________________
ગાથા૯]
૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ હું અને
અતિચાર લાગે એવી રીતે પણ અનુષ્ઠાન કરવાથી અભ્યાસ પડતાં પડતાં, વખત ગયા પછી, અતિચાર વગરનું અનુષ્ઠાન થવા વખત આવે છે.” એમ આચાર્ય મહારાજાઓ' કહે છે.
(બીજ) કહ્યું છે, કે
“ઘણા જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ ઘણે ભાગે ઘણા વખતના “સંસ્કારો દ્વારા” શુદ્ધ થાય જ છે.”
“બાહ્ય અભ્યાસથી કાર્યની કુશળતા આવે છે, એક વાર પડવા માત્રથી પાણીનું બિંદુ (કૂવાના કાંઠા ઉપરના) પથ્થરમાં ખાડા પાડી શકતું નથી.” (વારંવાર ઘસારો થવો જોઈએ.) આ રહસ્ય છે.
(વિધિ જાળવવાનો આગ્રહ રાખી, તેનો અભ્યાસ-ટેવો-ચાલુ રાખી, વિધિપૂર્વક દરેક પ્રવૃત્તિ થાય તેમ કરવું. વિધિની ઉપેક્ષા ન રાખવી. તેમ કરવા છતાં, પણ કદાચ ભૂલ થાય, કે ખામી રહે, તો તે પસ્તાવાથી-સાવચેતીથી ક્ષમ્ય બને છે.) ૮
કે શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોને આધારે “વિધિપૂર્વક સાર-સંભાળ કેમ કરવી?” એ રીતસર સમજાવવાપૂર્વક હવે તે બે ' (વિધિ અને અવિધિ) બતાવે છે
समये सट्टो चिंतइ चेइयमाऽऽई, व दु-त्थियं अण्णं । उग्गाहिणी उ सययं, दब्बु-बुट्टी ण अण्णहा ॥९॥
“શ્રાવક (૧) અનુકૂળ વખતે વખતોવખત) (દહેરાસર વગેરેમાં આવીને, તે [દહેરાસર વગેરેની સાર-સંભાળ કરે, અને (૨) બીજું કંઈ દુઃસ્થિત મુશ્કેલ પરિસ્થિતિમાં કે બરાબર ન હોય, તેની પણ સાર-સંભાળ રાખે, (૩) ઉઘરાણી પણ કાયમ કરાવતા રહે, તેમ કર્યા વિના દ્રવ્યોમાં વૃદ્ધિ ન થાય.” ૯
સમય” ત્તિ
(૧) સમયે=એકાંતરા વગેરે દિવસ વગેરેનો પ્રસંગ લઈ “એટલે કે “કોઈ કોઈ વખતે”
તેવા પ્રકારના શ્રાવક સાર-સંભાળ કરે=સારણા (વારણા, ચોયણા, અને પડિચોયણા) વગેરે કરીને આગળપાછળની વિચારણા રાખી, વિધિપૂર્વક સંભાળ રાખે.
1. [ વિધિ અને અવિધિ.] 2. “ખર ખબરી લે.” [લોકભાષામાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org