SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. અર્થાત્ જેટલા વચન–માર્ગ છે તેટલા નય–વાદો છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવા છતાં પણુ કુશાગ્રમતિ જૈનાચાર્યોએ આ ગણનાતીત નયોના સમૂહને માત્ર સાત નયોમાંજ વિભક્ત કર્યો છે. આ વહેંચણી પણ વળી એવી અનુપમ રીતે કરી છે કે જગતના કોઇ પણ વિચારનો આમાં સમાવેશ થવો બાકી રહેતો નથી. અત્ર એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે કે શબ્દ-સમુદાયની વિશાળતાને લઈને શબ્દ-જ્ઞાન પણ થવું મુશ્કેલ છે તો અપેક્ષા-જ્ઞાનની વાતજ શી ? આનું સમાધાન એ છે કે એક તો વૈયાકરણોએ આ શબ્દ–સમુદાયના નામ, સર્વનામ ઈત્યાદિ ભેદો પાડી સરલતા કરી આપી છે અને ખીજું અભ્યાસ-પરિચય દ્વારા તે શબ્દ-જ્ઞાન પણ સહેલાઇથી પ્રાપ્ત થાય છે. તો એવી રીતે સુયોગ્ય અભ્યાસ-મનન કરવાથી કયો અભિપ્રાય ક્યા નયને અવલંખીને આપવામાં આવ્યો છે તે જાણવામાં ધારવા જેટલી મુશ્કેલી નથી. ૧૨૩ પ્રાપ્ત કરવું, લઈ જવું એ અર્થ સૂચક ની ધાતુ ઉપરથી નય' શબ્દ અનેલો છે. એનાં પ્રાપક, રકારક સાધક, નિવર્તક, “નિર્ભ્રાસક, ‘ઉપલંભક, વ્યંજક ઇત્યાદિ ‘નામાંતર છે એ વાત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ૦ ૧, સૂ૦ ૩૫)ના ભાષ્ય ઉપરથી જોઇ શકાય છે. આ પ્રાપક વિગેરેનાં લક્ષણોના સંબંધમાં વિશેષ વિવેચન ન કરતાં તેના જિજ્ઞાસુને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશેાવિજયગણિકૃત નયરહસ્ય-પ્રકરણ જોવા ભલામણ કરવામાં આવે છે. નયના જે મુખ્ય સાત ભેદો પાડવામાં આવે છે તે તરફ હવે ઉડતી નજર ફેંકીએ. (૧) નૈગમ નય વસ્તુગત સામાન્ય તેમજ વિશેષ ધર્મો ઉપર પ્રકાશ પાડે છે. આના જાદી જૂદી રીતે ત્રણ ત્રણ ભેદો પડે છે. (જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું ૨૦ મું પૃષ્ઠ) આ નય તરફ નૈયાયિક અને વૈશેષિક દર્શનની અનુચિત પ્રીતિ છે અર્થાત્ આ નયની સુવ્યવસ્થિત મર્યાદાનું તે દર્શનમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું જૈન શાસ્ત્રકારોનું કથન છે. (૨) સંગ્રહ નય વસ્તુમાં રહેલી વિશેષતા તરફ ઉદાસીન રહી તદ્ભુત સામાન્યતા તરફ ષ્ટિપાત કરે છે. સાંખ્ય દર્શન તેમજ અદ્વૈતવાદની ઉત્પત્તિ આ નય તરફના અઘટિત મોહને આભારી છે. ૧ પદાર્થને પ્રાપ્ત કરાવનાર–મેળવી આપનાર. ૨ જ્ઞાન પદાર્થનો બોધ કરાવનાર. ૩ પદાર્થના નિર્ણયને સાધનાર. ૪ પદાર્થગત ોધનો નિષ્પાદક. ૫ પદાર્થનો ભાસ કરાવનાર. ૬ પદાર્થની ઉપલબ્ધિપ્રાપ્તિ કરાવનાર. છ પદાર્થને વ્યક્ત-સ્ફુટ કરનાર. ૮ નયના સ્વભાવને અનુરૂપ-અર્થસૂચક અન્વર્થ એવાં આ નામો છે. ૯-૧૦ સામાન્યગ્રાહી સંગ્રહ નયમાંથી તૈયાયિક દર્શન અને વિશેષગ્રાહી વ્યવહાર નયમાંથી વૈશેષિક દર્શન ઉદ્ભવ્યાં છે, એમ મતાન્તર છે. શુદ્ધ સંગ્રહ નયમાંથી બ્રહ્મવાદિ દર્શન અને અશુદ્ધ વ્યવહારનયમાંથી સંખ્યદર્શન ઉત્પન્ન થયાં છે એવો એક મત છે, જ્યારે શ્રીભાડુસ્વામિષ્કૃત નમસ્કાર-નિર્યુક્તિમાં તો નૈગમ નયમાંથી સાંખ્યદર્શનની પ્રવૃત્તિ થઇ છે એમ કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં (નયરહસ્ય, નયપ્રદીપ, જૈનતર્કભાષા વગેરેના કર્તા) ન્યાયાચાર્ય શ્રીયોાવિયગણના ઉદ્ગારો મનન કરવા જેવા છે. તેઓ નચેાપદેશમાં કથે છે કે "जातं द्रव्यास्तिकाच्छुद्धाद्, दर्शनं ब्रह्मवादिनाम् । तत्रैके शब्दसम्मानं, चित्सम्मानं परे जगुः ॥ १०९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy