________________
ગાથા-૯] ૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ
૩૩ દહેરાસર દેવ-ગૃહેશ્વર) વગેરેની-આદિ શબ્દથી દહેરાસર અને તેની આજુ-બાજુ સાફસૂફી વગેરે રાખવાનું સમજી લેવું.
છે અથવા,
(૨) બીજું=દહેરાસર વગેરેના નોકર, પૂજારી, પહેરેદાર વગેરે સમજવા, તેઓમાંના જેઓ
દુરસ્થિત હોય પોત-પોતાનું કામ કરવા અશક્ત હોય, આથી આજીવિકા વગેરેથી દુઃખી રહેતા હોય, તો તેઓની પણ ખર-ખબર રાખવી.
# ઉઘરાણી-દેવાદિ-દ્રવ્યોની ઉઘારણી કરવાની તો
હમેશાં-કાળજી રાખવી. જેથી દેવાદિ-દ્રવ્યોમાં (નુકસાની આવ્યા વિના) સારી રીતે વૃદ્ધિ થાય.
ર વિરુદ્ધપક્ષે-જો તેમ કરવામાં ન આવે, તો જે નુકશાન થાય, તે સમજાવવામાં આવે છે,
અન્યથા ઉપર જણાવ્યા પ્રમાણેની સાર-સંભાળ રાખવામાં ન આવે તો, દ્રવ્યની વૃદ્ધિ=આગળ કહ્યા પ્રમાણેની દ્રવ્યમાં વૃદ્ધિ ન=થાય નહિ. છે અહીં ખાસ સમજાવવાનું એ છે કે
વ્યવહાર નયથી અરિહંત ભગવાનના શાસનના મુખ્ય આધારરૂપ દેવ અને ગુરુ છે. તેથી, વિવેકી પુરુષે યોગ્યયોગ્ય વખતે પરિવાર સહિત એવા દહેરાસરની સાર-સંભાળ પહેલાં કરવી. તેમાં પણ, જીર્ણ થયેલાં દહેરાસરોની ઉદ્ધારરૂપ જીર્ણોદ્ધારરૂપ-સારસંભાળ ઊંચા પ્રકારનું ફળ આપનારી છે.
કહ્યું છે, કે
“તેઓએ પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો છે, તથા પોતાના વંશનો ઉદ્ધાર કર્યો છે કે- (જેમણે બંધાવેલા) જિનેશ્વર ભગવાનના મંદિરની બીજા ભવ્ય જીવો અનુમોદના કરતા હોય છે. ૧૦૧
(૧) તેઓએ નીચગોત્ર કર્મ ખપાવ્યું હોય છે, ઉચ્ચગોત્ર કર્મ બાંધ્યું હોય છે, દુગતિનો માર્ગ પૂરો કર્યો હોય છે, અને સદ્ગતિનો માર્ગ પકડી લીધો હોય છે. ૧૦૨
3. કચરો, હાડકાં, (તાંતણા) કરોળિયાની જાળ વગેરે દૂર કરાવીને સાફસૂફી રાખવી. 4. વગેરે શબ્દથી-કામ કરનાર નોકર, નામું લખનાર, મુનીમ, ભંડારી લેવા. 5. [ ચિંતા,-કાળજી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org