SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિજ્ઞા] ऋषभपश्चाशिका. કે ગાડીરૂપ સંપત્તિ મળે, તો તે શું સાચી સંપત્તિ છે? અથવા તો એકાદેક ગ્રામનો ગરાસ મળે કે કેટલાંક નગરોનું કે દેશનું આધિપત્ય મળે કે સમગ્ર વિશ્વનું સામ્રાજ્ય મળે અને તેમ થતાં અનેક જ ઉપર હકુમત ચલાવવાનો અધિકાર મળે એ સાચી સંપત્તિ છે? કે સ્વર્ગનું સુખ અને અપ્સરાઓનો સમાગમ એ સાચી સંપત્તિ છે? આનો ઉત્તર એજ હોય શકે કે જે સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી વિપત્તિને પ્રસંગે ઉપસ્થિત થાય જ નહિ, જે સંપત્તિનો અનુભવ કરતાં સુખ જ મળે, દુખને માટે સ્થાન રહેજ નહિ, જે સંપત્તિ જોઈને અન્યને પણ તેજ મેળવવા રૂચિ ઉત્પન્ન થાય, જે સંપત્તિના સ્વામીને પરમ ઐશ્વર્યવાળો પરમેશ્વર કહી સંબોધી શકાય, તેજ સંપત્તિ એ સાચી સંપત્તિ છે. આવી શાશ્વતી સંપત્તિ તો પરમાનંદ પદને પામેલા પરમેશ્વરની પૂર્ણ પ્રેમ ભક્તિ કરવાથી જ મળી શકે છે; એ સિવાય અન્ય કોઈ સાધન નથી. પ્રથમ ગુણસ્થાનકના નામની સાર્થકતા આ ગાથાની શ્રીપ્રભાનન્દસૂરિકૃત વૃત્તિમાં “સર્વથા વિનયવાહ્યત્વેન પ્રથમ પુસ્થાનચિતજી એવો જે ઉલ્લેખ છે એ ઉપરથી સમજી શકાય છે કે પ્રથમ ગુણસ્થાનના અધિકારી જિન-ધર્મથી વિમુખ-મિથ્યાદષ્ટિ છે. પરંતુ મિથ્યાષ્ટિમાં ગુણસ્થાન કેમ માનવામાં આવ્યું છે એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કહેવાનો મતલબ એ છે કે ઉન્નતિ દશામાંજ ગુણસ્થાનનો પ્રયોગ યોગ્ય છે, કેમકે ગુણસ્થાન શબ્દજ સૂચવે છે તેમ ગુણોના વિકાસ વિના ગુણસ્થાન ઘટી શકે નહિ. એક અપેક્ષાએ આ વાત સાચી છે. આને લક્ષ્યમાં રાખીને તો ગુણસ્થાનકમારેહ (લોટ ૬-૭)માં શ્રીરલશેખરસૂરિ કથે છે કે – વાપુર્વધર્મપુ, વારેવ-ગુર-ધર્મથી.. तन्मिथ्यात्वं भवेद् व्यक्त-मव्यक्तं मोहलक्षणम् ॥ अनाद्यव्यक्तमिथ्यात्वं, जीवेऽस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति-र्गुणस्थानतयोच्यते ॥" અથતુ–કુદેવ, કુગુરૂ અને ધર્મને વિષે (સુ)દેવ, (સુ)ગુરૂ અને (સુ)ધર્મની મતિ તે વ્યક્ત મિથ્યાત્વ છે, જ્યારે મહારૂપ લક્ષણવાળું અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યકત મિથ્યાત્વ અનાદિ કાળથી જીવમાં છે જ, પરંતુ તેમાંથી નીકળી) વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે (પ્રથમ) ગુણસ્થાન કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે અવ્યક્ત મિથ્યાત્વ એ તદ્દન અજ્ઞાન-દશા છે. એમાં સુપદાર્થને કુપદાર્થ કે કુપદાર્થને સુપદાર્થ એવી વિપરીત સમજણની પણ યોગ્યતાને અભાવ છે. એ તો ઘોર અંધકાર જેવી અવસ્થા છે. આવી અવસ્થામાંથી બહાર નીકળી વિપરીત સમજણ જેટલી પણ યોગ્યતા પ્રાપ્ત કરવી તે વ્યક્તિ મિથ્યાત્વ છે અને આને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્વદ-ધુરંધર શ્રીહરિભદ્રસૂરિ તો ત્યાં સુધી કહે છે કે પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ મિત્રા–દષ્ટિના ગુણોને આધાર ઉપર માનવી જોઈએ. આ વાતની તેમની ગષ્ટિસમુચ્ચય નામની કૃતિનો નિસ-લિખિત ૪૦મો શ્લોક સાક્ષી પૂરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy