SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ! अपभपञ्चा शिका. ગોચર થાય છે. આ અનન્ય તેમજ અંતિમ માનસિક યોગ છે. અત્ર કૈવલ્યસાધક યોગની પૂર્ણાહુતિ થાય છે. શુક્લ ધ્યાનના ઉપર્યુક્ત બે પ્રકાર તો ઉપશાંત કષાયી અને ક્ષીણકષાયી એમ બંનેને સંભવે છે, જ્યારે બાકીના બે પ્રકારે તો સર્વને જ હોય છે, અર્થાત્ છમસ્થ છો તેના અધિકારી નથી જ - શુલ ધ્યાનને ત્રીજો પ્રકાર આયુષ્યના અન્તમાં પ્રાપ્ત થાય છે. આ ધ્યાનમાં મનોયોગ તથા વચન-વ્યાપારને સંપૂર્ણ નિરોધ થાય છે, પરંતુ કાયિક ચેષ્ટાનો પૂરેપૂરો નિરોધ નથી, કેમકે આ સ્થિતિએ પહોંચેલા યોગીશ્વરને પણ શારીરિક સૂકમ ક્ષિાઓ રહેલી હોય છે. ત્રણ ચોગવાળાને પૃથત્વ-વિતર્ક, ગમે તે એક યોગવાળાને એકત્વ-વિતર્ક અને કેવળ કાયયોગવાળાને સૂફમ-કિયા–અપ્રતિપાતિ નામનું ધ્યાન હોય છે, જ્યારે અયોગીને–ચદમાં ગુણ સ્થાનકે વર્તનારા પરમાત્માને સુપરતકિયાઅનિવૃત્તિ ધ્યાન હોય છે. આ યાન તે સવોત્તમ ધ્યાન છે. શુકલ ધ્યાનના ત્રીજા પ્રકારમાં કાયિક ચેષ્ટારૂપ રહી ગયેલી ન્યૂનતાને સર્વથા દૂર કરનારું ધ્યાન તે આ છે, અર્થાત્ આ અનુપમ ધ્યાનમાં શરીરોગનો સંપૂર્ણ નિરોધ થાય છે. આથી આને “સમુચ્છિન્નક્રિય” પણ કહેવામાં આવે છે. અ, ઇ, ઉ, ત્રા, લૂ એ પાંચ હસ્વ અક્ષરોનો સમુચિત રીતે ઉચ્ચાર કરવામાં જેટલો કાળ વ્યતીત થાય એટલા કાળ પર્યતનું જ આ ધ્યાન છે. આ કાળની પૂર્ણાહુતિ થતાં સંસારનો સદાને માટે સમૂળ ઉચ્છેદ થાય છે અને સિદ્ધિ-સુન્દરીનો સર્વથા સમાગમ થાય છે. અત્રે એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે શુકલ ધ્યાનનું સ્વરૂપ સુશા ત પુણ્વ તë ઈત્યાદિ શબ્દો દ્વારા દશવૈકાલિકચૂર્ણિમાં દષ્ટિગોચર થાય છે. વળી આનું સ્વરૂપ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સમ્મતિતર્કની વ્યાખ્યામાં પૃથવિતરકવવા થી શરૂ થયેલું નજરે પડે છે. દિગમ્બર ગ્રન્થો પૈકી શ્રી શુભચન્દ્ર આચાર્યકૃત જ્ઞાનાર્ણવ (પ્ર. ૪૨ )માં પણ આ ધ્યાનનું સુંદર વર્ણન છે. આ ઉપરથી શુક્લ ધ્યાનનું ગૌરવ કેવું અપ્રતિમ છે તે સમજી શકાશે અને તેમ થતાં મદન પણ શુક્લ ધ્યાનરૂપ અગ્નિમાં મણની જેમ ઓગળી ગયો એમ જે આ પદ્યમાં સૂચવવામાં આવ્યું છે, તે યથાર્થ છે એમ જોઈ શકાશે. ધ્યાનનું દિગ્દર્શન કરાવવાને હેતુ પદ્યાર્થની પ્રતીતિ કરાવવા પૂરતો જ હોવાથી હવે ધ્યાનના સંબંધમાં વિશેષ ઊહાપોહ નહિ કરતાં તેના જિજ્ઞાસુ પૈકી ગુજરાતી પાઠક-વર્ગને અધ્યાત્મતવાલેકનું ધ્યાનસિદ્ધિ નામનું છઠું પ્રકરણ જેવા અને સંસ્કૃતજ્ઞને તો યોગશાસ્ત્રનો ખાસ કરીને દશ પ્રકાશ, અધ્યાત્મસારનો સોળમો અધિકાર, ધ્યાનશતક વગેરે પ્રઢ ગ્રન્થો જેવા વિનવી આ વિવરણથી વિરમું છું. ૧ ખાસ કરીને એમ કહેવાનું કારણ એ છે કે કલિકાલસર્વ સાતમા પ્રકાશમાં પિંડસ્થ, આઠમા પ્રકાશમાં પદસ્થ અને નવમા પ્રકાશમાં રૂપસ્થ ધ્યાનનો વિષય આલેખ્યો છે, જ્યારે દેશમાં પ્રકાશમાં રૂપાતીત ધ્યાન વિષે મનનીય વિચારો પ્રકટ કરતાં સાથે સાથે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનનું પણ આ બેહુબ વર્ણન સૂરીશ્વરે કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy