SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ઋષભપંચાશિકા સ્પષ્ટીકરણ નય-પર્યાલાચન પ્રત્યેક પ્રવૃત્તિમાં નિર્ણાયક શક્તિ અને ગ્રાહક શક્તિની મુખ્યતા રહેલી છે. નિર્ણાયક શક્તિ પદાર્થના નિર્ણયો તરફ ધ્યાન આપે છે, જ્યારે ગ્રાહક શક્તિ એ નિર્ણયોને ક્રમશઃ વ્યવહારરૂપ આપવામાં પ્રવૃત્ત થાય છે. આ શક્તિઓને શાસ્ત્રકારો અનુક્રમે પ્રમાણ' અને ‘નય’ એવા નામથી સંબોધે છે. આ બંને જ્ઞાનનાં એક જાતનાં રૂપાંતરો છે, છતાં એ બંનેમાં ભિન્નતા છે. જેમકે પ્રમાણુ નિરપેક્ષ છે, જ્યારે નય સાપેક્ષ છે; અર્થાત્ પ્રમાણ પોતાના સામર્થ્યથી પોતાનું રક્ષણ કરી શકે છે, જ્યારે નયને તો પોતાના બચાવ માટે પ્રમાણનો આશ્રય લેવો પડે છે. કહેવાની મતલબ એ છે કે પ્રમાણ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરે છે, જ્યારે નય તો પ્રમાણે કરેલા નિર્ણય ઉપર જીવે છે. એનું કારણ એ છે કે નયરૂપે ગણાવા લાયક કોઈ પણ આશય– અભિપ્રાય–વિચાર પ્રત્યક્ષ, અનુમાન કે અન્ય કોઇ પ્રમાણથી માધિત નજ હોવો જોઇએ. અમુક વિચાર અભ્રાન્ત છે, અસંદિગ્ધ છે, નિર્દોષ છે એવી પ્રતીતિ પ્રમાણુ દ્વારા થાય ત્યાર પછીજ તે વિચાર નયસમિતિનો સભ્ય બની શકે છે. આ પ્રમાણે નયસમિતિના સભ્ય અનેલા વિચારે પોતાનાથી ભિન્ન કે વિરૂદ્ધ વિચાર સાથે ઝપાઝપી ન કરવી જોઇએ, તેના તરફ ઉદાસીન રહી પોતાનું કાર્ય અજાવવું જોઇએ. આ પ્રમાણેનું વર્તન નહિ રાખે તો તેને નયસમિતિ પોતાના સંઘ બહાર મૂકે છે અને તેને ‘નયાભાસ' એવા નામથી ઓળખાવે છે. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે અનન્ત ધર્મવાળી વસ્તુમાંના કોઇ અમુક ધર્મને ઉદ્દેશીને જે યથાર્થ અભિપ્રાય આપવામાં આવે તે નય કહેવાય છે, જ્યારે અન્ય ધર્મો તરફ ઉદાસીનતા ધારણ ન કરતાં તેનું ખણ્ડન કરવા પ્રવૃત્ત થતો અભિપ્રાય તે ‘નયાભાસ' છે. આથી પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે પોતાની મહત્તા ગુમાવી બેસે, એ દેખીતી વાત છે. નય–જ્ઞાન એ દ્રવ્યાનુયોગની કુંચી છે. અન્ય શબ્દોમાં કહીએ તો દ્રવ્યાનુયોગનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરનારી એ ખારાખડી છે, કેમકે એની સહાયતાથી વિકટમાં વિકટ પ્રશ્ન પણ સુન્દર અને સચોટ રીતે ઉકેલી શકાય છે. આનાથી જગના સમસ્ત વિચારો તેમજ તેની પ્રવૃત્તિઓ અરે સમાજ કે વ્યક્તિગત બંધારણના પાયાઓનો પણ વાસ્તવિક ોધ થાય છે. આથી તો નયને ઉદ્દેશીને અન્યાન્ય જૈનાચાર્યોએ અનેક પ્રૌઢ ગ્રન્થો રચ્યા છે. મેં પણ યથામતિ એની સ્થૂળ રૂપરેખા ન્યાયકુસુમાંજલિના સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૬૫-૧૭૨,૨૨૪-૨૨૮) માં આલેખી છે. આ વિષયના ગૌરવ તરફ લક્ષ્ય આપતાં તેમજ ટીકાકારનો આશય થોડે ઘણે અંશે સમા જાવવા માટે કરેલો પ્રયાસ અનાવશ્યક નહિ ગણાય એમ માની નીચે મુજબની હકીકત રજી કરવામાં આવે છે: ૧ છાયા આપણે ઉપર જોઇ ગયા તેમ નય એ અભિપ્રાય-વિશેષ યાને એક પ્રકારનું અપેક્ષાજ્ઞાન હોવાથી એની સંખ્યા અગણિત હોવી જોઇએ એવો સહજ ભાસ થાય છે. ખરેખર વસ્તુ-સ્થિતિ પણ તેમજ છે, કેમકે એ વાતની સમ્મતિ-તર્કના તૃતીય કાડની નિગ્ન-લિખિત ૪૭મી ગાથા સાક્ષી પૂરે છેઃ~~~ "जावइया वयणपहा तावइया चेव हुंति नयवाया" Jain Education International [ શ્રીધનવાઃ यावन्तो वचनपथाः तावन्तः चैव भवन्ति नयवादाः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy