________________
ગાથા-૮].
૨- વૃદ્ધિદાર – અધિકારી વિશેષ કેમ કે“દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને અનંત સંસારી કહ્યો છે.”
એ જાણ્યા પછી, પોતાના સિવાયના બીજાને પણ જો દેવ-દ્રવ્ય (વધારવાના હેતુથી) આપે, તો બત્રેયના સંસારની વૃદ્ધિનું કારણ (આપનાર) પોતે પણ બને છે.
કેમ કે “ઝેર કોઈને પણ નુકસાન કર્યા વિના રહે છે - કોઈનેય નુકસાન કરતું નથી.” એમ કહી શકાય નહિ.
“મોટે ભાગે દરેકને નુકસાન કરે જ છે.”
બીજા ગ્રંથોમાં આલોચનાના અધિકારમાં “ઉંદર વગેરેને પણ દવ-દ્રવ્યના ભક્ષણથી) દોષ લાગે છે.” એમ કહ્યું છે. માટે, આ વધારો કરવાની નિર્દોષ) કઈ રીત છે ?”
આ પ્રશ્નનો ઉત્તર- “મુખ્ય રીતે તો
“શ્રાવકોને દેવ-દ્રવ્યનો નાશ કરવામાં જ દોષ લાગે છે. તે વખતે ચાલતા રીવાજ' પ્રમાણે યોગ્ય વ્યાજ વગેરે આપીને જો તે લે, તો તેને મોટો દોષ લાગતો નથી. અને જે વ્યાજ વગેરે'' વધારે આપે, તો જરા પણ દોષ લાગતો નથી.” એમ સમજી શકાય છે. ૨ છે પરંતુ, જો તેનો નાશ કરે, તો દુર્લભ બોધિપણું (
સ ત્ત્વગુણ પ્રગટ થવામાં કે ટકવામાં મુશ્કેલી રૂ૫) દોષ લાગે છે.
રક્ષણ કરવા વગેરે માટેનો ઉપદેશ ન આપે અને ઉપેક્ષા વગેરે રાખે તો સાધુને પણ સંસારરૂપ દુઃખ (અને દુર્લભબોધિપણું) શાસ્ત્રમાં કહ્યું છે. ૩
તે કારણે, “દોષોના જાણકાર શ્રાવકોએ મોટે ભાગે એ દ્રવ્યનો ઉપયોગ જ ન કરવો.” (તેના પ્રસંગમાં જ ન આવવું, એ વધારે સારું છે.) જેથી કરીને, ભૂલથીયે, થોડો પણ ઉપભોગ કોઈથીયે ન થઈ જાય.
| સારી રીતે રક્ષણ થાય તેમ સાચવી રાખી. રોજ સારી રીતે સાર-સંભાળ કરવાથી અને મહાનિધાનની પેઠે તેની બરાબર સાચવણી રાખવાથી તો (શ્રાવકો)ને કોઈ પણ દોષ લાગી શકતો નથી. 9. શ્રીમાલ પુરાણમાં પણ- “રાજકુમારીની દાસી દેવને ચડાવવાનાં ફૂલો વગેરેનો પોતે
(પોતાના ભોગમાં) વપરાશ કરવાથી ભિન્નમાલ શહેરમાં દેવમંદિરમાં ઉંદરડી થઈ
હતી” એમ સંભળાય છે. 10. તેનો ભોગ કરવાના દોષની અપેક્ષાએ 11. “વ્યાજ વગેરેથી ધનની વૃદ્ધિ કરવી યોગ્ય છે.” એમ સમ્યક્ત વૃત્તિમાં કહ્યું છે.*
+ “વ્યાજથી સવાઈ, કષ્ટપૂર્વકના વેપારથી દોઢા.” એ પ્રમાણે ધનનો વધારો કરવો. એમ સમ્યક્ત વૃત્તિમાં છે. (૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.og