SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હs ऋषभपश्चाशिका. નિસ-લિખિત કથન રૂચિકર બને ખરું? "मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रौ, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ॥"-शालिनी અર્થાત્ (શયનાર્થે) પોચી પોચી શય્યા, સવારે (ઉઠીને પાન કરવા માટે) ચોખાની કાંજી, બપોરના ભોજન માટે) ભાત, પાછળે પહોરે પાન અને અડધી રાતે દ્રાક્ષાને ખડ અને સાકર (ખાવાં એમ કરવા છતાં) અન્ત શાક્યસિંહે (બ) મોક્ષ જોયો છે. આ કથન પણ ગળે ઉતરે તેમ ન હોય તો શાક્ત ધર્મની તો વાત જ શી કરવી? એ ધર્મમાં તો પરદારાગમન, માંસનું ભોજન અને મદિરાનું પાન એ ત્રણે નિન્ય વસ્તુનો પણ નિષેધ કરવામાં આવ્યો નથી. આ વાત શ્રી જયશેખરસૂરિકૃત પ્રબોધચિંતામણિના ચતુર્થ અધિકારના નિગ્ન-લિખિત ૧૦૩ મા શ્લોક ઉપરથી જોઈ શકાય છે – "रण्डा चण्डादीक्षिता धर्मदारा, मांसं मद्यं भुज्यते पीयते च । भिक्षामोज्यं चर्मखण्डं च शय्या, कौलो धर्मः कस्य नो भाति रम्यः ? ॥"-शालिनी અર્થાત્ વિધવા અને ક્રોધથી દીક્ષિત એવી વનિતાઓને પત્રી તરીકે ઉપભોગ કરવો, માંસ ખાવું અને મદિરા પીવી, ભિક્ષા માંગીને ભોજન કરવું અને ચર્મના ખણ્ડનો શય્યા તરીકે ઉપયોગ કરવો એવો કૌલ ધર્મ કોને મનોહર ન લાગે? સાંખ્ય-દર્શન તરફ નજર કરીશું તો તેમાં એવી માન્યતા જોવામાં આવે છે કે ક્રિયાઓ ગમે તેવી હોય, કિન્તુ જો પચ્ચીસ તત્વોનું જ્ઞાન થયું હોય તો મુક્તિ અવશ્ય મળે છે. આ હકીકત માઠરભાષ્યના પ્રાન્ત ભાગમાં આપેલા નિમ્નલિખિત પદ્યમાં પ્રતિબિસ્મિત થાય છે – "हस पिब लल खाद मोद नित्यं, भुव च भोगान् यथाऽभिकामम् ।। यदि विदितं ते कपिलमतं तत्, प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ॥१॥" અર્થાત હસ, (યથેષ્ટ) પાન કર, વિલાસ કર, (ઈચ્છામાં આવે તે) ખા, મોજ માન અને સર્વદા યથારૂચિ ભોગ ભોગવ. આમ કરવા છતાં પણ જે કપિલ (મહર્ષિ)ને મત તારા જાણવામાં આવ્યો છે, તો તું થોડા વખતમાં મોક્ષ-સુખ પામીશ. આ કથન પણ વિચારણય છેકેમકે તત્વ-જ્ઞાન જ મોક્ષનું કારણ નથી, પરંતુ યથાર્થ જ્ઞાન તેમજ કિયા એ બંનેનો સહયોગ મોક્ષનું કારણ છે. વળી યથાર્થ જ્ઞાનનું ફળ પણ વિરતિજ હોઈ શકે એ નિર્વિવાદ વાત છે. આ સંબંધમાં દશવૈકાલિક સૂત્રના ષડજીવનિકાય નામના ચતુર્થ અધ્યયનનો નિમ્ન-લિખિત શ્લોક મનન કરવા જેવો છે. “કાં રે કર્થ દ્દેિ, મારે કાં તો जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ॥ ८॥" ૧ સરખાવો "विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्त्रवनिरोधः॥" –પ્રશમરતિ લો. ૭૨ ૨ છાયા यतं चरेत् यतं तिष्ठेत् यतमासीत यतं स्वपेत् । यतं भुजानः (यत) भाषमाणः पापं कर्म न बनाति ।। ઋષભ૦ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy