________________
ગાથા-૨]
દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા
(આપનાર અને લેનાર) બન્નેયને દોષ (પાપ) લગાડનાર બની ગયો હોત.
શ્રી વસુદેવહિંડીના બીજા ખંડમાં અને શ્રી સંઘાચારવૃત્તિમાં કહ્યું છે, કે
“અન્ન, વસ્ત્ર માત્રનો' ઉપયોગ કરનાર શ્રી જિનેશ્વર દેવના ભક્ત મૃગ નામે બ્રાહ્મણ શ્રાવક કોશળ દેશના સંગત નામના ગામમાં રહેતા હતા. તેવી જ તેને મદિરા નામે પત્ની હતી, અને “વાસણી” નામે પુત્રી હતી.
એક દિવસે મૃગ શ્રાવકે (પત્નીને) કહી દીધું, કે“આજે દેવ ની નૈવેદ્ય પૂજા)ને માટે રસોઈ બનાવો. કેમ કે- શ્રી આગમોમાં-પૂજા ચાર પ્રકારની કહી છે
તીર્થકર એટલે શ્રી અરિહંત પ્રભુ. તેઓની ભક્તિ કરવી જ જોઈએ, અને તે ભક્તિ, પૂજા તથા વંદના વગેરેથી થઈ શકે છે. અને પૂજા પણ-પુષ્પપૂજા, આમીષી (નૈવેધ) પૂજા, સ્તુતિ પૂજા અને પ્રતિપત્તિ પૂજા. એમ ચાર પ્રકારે યથાશક્તિ કરવી જોઈએ.” એમ કહ્યું. “આમાં, પ્રતિપત્તિ પૂજા એટલે આH (વડીલ-દેવ-ગુરુ-શાસ્ત્ર) પુરુષના ઉપદેશનું-આજ્ઞાનું-યથાસંભવ પ્રમાણે પાલન કરવું.”
તે વારે એ પ્રમાણે સાંભળ્યા પછી
“પુષ્પપૂજા કરતાં નૈવેદ્યપૂજા શ્રેષ્ઠ છે.” એમ સમજીને તેણે દેવ ની નૈવેદ્ય પૂજા) માટે ભોજન તૈયાર કર્યું. તેવામાં
“સાક્ષાત્ મોક્ષના માર્ગરૂપ હોય તેવા સાધુ મહારાજાઓ પધાર્યા.
અને “હું પ્રતિલાભુ, હું પ્રતિલાભુ.” એવા ભાવથી ત્રણેય એકઠા થઈ ગયા, અને
વધતા શુભ ભાવે કરીને તે ત્રણેય મુનિ મહારાજાઓને વહોરાવ્યું. મુનિ મહાત્માઓ પણ “તેઓના શુભ ભાવની વૃદ્ધિ થાય.” માટે કાંઈક વહોરે છે-લે. છે. ૧-૨” 10 બિયને-દેનાર અને લેનાર બન્નેયને. બે દોષો-અદત્તાદાન અને દેવદ્રવ્યનો ઉપભોગ,
એ બે દોષી સમજવા.] 11 અન્ન, વસ્ત્ર માત્રનો જ ઉપયોગ કરવો. અલ્પ ખર્ચથી સંતોષપૂર્વક જીવનાર. 12 આમીષ-થઈ=નૈવેદ્ય પૂજા-સ્તુતિ (ભાવ) પૂજા
આમીષ-શબ્દ ૧ આકર્ષણ અર્થમાં પુલિંગ છે, પુલ્લિંગ અને નપુંસક લિંગે ભોગવવા
લાયક વસ્તુ, સંભોગ, લાંચ, અને માંસ અર્થમાં પણ છે. મેદિની કોષમાં-ષાત્ત વર્ગમાં 13 દેવ માટે-મુખ્યપણે ગૌણ પણે તો-પોતાની નિશ્રા પણ છે
જેમ-કન્યા પિતાની પણ ગણાય છે, અને તેના પતિની પણ ગણાય છે. જો તેમ ન હોય, તો અદત્તાદાનનો દોષ લાગે છે. મેo આ૦ અહીં-મુખ્યપણાનો અને ગૌણપણાનો ભેદ છે. ગૌણપણે પોતાની નિશ્રા પણ છે. મુદ્રિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org