SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષભપંચાશિકા, | [ બીજનપઢિપીડાનો વિવેક તે “અપાયે ધ્યાન છે અર્થાત્ આ ધ્યાનમાં રાગ-દ્વેષરૂપ દોષોથી ઉત્પન્ન થતી હેરાનગતીનું અને તે દોષોના નાશનાં સાધનોનું ચિન્તન થાય છે. કર્મફળના અનુભવને વિવેક તે “વિપાક” ધ્યાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંયોગાનુસાર પ્રાણીઓને ભવ-ભ્રમણમાં વિચિત્ર ફળ ભોગવવા પડે છે એવું જે ચિન્તન તે વિપાક ધ્યાન છે. લોકની આકૃતિનો વિવેક તે “સંસ્થાન” ધ્યાન છે. આકાશ સર્વવ્યાપી છે, તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનન્ત છે; એના મધ્ય-બિન્દુમાં આ લોક રહેલો છે; વળી આ લોકના ઊર્ધ્વ લોકાદિ ત્રણ વિભાગે છે ઈત્યાદિ પરિચિન્તન તે “સંસ્થાને ધ્યાન છે. ધર્મ ધ્યાનના અધિકારીઓ આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાનારાથી આત્મિક ઉન્નતિના માર્ગમાં આગળ વધેલા છે. અપ્રમત્ત સંયત, ઉપશાંત-કષાય અને ક્ષીણકષાયને આ ધ્યાન સંભવે છે. સર્વોત્તમ ધ્યાન તે શુક્લ ધ્યાન છે. એના પણ ચાર ભેદો છે–(૧) પૃથર્વ-વિતર્ક, (૨) એકત્વ-વિતર્ક, (૩) સૂમ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) વ્યુપરત(સમુચ્છિન્ન).કયા-અનિવૃત્તિ. - આ ચાર ભેદોનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે ધર્મધ્યાનમાં બાહ્ય વસ્તુનું અવલંબન હોય છે, જ્યારે આ શુકલ ધ્યાનમાં તો ફક્ત મનની અંદરજ અમુક તત્ત્વ સ્થાપિત કરી તેના પર્યાયોનું પરિચિન્તન છે. વળી શુલ ધ્યાનમાં ચિત્તનો નિરોધ ખરી રીતે અનુભવાય છે. આથી કરીને આની મહત્તા–ઉત્તમતા સમજી શકાય છે. જાદી જાદી રીતે-જૂદા જાદા નયને લક્ષ્યમાં રાખીને કોઈ એક દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ, લય, મૂર્તત્વ ઈત્યાદિ પર્યાયોનું પરિચિન્તન કરવું તે “પૃથકત્વ-વિતર્ક કહેવાય છે. એની અંદર શબ્દ, અર્થ અને યોગનું સંકમણ રહેલું છે અર્થાત એક શબ્દ ઉપર વિચાર કરી બીજા શબ્દ ઉપર, એક અર્થ ઉપર વિચાર કરી બીજા અર્થ ઉપર અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ યોગો પૈકી એક યોગ ઉપર સ્થિર રહી બીજા યોગ ઉપર વિચાર કરાય છે. - શુલ ધ્યાનનો બીજો પ્રકાર પ્રથમ પ્રકાર કરતાં ઘણોજ પ્રબળ છે, કેમકે પ્રથમ ભેદમાં એક દ્રવ્યના અન્યાન્ય પર્યાયોના પરિચિન્તન માટે અવકાશ છે, જ્યારે આ ભેદમાં તો એક દ્રવ્યના એકજ પર્યાયના પરિચિત્તનને માટે સ્થાન છે. વળી આ ધ્યાનમાં સંક્રમણ નથી એટલે એ અવિચાર પણ કહેવાય છે. ફકત એક પર્યાય ઉપરજ ચિત્તની એકાગ્રતા કરવી એ અપૂર્વ સમાધિ છે. “ોશ્ચિત્તવૃત્તિનિરોધ એ મહર્ષિ પતંજલિત એગદર્શનમાં સમાધિપાદ નામના પ્રથમ પાઠના દ્વિતીય સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવેલ યોગની પરાકાષ્ટા આ ભેદમાંજ દષ્ટિ ૧ આ સમાધિને અપૂર્વ કે અભુત કહેવી તે અતિશયોક્તિ નથી; કેમકે જે એક અણુ (પરમાણુ) નયન-પથમાં આવી ન શકે–તેના એક પર્યાય ઉપર ચિત્ત-વૃત્તિને સુસ્થિર કરવી અર્થાત સમગ્ર બ્રહ્માડમાં ગમે તેમ ભ્રમણ કરવાના સ્વભાવવાળા મનને એક પરમાણુના પર્યાયના ચિન્તનમાં એકાગ્ર કરવું તે શું લોકોત્તર ધ્યાન નથી ? આ ધ્યાનના અધિકારી મહાયોગીશ્વરો છે. વિશેષમાં પરમાણુ ઉપર સ્થિર થયેલ વિચારાત્મક મનનો નાશ કરવો સહેલ છે, કેમકે શું ઝેર ઉતારવામાં કુશળ જનો આખા શરીરમાં પ્રસરેલા ઝેરને જુદા જુદા અવયવોમાંથી ખેંચીને ફક્ત દંશ-સ્થાનમાં લાવી તેનો સત્વર ક્ષય કરતા નથી ? આ ઉદાહરણ રવકપોલકલિપત નથી, પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરિરાજ અજિતનાથ ચરિત્રના ૩૪૧માં લોકમાં કહે છે કે "त्रिजगद्विषयं ध्याने-नामुनाऽणौ दधौ मनः । सर्वाङ्गीणं विषं दंशे, मन्त्रेणेव जगत्प्रभुः॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy