________________
૧૪૯
આ ઉપરથી ધાર્મિક અને ધર્માદા એ બે જાતનાં દ્રવ્યો ભારતમાં અને ખાસ કરીને જૈન શાસનમાં જણાતા નથી. ગામફંડો, જ્ઞાતિનાં ફંડો વ. સમૂહમાં હોય છે, પરંતુ તે ધાર્મિક કે ધર્માદા નથી હોતા.
તેથી, આધુનિક પ્રગતિની પોષક સંસ્થાઓને ધર્માદા શબ્દ આપવો, એ કેટલો બધો અનુચિત છે? તે પણ આપણે ભારતવાસીઓએ વિચારવા જેવું છે.
જૈન ધર્મ સિવાય વૈદિક વગેરે ધર્મોમાં - વાવ, કૂવા, તળાવ, પરબ, સદાવ્રત, અન્નક્ષેત્ર વ. બંધાવવાની આજ્ઞા છે. ગામડાં કે શહેરમાં દરેકને માટે પાણીના કૂવા, તાળાવ, વાવ વગેરે બંધાવાય છે. તેમાં ગામ કે શહેરના સદ્દગૃહસ્થ તરીકે જૈનધર્મ પાળનાર શ્રીમંત કદાચ વધારે ધન આપે, એ તો સાંસારિક જીવનનાં સાધનો મેળવવામાં ભાગીદાર તરીકે આપે છે. તે પણ ધાર્મિક કે ધર્માદા ન ગણાય. કેમકે ગામડાના કે શહેરના બીજા નાગરિકો ધાર્મિક કે ધર્માદા ધનનો ઉપયોગ ન કરે, સત્કાર બુદ્ધિથી, સહભાગીદારી બુદ્ધિથી આપે, તેને માટે ગામમાં કે શહેરમાં સહભાગીદાર તરીકે ઓછું કે વધતું ધન આપે, તે ધાર્મિક કે ધમદાની કક્ષામાં ન ગણાય.
જેને ધાર્મિક ખાતાં ગણે છે, તેમાં સંજોગ વિશેષમાં ઔચિત્યબુદ્ધિથી, કે કીર્તિબુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી દાન આપે, તે પરિસ્થિતિ વિશેષમાં અપેક્ષાએ ધર્મક્ષેત્રમાં દાન કહી શકાય છે, પરંતુ તે જૈન ધાર્મિક સુપાત્ર ગણાય નહીં, પરંતુ પરિસ્થિતિ વિશેષ ન હોય તો, ધર્મક્ષેત્રમાં પણ ગણી શકાય નહિ.
કીર્તિદાન તથા ઉચિતદાન પણ બે પ્રકારના હોય છે, ધર્મપોષક અને સંસારભાવ પોષક.
ધર્મપોષક ઉચિતદાન કે કીર્તિદાન અવિહિત નથી. કરવા યોગ્ય ગણાય છે. સંસારપોષક ઉપાદેય નથી. પરંતુ હેય છે. દા. ત. સમ્યક્ત મૂળ બાર વ્રતધારી શ્રાવક પરિસ્થિતિ વિશેષમાં જૈનેતર ત્યાગી કે ગૃહસ્થનું ઉચિત ખર્ચ કરીને પણ સન્માન કરે, જેનું પરિણામ તેને ધર્મ તરફ આકર્ષવામાં કે ધર્મકાર્યમાં ઉપયોગી થવામાં.
જૈન ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં સહાયક બનાવવામાં ઉપયોગી થાય અથવા શાસનને હરકત કરે, તેવી હરકતો દૂર કરવામાં સહાયક થાય, તો તેવું ઉચિત દાન શ્રાવકો માટે ઉપાદેય ગણાય છે.
પરંતુ માત્ર દુન્યવી લાભ મેળવવા “વાહવાહ” કરાવવા, અપાત્ર કે ક્ષેત્રાભાસમાં અપાય, તો તે ઉચિત દાનાભાસ રૂપ બની રહે.
એ જ પ્રમાણે, કીર્તિદાન ધર્મપોષણમાં ઉપયોગી થાય, તો તેવી કીર્તિ માટે શ્રાવક કીર્તિદાન આપે, તો તે ઉપાદેય હોય છે.
અન્યથા, કીર્તિદાન પણ હેય બની રહે છે. શાસનની પ્રભાવના માટે જરૂરી હોય, ધર્મની પ્રશંસા માટે ઉપયોગી થાય, તેવા ઉચિતદાન કે કીર્તિદાન પણ ઉપાદેય છે. અને તેને દાન કહેવામાં હરકત નથી.
બીજું, ધાર્મિક ક્ષેત્રોમાં ચડાવા વગેરે હરાજી-લીલામ-નથી, પરંતુ તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org