મા પદ્યોમાંનાં પાઠાન્તરો નોંધવા લાયક જાયાં. આ ઉપરાંત પંડિતજીના વિવેચનમાં અવસૂરિકારે નહિ સૂચવેલ એવા પણ કેટલાક અર્થો દૃષ્ટિગોચર થયા. વિશેષમાં તેમણે પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી રીતે અને છે તે દર્શાવવા સૂચવેલ સિદ્ધ-હેમ વ્યાકરણના આઠમા અધ્યાયનાં સૂત્રોના પ્રાકૃતના અલ્પ અભ્યાસીઓને માટે નિર્દેશ કરવા મને આવશ્યક લાગ્યા. આથી મુદ્રણાલયમાંથી પુસ્તિકા પાછી લાવી તેમાં મેં યથાયોગ્ય ફેરફાર કર્યા. આવી પરિસ્થિતિમાં હું તેમના ઉપકાર માનું છું. વિશેષમાં તેમણે તૈયાર કરેલ વિવચન માટે હું તેમને ધન્યવાદ આપું છું અને તે એ વિવેચન મારા કરતાં પ્રથમ પાઠક-વર્ગ સમક્ષ રજુ કરી શક્યા તે બદલ તેમને તેમજ જૈન સાહિત્ય સંશોધકના સંપાદક મહાશયને પણ અભિનન્દન આપું છું. સદ્ભાગ્યે આ ગ્રન્થમાં એક જ કવિની ત્રીજી કૃતિના પણ સમાવેશ કરવામાં આવ્યા છે. આ પશુ શ્રીપીર પરમાત્માની સ્તુતિ છે. તે અતિશય લઘુ છે, છતાં અર્થ-ગૌરવ અને વિષય-સૂચનની અપેક્ષાએ તા એ મહત્ત્વ-પૂર્ણ છે. આની એક પ્રતિ મને પ્રવર્તકજીના સાહિત્ય-વિલાસી શિષ્ય-રક્ષ શ્રીચતુરવિજય દ્વારા મળી હતી. અન્યત્ર આ પ્રતિ માટે મેં તપાસ કરી, પરંતુ તેમાં મને સફળતા મળી નહિ. આ પ્રમાણે જે વિવિધ વિસુધાએ પ્રાચીન સાહિત્યોહારના પુણ્યમય કાર્યમાં પ્રતિ વગેરેની સહાયતા કરી મને ઋણી કર્યાં છે તે બદલ હું તેમના હાર્દિક ઉપકાર માનું છું. અંતમાં આ કાર્યમાં જે ત્રુટિ જણાતી હોય તે માટે સાક્ષર-સમૂહની ક્ષમા યાચતા તેમજ તેમની તરફથી તદંશે સૂચનાની આકાંક્ષા રાખતા હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર, મુંમાઇ, આષાઢ કૃષ્ણ એકાદશી વિ. સં. ૧૯૮૬. મુમુક્ષુ હીરાલાલ રસિકદાસ કાપડિયા. ૧૫-સિદ્ધિના શીર્ષક હેઠળ મેં પંડિતજીની જેમ ફક્ત સૂત્રાંકનો નિર્દેશન કરતાં તે સૂત્ર સાર્ચ સહિત સૂચવવા ઉપરાંત રૂપની સંપૂર્ણ સિદ્ધિ માટે આવશ્યક અન્ય સૂત્ર પણ નિર્દેશ્યાં છે. આ કાર્યમાં મારી અલ્પજ્ઞતાને લઈને જો કોઇ દ્વેષ ઉપસ્થિત થયા હોય તો તે બદલ હું સાક્ષર-સમૂહની ક્ષમા યાચું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy