________________
ગાથા-૪].
૧. ભેદદ્વાર
તે પણ ત્રણ પ્રકારે છે. છે એ પ્રકારે, પાંચેયના ત્રણ ત્રણ ભેદો ગણતાં પંદર ભેદો થાય છે.”
છે એમાં- (સાધારણ દ્રવ્ય અને ધર્મદ્રવ્યમાં) ભંડોળ એક હોવા સાથે પ્રથમનાં ત્રણ દ્રવ્યોના જ જુદાં જુદાં ક્ષેત્રોમાં-ખાતાંઓમાં વાપરવાની અપેક્ષા રાખી હોય, તે તે ક્ષેત્રોનું) સાધારણપણે સમજવું.
તેમાં, સાધારણ દ્રવ્ય ઉત્પન્ન કરનાર અમુક ચોક્કસ વર્ગ હોય છે, અને તેનો વપરાશ પણ અમુક ચોક્કસ બાબતોમાં જ કરી શકાતો હોય છે, તેથી તે, તેની પછીના (ધર્મદ્રવ્ય) કરતાં જુદું પડે છે.
ત્યાર-પછીના ધર્મદ્રવ્યની ઉત્પત્તિ અને વપરાશ એ બન્નેય" અનિયત-અમુક અમુક ચોક્કસ બાબતોમાં વાપરવાનું ખાસ (પહેલેથી) ઠરાવેલ ન હોવાથી-એટલા પૂરતું તે સાધારણ દ્રવ્ય કરતાં), જુદું પડે છે.
17 તે નિશ્રા સ્થાન પણ (મેળ છાડે) 18 ત્રણ પ્રકારે ઃ પરિણામની અપેક્ષાએ. (મે૦) 19 ખાસ પ્રકારે ચોક્કસ નક્કી કરનાર કર્તા અને નિયત વિષયની અપેક્ષાએ, એટલે કે તેમાં
નિશ્રા કરતી વખતે અને વાપરતી વખતે, જે જાતની બુદ્ધિ-સમજ-ખાસ સંકલ્પ-કરવામાં આવેલ હોય, તે ખાસ પ્રયોજિકા હોય છે. એટલે “આ અમુક દ્રવ્ય” એમ નક્કી કરવા, સમજવા અને વાપરવામાં એ યોગ્ય દોરવણી આપે છે. (મેo) અહીંભક્તિ, અનુકંપા વગેરેમાંથી કોઈપણ પ્રકારની બુદ્ધિ કાર્યકાળે એટલે કે વાપરતી વખતે દોરવણી આપે છે, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ નિર્ણય કરી આપે છે. (આ૦) ખાસ સ્થાનોમાં વાપરવાની અપેક્ષાએ અને નિશ્રાસ્થાન રૂપ નિયત ખાસ વિષયની અપેક્ષાએ. એમ બે અપેક્ષા સમજી શકાય છે. સિાધારણ દ્રવ્યમાં-સાધારણ દ્રવ્ય તરીકે કાઢતી વખતે કે આપતી વખતે-નિશ્રા કરતી વખતે-સાધારણ બુદ્ધિ મુખ્ય હોય છે. અને તે દ્રવ્ય વાપરતી વખતે-સાધારણના જુદા જુદા સાત ક્ષેત્ર જુદા જુદા સમજીને તે દ્રવ્ય વાપરવાનું હોય છે. આપતી વખતે ભલે સાધારણ દ્રવ્ય-એવું નામ રાખ્યું હોય પરંતુ વાપરતી વખતે
સાત અલગ અલગ સમજવાં જોઈએ. એમ ભાવાર્થ સમજાય છે. સં૦] 20 ત્યાર પછીનું એટલે ધર્મદ્રવ્ય સમજવું. 21 બન્નેય રીતે – એટલે.
નિશ્રા પણ પહેલેથી નક્કી ન કરાઈ હોય, અને વપરાશ કરતી વખતે પણ ચોક્કસ કરવામાં ન આવે. એમ બન્નેય રીતે અનિયત અપેક્ષા [ધર્મદ્રવ્યમાં હોય.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org