SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિત્તા ] ऋषभपञ्चाशिका. હત સામર્થ્યવાળે) મદન પણ (હે નાથ!) તારા (શુક્લ) ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે.”—૨૫ સ્પષ્ટીકરણ દયાન-દિગદર્શન– ધ્યાનની વ્યાખ્યા કરતાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ કથે છે કે – ___ "उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम्" –તસ્વાર્થાધિગમસૂત્ર (અ. ૯, સૂ૦ ૨૭) અર્થાત્ ઉત્તમ (એટલે કે વજા-રાષભ-નારાચ, 2ષભ-નારાચ, નારાચ અને અર્ધ-નારાચ એ ચાર પૈકી ગમે તે) સંહનનવાળા જીવને એકાગ્રપણે ચિન્તા રોધ તે ધ્યાનમાં છે. આ ધ્યાન અંતર્મહત સુધી સંભવે છે.' જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે?—(૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુકલ. તેમાં પ્રથમના બે ધ્યાન સંસારના હેતુરૂપ છે, જ્યારે અન્તિમ બે ધ્યાને તો મોક્ષના કારણભૂત છે. વિશેષમાં આ ચાર ધ્યાનો પૈકી આર્ત ધ્યાન સૌથી અનિષ્ટ છે, જ્યારે શુલ ધ્યાન સૌથી સારું છે. આત ધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયતોને સંભવે છે. એના ચાર પ્રકારો છે. જેમકે અનિષ્ટ વસ્તુનો યોગ થતાં તેને દૂર કરવા માટે–તેનો વિયોગ કેમ થાય તે માટે સતત ચિન્તન કરવું તે અનિષ્ટ સંયોગ-આર્ત ધ્યાન છે. શારીરિક કે માનસિક દુઃખ આવી પડતાં અર્થાત્ વ્યાધિથી ગ્રસ્ત બનતાં તેને દૂર કરવા માટે ચિંતા કર્યા કરવી તે રોગ-ચિન્તાઆર્ત ધ્યાન છે. વળી ઈછ વસ્તુનો વિયોગ થતાં તેને પ્રાપ્ત કરવાનાં સાધનો માટે આકુળ વ્યાકુળ થવું તે ઇષ્ટ-વિયોગ-આર્ત ધ્યાન છે. કામથી ઉદ્દીપ્ત થયેલા ચિત્તવાળા જીવો પુનર્જન્મમાં તેવા વિષયો પ્રાપ્ત કરવા માટે નિયાણ કરે–નિદાન કરે તે અગ્ર-શોચ-આર્ત યાન છે. રૌદ્ર ધ્યાન અવિરત અને દેશવિરતને જ હોય છે. એના પણ ચાર પ્રકારો છે. દ્વેષપૂર્વક જીવોને બાંધવા મારવા વિગેરે માટે સંકલ્પ કરવા તે હિંસા-રૌદ્ર ધ્યાન છે. અસત્યને સત્ય તરીકે સ્થાપવા માટેની ચિન્તા કરવી ઇત્યાદિ અસત્ય-રૌદ્ર ધ્યાન છે. પારકાનું દ્રવ્ય હરી લેવાના સંકલ્પાદિક તૈય-રૌદ્ર સ્થાન છે. વિષયનાં સાધન માટે તેમજ પરિવારાદિકના રક્ષણ માટે ચિન્તા કર્યા કરવી તે વિષય-સંરક્ષણ-રૌદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાનના આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનને ઉદ્દેશીને ચાર ભેદો પડે છે. આજ્ઞાધ્યાન એટલે જિનેશ્વરની આજ્ઞાને વિવેક. પરમ પુરૂની અબાધ્ય આજ્ઞાને અવલંબીને વસ્તુના સ્વરૂપનું યથાર્થપણે ચિન્તન કરવું તે “આજ્ઞા ધ્યાન છે. સન્માર્ગથી પતિત થવાથી ઉદ્ભવતી ( ૧ આ ઉત્કૃષ્ટ કાળ છે, કેમકે ત્યાર બાદ દુષ્યનનો પ્રાદુર્ભાવ થાય છે એમ ભગવાન સૂત્રકાર સ્વપજ્ઞ ટીકામાં ઉલ્લેખ કરે છે. ૨ નિયાણ એ પ્રાકૃત શબ્દ છે, જ્યારે નિદાન એ સંસ્કૃત છે. ગ્રતાનુષ્ઠાનની ફલ-પ્રાપ્તિ અભિલાષા એ એનો અર્થ છે. એના નવ પ્રકાર છે. ૩ ધર્મ-ધ્યાનના દશ પ્રકારો પણ જોવામાં આવે છે. આની પ્રતીતિના અભિલાષીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદક૯૫લતાનું ૩૩૬ મું પત્રાંક જેવું. આ પત્રમાં અપાય, ઉપાય, જીવ, અજીવ, વિપાક, વિરાગ, ભવ, સંસ્થાન, આજ્ઞા અને હેતુ એ દશ પરત્વેના વિષય (ચિન્તન) રૂપ દશ પ્રકાર સૂચવવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy